Home Blog Page 79

પાલક ના મુઠીયા બનાવવાની રીત | Palak na muthiya banavani rit

ઘરે પાલક ના મુઠીયા બનાવવાની રીત – Palak na muthiya banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food se Fitness Gujarati  YouTube channel on YouTube , સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં તમે આ મુઠીયા બનાવી શકો છો. પાલક નું શાક ખાવાનું બાળકો ટાળતા હોય છે પણ આ રીતે જો પાલક ના મુઠીયા બનાવશો તો તે હસતા હસતા પેટ ભરીને ખાઈ લેશે. સાથે હેલ્થી પણ છે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી સાથે સોફ્ટ Palak muthiya recipe in gujarati શીખીએ.

પાલક ના મુઠીયા બનાવવાની સામગ્રી

  • પાલક 300 ગ્રામ
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહી 2 ચમચી
  • ખાંડ 2 ચમચી
  • તેલ 1 ચમચી
  • ચોખા નો લોટ ½ કપ
  • બેસન ½ કપ
  • ભાખરી નો લોટ ½ કપ
  • સોડા 1 ચપટી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • સફેદ તલ

વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • તેલ 1 ચમચી
  • લીમડા ના પાન 8-10
  • આખા લાલ મરચાં 2-3
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

પાલક ના મુઠીયા બનાવવાની રીત

મુઠીયા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ના પાન ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને ચાકુ ની મદદ થી ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, ધાણા પાવડર, હિંગ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, દહી, ખાંડ અને  તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ચોખા નો લોટ, બેસન, ભાખરી નો લોટ, સોડા અને તેની ઉપર લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ જો ઘટ લાગે તો તેમાં થોડું પાણી નાખી ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ગરમ કરવા મૂકી દયો. ત્યાર બાદ એક પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મુઠીયા ના મિશ્રણ ને સરસ થી ફેલાવી ને નાખો. ત્યાર બાદ તેની ઉપર સફેદ તલ છાંટો.

હવે આ પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ તેને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે મુઠીયા થોડા ઠંડા થાય ત્યારે તેને ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો.

મુઠીયા પર વઘાર કરવા માટેની રીત

મુઠીયા પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં સફેદ તેલ અને લીમડાના પાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો.

ત્યાર બાદ પીસ કરીને રાખેલ મુઠીયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મુઠીયા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પાલક ના મુઠીયા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના મુઠીયા ખાવાનો આનંદ માણો.

Palak na muthiya banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Palak muthiya recipe in gujarati

પાલક ના મુઠીયા - Palak na muthiya - પાલક ના મુઠીયા બનાવવાની રીત - Palak na muthiya banavani rit - Palak muthiya recipe in gujarati

પાલક ના મુઠીયા બનાવવાની રીત | Palak na muthiya banavani rit | Palak muthiya recipe in gujarati

ઘરે પાલક ના મુઠીયાબનાવવાની રીત – Palak na muthiya banavani rit શીખીશું, સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તામાં તમે આ મુઠીયા બનાવી શકો છો. પાલક નું શાક ખાવાનું બાળકો ટાળતાહોય છે પણ આ રીતે જો પાલક ના મુઠીયા બનાવશો તો તે હસતા હસતા પેટ ભરીને ખાઈ લેશે.સાથે હેલ્થી પણ છે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થીએકદમ સોફ્ટ બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબજ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી સાથે સોફ્ટ Palak muthiya recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાલક ના મુઠીયા બનાવવાની સામગ્રી

  • 300 ગ્રામ પાલક
  • 2 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચી ધાણા પાવડર
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચમચી દહી
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી તેલ
  • ½ કપ ચોખાનો લોટ
  • ½ કપ બેસન
  • ½ કપ ભાખરીનો લોટ
  • 1 ચપટી સોડા
  • 1 ચમચી લીંબુ નો રસ
  • સફેદ તલ

વઘાર કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી તેલ
  • 8-10 લીમડા ના પાન
  • 2-3 આખા લાલ મરચાં
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

પાલક ના મુઠીયા બનાવવાની રીત

  • પાલક ના મુઠીયા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ના પાન ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને ચાકુ ની મદદથી ઝીણી સુધારી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, ધાણા પાવડર, હિંગ, હળદર,સ્વાદ પ્રમાણે મીઠું, દહી, ખાંડ અને  તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં ચોખા નો લોટ, બેસન, ભાખરી નો લોટ, સોડા અને તેનીઉપર લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે મિશ્રણ જો ઘટ લાગે તો તેમાં થોડું પાણી નાખી ફરી થી સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેને ગરમ કરવા મૂકી દયો.ત્યાર બાદ એક પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મુઠીયા ના મિશ્રણ ને સરસ થી ફેલાવી ને નાખો. ત્યાર બાદ તેની ઉપર સફેદ તલ છાંટો.
  • હવે આ પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદતેને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે મુઠીયા થોડા ઠંડા થાયત્યારે તેને ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો.

મુઠીયા પર વઘાર કરવા માટેની રીત

  • મુઠીયા પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં સફેદ તેલઅને લીમડાના પાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો.
  • ત્યારબાદ પીસ કરીને રાખેલ મુઠીયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મુઠીયા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદતેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પાલક ના મુઠીયા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના મુઠીયા ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe | varadiyu recipe in gujarati

બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit | bajri na rotla recipe gujarati

વણી ને રોટલા બનાવવાની રીત | થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati

પાલક નું સૂપ બનાવવાની રીત | palak nu soup banavani rit

ઘરે palak nu soup banavani rit – પાલક નું સૂપ બનાવવાની રીત શીખીશું. આજે આપણે પાલક ની પ્યુરી તૈયાર કરીને આયરન સુપ બનાવીશું, If you like the recipe do subscribe Honest kitchen YouTube channel on YouTube , પાલક ઠંડી ની ઋતુ માં ખૂબ સરસ મળે છે. અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે પાલક નું આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે પ્રોટીન અને આયરન થી ભરપૂર ટેસ્ટી palak soup recipe in gujarati શીખીએ.

પાલક નું સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • પાલક ½  કિલો
  • બટેટા 1
  • લસણ 8-10
  • આદુ 2 ઇંચ
  • ડુંગળી 1
  • તેલ 1 ચમચી
  • તેજ પત્તા 1
  • મરી 8-10
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લીલાં મરચાં 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • બટર 1 ચમચી
  • બેસન ½ ચમચી
  • પાણી ½ લીટર
  • જાયફર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મરી પાવડર 1 ચપટી

palak nu soup banavani rit

આયરન થી ભરપૂર પાલક નું સુપ બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં રાખી લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવે તેને ત્રીસ સેકન્ડ સુધી તેમાં રહવા દયો.

ત્યાર બાદ તેને બીજા બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં બરફ વાળું ઠંડું પાણી નાખો. હવે તેને તેમાં થોડી વાર માટે તેમાં રહવા દયો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તેજ પત્તા, મરી અને લસણ ને રફ્લી કૂટી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ડુંગળી ની સ્લાઈસ કરી ને નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બટેટા ના ટુકડા કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

તેમાં બાફી ને રાખેલી પાલક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

તેમાં લીલાં મરચાં અને આદુ ને રફલી કૂટી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે ઠંડું થયા બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેમાં અડધી ચમચી જેટલું બેસન નાખો. હવે તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં પીસી ને રાખેલી પાલક ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધા લીટર જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે ફરી થી તેને  સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો.

ત્યાર બાદ તેમાં જાયફર ને ગ્રેટ કરીને નાખો. હવે તેમાં એક ચપટી જેટલું મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી અને આયરન થી ભરપૂર પાલક નું સુપ. હવે તેને ગરમા ગરમ પીવાનો આનંદ માણો.

palak soup recipe notes

  • સુપ ઉકળે ત્યારે ઉપર જે જાગ થાય તે ચમચી ની મદદ થી કાઢી લેવું. જેથી સુપ નો કલર સારો રહેશે.

પાલક નું સૂપ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Honest kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honest kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

palak soup recipe in gujarati

palak nu soup - પાલક નું સૂપ - palak nu soup banavani rit - પાલક નું સૂપ બનાવવાની રીત - palak soup recipe in gujarati

પાલક નું સૂપ | palak nu soup | palak nu soup banavani rit | પાલક નું સૂપ બનાવવાની રીત | palak soup recipe in gujarati

ઘરે palak nu soup banavanirit – પાલક નું સૂપ બનાવવાની રીત શીખીશું. આજે આપણે પાલક ની પ્યુરી તૈયાર કરીને આયરન સુપ બનાવીશું, પાલક ઠંડી ની ઋતુમાં ખૂબ સરસ મળે છે. અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે પાલક નું આ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે પ્રોટીન અને આયરન થી ભરપૂર ટેસ્ટી palak soup recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાલક નું સૂપ બનાવવા જરૂરી સામગ્રી

  • ½  કિલો પાલક
  • 1 બટેટા
  • 8-10 લસણ
  • 2 ઇંચ આદુ
  • 1 ડુંગળી
  • 1 ચમચી તેલ
  • 1 તેજ પત્તા
  • 8-10 મરી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 લીલાં મરચાં
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ચમચી બટર
  • ½ ચમચી બેસન
  • ½ લીટર પાણી
  • જાયફર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચપટી મરી પાવડર

Instructions

પાલક નું સૂપ બનાવવાની રીત | palak nu soup banavani rit

  • આયરન થી ભરપૂર પાલક નું સુપ બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંરાખી લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવેતેને ત્રીસ સેકન્ડ સુધી તેમાં રહવા દયો.
  • ત્યારબાદ તેને બીજા બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં બરફ વાળું ઠંડું પાણી નાખો. હવે તેને તેમાં થોડી વાર માટે તેમાં રહવા દયો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તેજ પત્તા,મરી અને લસણ ને રફ્લી કૂટી ને નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં ડુંગળી ની સ્લાઈસ કરી ને નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બટેટા ના ટુકડા કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • તેમાં બાફી ને રાખેલી પાલક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરીથી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • તેમાં લીલાં મરચાં અને આદુ ને રફલી કૂટી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે ઠંડું થયા બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેમાં અડધી ચમચીજેટલું બેસન નાખો. હવે તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકીલ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં પીસી ને રાખેલી પાલક ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધા લીટર જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે ફરી થી તેને  સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં જાયફર ને ગ્રેટ કરીને નાખો. હવે તેમાં એક ચપટી જેટલું મરી પાવડર નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી અને આયરન થી ભરપૂર પાલક નું સુપ. હવે તેને ગરમા ગરમ પીવાનો આનંદ માણો.

palak soup recipe notes

  • સુપ ઉકળે ત્યારે ઉપર જે જાગ થાય તે ચમચી ની મદદ થી કાઢી લેવું. જેથી સુપ નો કલર સારો રહેશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi banavani rit | sitafal basundi recipe in gujarati

મનચાઉ સૂપ બનાવવાની રીત | વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત | Manchow soup recipe

ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati

વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe | varadiyu recipe in gujarati

આજે આપણે  વરાડિયું / વરાદિયું / વરાળીયુ શાક બનાવવાની રીત – varadiyu shak banavani rit શીખીશું. આ વરાળીયુ એક કાઠિયાવાડી શાક છે , If you like the recipe do subscribe  Mumma’s Kitchen Gujarati YouTube channel on YouTube , જે ગામડામાં અને વાડી વિસ્તારમાં ખૂબ બનાવવામાં આવતું હોય છે. આ શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે એટલું જ હેલ્થી પણ છે કેમ કે આ શાક માં તમે અલગ અલગ પ્રકારના શાક નાખી ને તૈયાર કરવામાં આવે છે પહેલા ના સમય માં આ શાક માં ઘી કે તેલ ના ઉપયોગ વગર પાણી પર બાફી ને અથવા ખૂબ ઓછી માત્રા માં નાખી ને તૈયાર કરવા આવતું જેથી આ શાક ને વરાળીયુ – varadiyu shak recipe કહેવામાં આવે છે. તો ચાલો varadiyu recipe in gujarati શીખીએ.

વરાળીયુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • રીંગણા 250 ગ્રામ
  • નાની સાઇઝ ના બટાકા 4-5
  • નાની સાઇઝ ના ટમેટા 4-5
  • ભરવા માટેના લીલા મરચા 5-6
  • નાની સાઇઝ ની ડુંગળી 4-5
  • કારેલા 1
  • રતાળુ / શક્ક્રિયું/ સુરણ 250 ગ્રામ

પુરણ બનાવવા માટેની સામગ્રી

  • મિક્સ નમકીન 250 ગ્રામ
  • ધાણા જીરું નો પાઉડર 3-4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • શેકેલ સીંગદાણા નો પાઉડર 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • આદુ, મરચા અને લસણની પેસ્ટ 4-5 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • લીલું લસણ સુધારેલ ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • સ્ટાર ફૂલ 1
  • સૂકા લાલ મરચા 1-2
  • તમાલપત્ર 1
  • લવિંગ 2-3
  • તજ નો ટુકડો 1
  • હિંગ ¼ + ¼ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ડુંગળી ની પેસ્ટ ¼ કપ
  • ટમેટા ની પેસ્ટ ½ કપ
  • લીલું લસણ સુધારેલ 3-4 ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu shak recipe

વરાળીયુ શાક બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં મિક્સ ફરસાણ નાખી ને પીસી લ્યો અને પીસેલા ફરસાણ ને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સફેદ તલ, શેકેલ સીંગદાણા નો પાઉડર , હિંગ, લીલું લસણ સુધારેલ, લીલા ધાણા સુધારેલા, આદુ, લસણ અને મરચાની પેસ્ટ, ખાંડ,  લીંબુનો rasane  સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે જે શાક લીધા છે એને છોલી ને સાફ કરો ત્યાર બાદ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી એમાં પ્લસ ની નિશાની જેમ કાપા પાડી દયો અને પાણી માં મૂકી દયો. હવે શાક ને પાણી માંથી કાઢી કપડા થી કોરા કરી નાખો અને એમાં તૈયાર કરેલ મસાલો બરોબર ભરી નાખો આમ બધા શાક ને બરોબર ભરી ને તૈયાર કરો.

ગેસ પર એક મોટા વાસણમાં માં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એના પર ચારણી મૂકો અને ચારણી માં ભરેલા શાક ને ગોઠવી ને મૂકો ને ફરીથી ઢાંકી ને શાક ને મિડીયમ તાપે 30-35 મિનિટ બાફી લ્યો. ત્રીસ મિનિટ પછી શાક બફાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો.

ગ્રેવી બનાવવાની રીત

હવે એક વાટકા માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, ધાણા જીરું નો પાઉડર નાખી એમાં પા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, સ્ટાર ફૂલ, તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પલાળેલા મસાલા ની પેસ્ટ નાખી ને મિક્સ કરી ને અડધી મિનિટ શેકી લેવી.

મસાલા માંથી તેલ અલગ થવા લાગે એટલે એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી ને બે મિનિટ શેકી લેવી ડુંગળી શેકાવવા આવે એટલે એમાં આદુ લસાની પેસ્ટ અને લીલું લસણ સુધારેલ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લેવી ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી મિકસ કરી સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરી અને ત્રણ ચાર ચમચી બચેલા પુરાણ નો મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી ગ્રેવી ને ઉકળવા દયો પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો.

આ ગ્રેવી માં બાફી રાખેલ શાક નાખી અથવા બાફી રાખેલ શાક સાથે સાઈડ માં આ ગ્રેવી મૂકી પૂરી, પરોઠા, રોટલી, રોટલા કે ભાત સાથે સર્વ કરો વરાળીયુ.

varadiyu shak recipe notes

  • અહી તમે મિક્સ ફરસાણ ની જગ્યાએ મિક્સ ચેવડો કે શેકેલ બેસન નો ઉપયોગ કરી શકો છો.
  • જે શાક ને ભરી ને વાપરી શકો એ બધા શાક નો ઉપયોગ કરી શકો છો.

varadiyu shak banavani rit | Recipe video

Video Credit : Youtube/ Mumma’s Kitchen Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mumma’s Kitchen Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

varadiyu recipe in gujarati

વરાળીયુ શાક બનાવવાની રીત - varadiyu recipe - varadiyu recipe in gujarati - varadiyu shak recipe - varadiyu shak banavani rit

વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe | varadiyu recipe in gujarati | varadiyu shak recipe

આજે આપણે  વરાડિયું / વરાદિયું / વરાળીયુ શાક બનાવવાની રીત- varadiyu shak banavani rit શીખીશું. આ વરાળીયુ એક કાઠિયાવાડીશાક છે , જે ગામડામાં અને વાડી વિસ્તારમાં ખૂબ બનાવવામાં આવતું હોય છે. આ શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે એટલું જ હેલ્થી પણ છે કેમ કે આ શાકમાં તમે અલગ અલગ પ્રકારના શાક નાખી ને તૈયાર કરવામાં આવે છે પહેલા ના સમય માં આ શાકમાં ઘી કે તેલ ના ઉપયોગ વગર પાણી પર બાફી ને અથવા ખૂબ ઓછી માત્રા માં નાખી ને તૈયારકરવા આવતું જેથી આ શાક ને વરાળીયુ – varadiyu shak recipe કહેવામાં આવે છે. તો ચાલો varadiyu recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1  મોટું વાસણ
  • 1 કડાઈ

Ingredients

વરાળીયુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ રીંગણા
  • 4-5 નાની સાઇઝ ના બટાકા
  • 4-5 નાની સાઇઝ ના ટમેટા
  • 5-6 ભરવા માટેના લીલા મરચા
  • 4-5 નાની સાઇઝ ની ડુંગળી
  • 1 કારેલા
  • 250 ગ્રામ રતાળુ / શક્ક્રિયું/ સુરણ

પુરણ બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ મિક્સ નમકીન
  • 3-4 ચમચી ધાણા જીરું નો પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી સફેદ તલ
  • 3-4 ચમચી શેકેલ સીંગદાણા નો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • 4-5 ચમચી આદુ, મરચા અને લસણની પેસ્ટ
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ¼ કપ લીલું લસણ સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 સ્ટાર ફૂલ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 તમાલ પત્ર
  • 2-3 લવિંગ
  • 1 તજ નો ટુકડો
  • ¼ + ¼ ચમચી હિંગ
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ કપ ડુંગળી ની પેસ્ટ
  • ½ કપ ટમેટા ની પેસ્ટ
  • 3-4 ચમચી લીલું લસણ સુધારેલ
  • 1-2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

વરાળીયુ શાક બનાવવાની રીત | varadiyu recipe in gujarati

  • વરાળીયુ શાક બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં મિક્સ ફરસાણ નાખી ને પીસીલ્યો અને પીસેલા ફરસાણ ને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સફેદ તલ, શેકેલ સીંગદાણાનો પાઉડર , હિંગ, લીલું લસણ સુધારેલ,લીલા ધાણા સુધારેલા, આદુ, લસણ અને મરચાની પેસ્ટ, ખાંડ,  લીંબુનો રસ સ્વાદ મુજબ મીઠું નાખી ને બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે જે શાક લીધા છે એને છોલી ને સાફ કરો ત્યાર બાદ બધા શાક ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ ચાકુ થી એમાં પ્લસ ની નિશાની જેમ કાપા પાડી દયો અને પાણી માં મૂકી દયો. હવે શાક ને પાણી માંથી કાઢીકપડા થી કોરા કરી નાખો અને એમાં તૈયાર કરેલ મસાલો બરોબર ભરી નાખો આમ બધા શાક ને બરોબર ભરી ને તૈયાર કરો.
  • ગેસ પર એક મોટા વાસણમાં માં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એના પર ચારણી મૂકો અને ચારણી માં ભરેલા શાક ને ગોઠવી નેમૂકો ને ફરીથી ઢાંકી ને શાક ને મિડીયમ તાપે30-35 મિનિટ બાફી લ્યો. ત્રીસ મિનિટ પછી શાક બફાઈજાય એટલે ગેસ બંધ કરી નાખો.

ગ્રેવી બનાવવાની રીત

  • હવે એક વાટકા માં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, ધાણા જીરું નો પાઉડરનાખી એમાં પા કપ જેટલું પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવેગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, સ્ટાર ફૂલ, તમાલપત્ર, તજ નો ટુકડો,લવિંગ, સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદએમાં પલાળેલા મસાલા ની પેસ્ટ નાખી ને મિક્સ કરી ને અડધી મિનિટ શેકી લેવી.
  • મસાલા માંથી તેલ અલગ થવા લાગે એટલે એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરી ને બે મિનિટ શેકી લેવી ડુંગળી શેકાવવા આવે એટલે એમાં આદુ લસાની પેસ્ટ અને લીલું લસણ સુધારેલ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લેવી ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી મિકસ કરી સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી મિક્સ કરી અને ત્રણ ચાર ચમચી બચેલા પુરાણનો મસાલો નાખી મિક્સ કરી લ્યો અને ફરીથી ગ્રેવી ને ઉકળવા દયો પાંચ સાત મિનિટ ઉકાળી લીધા બાદ એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો.
  • આ ગ્રેવીમાં બાફી રાખેલ શાક નાખી અથવા બાફી રાખેલ શાક સાથે સાઈડ માં આ ગ્રેવી મૂકી પૂરી, પરોઠા, રોટલી, રોટલા કે ભાત સાથે સર્વ કરો વરાળીયુ.

varadiyu shak recipe notes

  • અહી તમે મિક્સ ફરસાણ ની જગ્યાએ મિક્સ ચેવડો કે શેકેલ બેસન નો ઉપયોગ કરી શકો છો.
  • જે શાકને ભરી ને વાપરી શકો એ બધા શાક નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત | Juvar methi ni Thalipeeth banavani rit

ડુંગળીયું બનાવવાની રીત | dungaliyu recipe in gujarati | dungaliyu banavani rit

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

પનીર પાનકોબી ના પરોઠા બનાવવાની રીત | Paneer pankobi na parotha banavani rit

આપણે ઘરે પનીર પાનકોબી ના પરોઠા બનાવવાની રીત – Paneer pankobi na parotha banavani rit શીખીશું. પનીર અને પતા ગોબી નું સ્ટફિંગ તૈયાર કરીને આ પરાઠા બનાવવામાં આવે છે , If you like the recipe do subscribe Poonam’s Kitchen  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે નાસ્તા માં કે રાતે જમવામાં તમે ગ્રીન ચટણી કે દહી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Paneer pankobi na parotha recipe in gujarati શીખીએ.

લોટ ગૂંથવા માટેની સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • સોજી ¼ કપ
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઘી 1 ચમચી
  • જરૂર મુજબ પાણી

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • વરિયાળી 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • અજમો ⅛ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • મરી પાવડર ¼ ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • સંચળ પાવડર ¼ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1 ચમચી
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
  • ગ્રેટ કરેલું પનીર 1 કપ

લોટ બાંધવાની રીત

લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સોજી, ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને નવ શેકુ ગરમ પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં પત્તા ગોબી ને ગ્રેટ કરી લ્યો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

દસ મિનિટ પછી તેને એક કોટન ના કપડાં માં લઇ લ્યો. હવે તેની એક પોટલી બનાવી લ્યો. હવે તેને નીચવતા ગોબી માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં વરિયાળી અને આખા ધાણા ને રુફ્લી કૂટી ને નાખો. હવે તેમાં અજમો, હિંગ, મરી પાવડર, જીરું પાવડર, ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ પાવડર, ચીલી ફ્લેક્સ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને ગ્રેટ કરેલું પનીર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી સ્ટફિંગ.

પનીર પાનકોબી ના પરોઠા બનાવવાની રીત

પનીર પત્તા ગોબી પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં ગૂંથેલા લોટ માંથી એક લુવો બનાવી લ્યો. હવે તેમાં કોરો લોટ લગાવી ને એક રોટલી બનાવી લ્યો.

હવે તે રોટલી ની વચ્ચે ચમચી ની મદદ થી બે ચમચી જેટલું સ્ટફિંગ રાખો. હવે તેને ચોરસ શેપ્ માં સરસ થી સેટ કરી લ્યો. હવે રોટલી ને ચારો તરફ થી ફોલ્ડ કરી લ્યો. હવે તેની બને તરફ કોરો લોટ લગાવી લ્યો. હવે તેને હલ્કા હાથે વણી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલ પરાઠા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી ઘી લગાવી ને સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી પનીર પત્તા ગોબી પરાઠા. હવે તેને ગ્રીન ચટણી કે દહી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી પનીર પત્તા ગોબી પરાઠા ખાવાનો આનંદ માણો.

Paneer pankobi parotha recipe notes

  • પનીર ની જગ્યાએ તમે બાફેલા બટેટા નો ઉપયોગ કરી ને પરાઠા બનાવી શકો છો.

Paneer pankobi na parotha banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Poonam’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Paneer pankobi na parotha recipe in gujarati

પનીર પાનકોબી ના પરોઠા - Paneer pankobi na parotha - પનીર પાનકોબી ના પરોઠા બનાવવાની રીત - Paneer pankobi na parotha banavani rit - Paneer pankobi na parotha recipe in gujarati

પનીર પાનકોબી ના પરોઠા બનાવવાની રીત | Paneer pankobi na parotha banavani rit

આપણે ઘરે પનીર પાનકોબી ના પરોઠા બનાવવાની રીત – Paneer pankobi na parotha banavani rit શીખીશું.પનીર અને પતા ગોબી નું સ્ટફિંગ તૈયાર કરીને આ પરાઠા બનાવવામાં આવે છે, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. સવારે નાસ્તા માં કે રાતે જમવામાં તમેગ્રીન ચટણી કે દહી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેકને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Paneer pankobi na parotha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

લોટ ગૂંથવા માટેની સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • સોજી ¼ કપ
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઘી 1 ચમચી
  • જરૂર મુજબ પાણી

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • વરિયાળી 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • અજમો ⅛ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • મરી પાવડર ¼ ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • સંચળ પાવડર ¼ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1 ચમચી
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
  • ગ્રેટ કરેલું પનીર 1 કપ

Instructions

લોટ બાંધવાની રીત

  • લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સોજી, ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું અને ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરીને નવ શેકુ ગરમ પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં પત્તા ગોબી ને ગ્રેટ કરી લ્યો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
  • દસ મિનિટ પછી તેને એક કોટન ના કપડાં માં લઇ લ્યો. હવે તેની એક પોટલી બનાવી લ્યો. હવે તેને નીચવતા ગોબી માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંકાઢી લ્યો.
  • હવે તેમાં વરિયાળી અને આખા ધાણા ને રુફ્લી કૂટી ને નાખો. હવે તેમાં અજમો, હિંગ, મરી પાવડર, જીરું પાવડર,ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ પાવડર, ચીલી ફ્લેક્સ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, આદુ ની પેસ્ટ, ઝીણાસુધારેલા લીલાં ધાણા અને ગ્રેટ કરેલું પનીર નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટીસ્ટફિંગ.

પનીર પાનકોબી ના પરોઠા બનાવવાની રીત

  • પનીર પાનકોબી પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં ગૂંથેલા લોટ માંથી એક લુવો બનાવી લ્યો. હવે તેમાં કોરો લોટ લગાવી નેએક રોટલી બનાવી લ્યો.
  • હવે તે રોટલી ની વચ્ચે ચમચી ની મદદ થી બે ચમચી જેટલું સ્ટફિંગ રાખો. હવે તેને ચોરસ શેપ્ માં સરસથી સેટ કરી લ્યો. હવે રોટલી ને ચારો તરફ થી ફોલ્ડ કરી લ્યો.હવે તેની બને તરફ કોરો લોટ લગાવી લ્યો. હવે તેનેહલ્કા હાથે વણી લ્યો.
  • ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં વણી ને રાખેલ પરાઠા નાખો. હવે તેને બને તરફગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી ઘી લગાવી ને સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધાપરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી પનીર પત્તા ગોબી પરાઠા. હવે તેને ગ્રીન ચટણી કે દહી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી પનીર પત્તાગોબી પરાઠા ખાવાનો આનંદ માણો.

Paneer pankobi parotha recipenotes

  • પનીર ની જગ્યાએ તમે બાફેલા બટેટા નો ઉપયોગ કરી ને પરાઠા બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo chole tikki chat banavani rit

દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo chole tikki chat banavani rit

આજે આપણે ઘરે આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત – Aloo chole tikki chat banavani rit શીખીશું. આજે આપણે એક દમ બજારમાં ઠેલા માં મળતી આલું છોલે ટિક્કી બનાવતા શીખીશું, If you like the recipe do subscribe  Shyam Rasoi YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Aloo chole tikki chat recipe in gujarati શીખીએ.

છોલે બનાવવાની સામગ્રી

  • પલાળેલા કાબુલી ચણા 1 કપ
  • પાણી 2 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ¼ ચમચી
  • તેલ 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • આદુ લસણ અને મરચાં ની પેસ્ટ 1 ચમચી
  • 1 ડુંગળી ની પેસ્ટ
  • ધાણા પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ટામેટા ની પ્યુરી
  • પાણી ½ કપ
  • છોલે મસાલા 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

ટિક્કી બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટેટા 5
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ચોખા નો લોટ 5 ચમચી

ગાર્નિશ કરવા માટેની સામગ્રી

  • દહી
  • ગ્રીન ચટણી
  • આમલી ની ચટણી
  • ઝીણી સુધારેલી ડુંગળી
  • ઝીણા સુધારેલા ટામેટા
  • સંચળ પાવડર
  • જીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • બારીક સેવ

છોલે બનાવવા માટેની રીત

છોલે બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલા કાબુલી ચણા ને એક કુકર માં નાખો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે કુકર ને બંધ કરીને ગેસ પર રાખી દયો. હવે છ થી સાત સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં રાઈ નાખો. હવે તેમાં આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

 તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેલ છૂટી થાય ત્યાં સુધી ડુંગળી ને સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ધાણા પાવડર, હળદર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં બાફી ને રાખેલ ચણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં છોલે મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ થી છ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી છોલે.

ટિક્કી બનાવવાની રીત

ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં બાફેલા બટેટા ને એક બાઉલ માં ગ્રેટ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં ચોખા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ થી મિશ્રણ તૈયાર થઈ ગયું હસે. હવે તેમાંથી થોડુ મિશ્રણ લઈ ટિક્કી નો સેપ આપો. હવે તેને એક પ્લેટ માં રાખી દયો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ટિક્કી રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેલો ફ્રાય કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ટિક્કી.

આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત

આલુ છોલે ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં એક પ્લેટ માં છોલે નાખો. હવે તેની ઉપર બે થી ત્રણ ટિક્કી રાખો. હવે તેની ઉપર ફરી થી છોલે નાખો.

તેની ઉપર દહી, ગ્રીન ચટણી, આમલી ની ચટણી, ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો.

તેની ઉપર જીરું પાવડર, સંચળ પાવડર અને લાલ મરચું પાવડર છાંટો. હવે તેની ઉપર બારીક સેવ નાખો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી આલું છોલે ટિક્કી ચાટ. હવે ગરમા ગરમ તેને ખાવાનો આનંદ માણો.

Aloo chole tikki chat recipe notes

  • ટીક્કી માં ચોખા ના લોટ ની જગ્યા એ પૌંઆ કે કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી શકો છો.
  • ટિક્કી ને સેલો ફ્રાય ની જગ્યાએ ડીપ ફ્રાય કરી શકો છો.

Aloo chole tikki chat banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Shyam Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Aloo chole tikki chat recipe in gujarati

આલુ છોલે ટિક્કી ચાટ - Aloo chole tikki chat - આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત - Aloo chole tikki chat banavani rit - Aloo chole tikki chat recipe in gujarati

આલુ છોલે ટિક્કી ચાટ | Aloo chole tikki chat | આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo chole tikki chat banavani rit

આપણે ઘરે આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત – Aloo chole tikki chat banavani rit શીખીશું.આજે આપણે એક દમ બજારમાં ઠેલા માં મળતી આલું છોલે ટિક્કી બનાવતા શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Aloo chole tikki chat recipe in gujarati શીખીએ.
3.75 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

છોલે બનાવવાની સામગ્રી

  • 1 કપ પલાળેલા કાબુલી ચણા
  • 2 કપ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી આદુ લસણ અને મરચાં ની પેસ્ટ
  • 1 ડુંગળી ની પેસ્ટ
  • 1 ચમચી ધાણા પાવડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ટામેટા ની પ્યુરી
  • ½ કપ પાણી
  • 1 ચમચી છોલે મસાલા
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

ટિક્કી બનાવવા માટેની સામગ્રી

  • 5 બાફેલા બટેટા
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ચાટ મસાલો
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 5 ચમચી ચોખાનો લોટ

ગાર્નિશ કરવા માટેની સામગ્રી

  • દહી
  • ગ્રીન ચટણી
  • આમલી ની ચટણી
  • ઝીણી સુધારેલી ડુંગળી
  • ઝીણા સુધારેલા ટામેટા
  • સંચળ પાવડર
  • જીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • બારીક સેવ

Instructions

છોલે બનાવવા માટેની રીત

  • છોલે બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલા કાબુલી ચણા ને એક કુકર માં નાખો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે કુકર ને બંધ કરીને ગેસ પર રાખી દયો. હવે છ થી સાતસીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં રાઈ નાખો. હવે તેમાં આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  •  તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેલ છૂટી થાય ત્યાં સુધી ડુંગળી ને સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ધાણા પાવડર, હળદર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં બાફી ને રાખેલ ચણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં છોલે મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ થી છ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધકરી દયો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી છોલે.

ટિક્કી બનાવવાની રીત

  • ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં બાફેલા બટેટા ને એક બાઉલ માં ગ્રેટ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર,હળદર, ચાટ મસાલો, ગરમ મસાલો,સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ઝીણા સુધારેલા લીલાં ધાણા અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં ચોખા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ થીમિશ્રણ તૈયાર થઈ ગયું હસે. હવે તેમાંથી થોડુ મિશ્રણ લઈ ટિક્કીનો સેપ આપો. હવે તેને એક પ્લેટ માં રાખી દયો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાંટિક્કી રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીસેલો ફ્રાય કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.હવે તૈયાર છે આપણી ટેસ્ટી ટિક્કી.

આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત

  • આલુ છોલે ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં એક પ્લેટ માં છોલે નાખો. હવે તેની ઉપર બે થી ત્રણ ટિક્કી રાખો. હવે તેની ઉપર ફરી થી છોલે નાખો.
  • તેની ઉપર દહી, ગ્રીન ચટણી,આમલી ની ચટણી, ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો.
  • તેની ઉપર જીરું પાવડર, સંચળ પાવડર અને લાલ મરચું પાવડર છાંટો. હવે તેની ઉપરબારીક સેવ નાખો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી આલું છોલે ટિક્કી ચાટ.હવે ગરમા ગરમ તેને ખાવાનો આનંદ માણો.

Aloo chole tikki chat recipe notes

  • ટીક્કી માં ચોખા ના લોટ ની જગ્યા એ પૌંઆ કે કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી શકો છો.
  • ટિક્કી ને સેલો ફ્રાય ની જગ્યાએ ડીપ ફ્રાય કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દાલ મૂઠ ચાટ બનાવવાની રીત | Daal muth chaat banavani rit

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

દાલ મૂઠ ચાટ બનાવવાની રીત | Daal muth chaat banavani rit

આજે આપણે ઘરે દાલ મૂઠ ચાટ બનાવવાની રીત – Daal muth chaat banavani rit શીખીશું. હાઈ પ્રોટીન થી ભરપુર આ ચાટ ને તમે સલાડ ના રૂપ માં ખાઈ શકો છો , If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube , અને સવાર ના હેલ્થી નાસ્તા ના રૂપ માં પણ ખાઈ શકો છો. આ ચાટ ને મૂઠ ને અંકુરિત કરી ને બનાવવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક હસતા હસતા ખાઈ લે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Daal muth chaat recipe in gujarati શીખીએ.

દાલ મૂઠ ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • મૂઠ 1 કપ
  • હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બાફેલા બટેટા 1
  • ઝીણી સુધારેલી ખીરા 1
  • ઝીણા સુધારેલા ટામેટા 1
  • દાડમ ના દાણા 2 -3 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • આમચૂર પાવડર ¼ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ચાટ મસાલો ½ ચમચી
  • સંચળ પાવડર ¼ ચમચી
  • નીંબુ નો રસ 1 ચમચી

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આમચૂર પાવડર 2 ચમચી
  • મરી પાવડર ½ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • જીરું પાવડર ½ ચમચી
  • પાણી 1 કપ

મૂઠ ને અંકુરિત કરવા માટેની રીત

મૂઠ ને અંકુરિત કરવા માટે સૌથી પહેલાં મૂઠ ને ત્રણ થી ચાર કલાક માટે પલાળી ને રાખી લ્યો. ત્યાર બાદ તેને પાણી માંથી કાઢી ને એક કોટન ના કપડાં માં રાખી ને તેની પોટલી બાંધી લ્યો. હવે આ પોટલી ને પાણી મા ડીપ કરી ને પલાળી લ્યો.

હવે તેને એક જગ્યાએ લટકાવી દયો. હવે થોડી થોડી વારે તેમાં પાણી છાંટતા રેહવુ. આવી રીતે બે દિવસ સુધી રેહવાં દેવું ત્યાર બાદ પોટલી ખોલવી. આપણા મૂઠ સરસ થી અંકુર થઈ ગયા હશે.

ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઇ માં આમચૂર પાવડર નાખો. હવે તેમાં મરી પાવડર, ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, જીરું પાવડર અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે આ કઢાઇ ને ગેસ પર મૂકો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવતા રહો. થોડી જ વારમાં ચટણી સરસ થી ઘટ થઈ જશે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને ચટણી ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી આમચૂર ની ચટણી.

દાલ મૂઠ ચાટ બનાવવાની રીત

દાલ મૂઠ ચાટ બનાવવા માટે સૌથી પહેલાં અંકુરિત મૂઠ ને એક તપેલી માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં ચપટી એક મીઠું અને ચપટી એક હળદર નાખો. હવે તેને ગેસ પર મૂકી દયો. હવે મૂઠ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ તેને પાણી માંથી કાઢી લ્યો.

હવે એક બાઉલ માં મૂઠ નાખો. હવે તેમાં બાફેલા બટેટા ના નાના ટુકડા કરીને નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ખીરા, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલા લીલાં મરચા, દાડમ ના દાણા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર, સંચળ પાવડર અને નીબું નો રસ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં બનાવી ને રાખેલી આમચૂર ની ચટણી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી દાલ મૂઠ ની ચાટ.

Daal muth chaat recipe notes

  • આમચૂર ની ચટણી તમે વધારે બનાવી ને સ્ટોર કરી ને રાખી શકો છો.

Daal muth chaat banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Kunal Kapur

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Daal muth chaat recipe in gujarati

દાલ મૂઠ ચાટ - Daal muth chaat - દાલ મૂઠ ચાટ બનાવવાની રીત - Daal muth chaat banavani rit - Daal muth chaat recipe in gujarati

દાલ મૂઠ ચાટ | Daal muth chaat | દાલ મૂઠ ચાટ બનાવવાની રીત | Daal muth chaat banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે દાલમૂઠ ચાટ બનાવવાનીરીત – Daal muth chaat banavani rit શીખીશું. હાઈ પ્રોટીન થી ભરપુર આ ચાટ ને તમે સલાડ ના રૂપ માં ખાઈ શકો છો ,અને સવારના હેલ્થી નાસ્તા ના રૂપ માં પણ ખાઈ શકો છો. આ ચાટ ને મૂઠ નેઅંકુરિત કરી ને બનાવવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અનેબનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક હસતા હસતાખાઈ લે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Daal muth chaat recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દાલ મૂઠ ચાટ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મૂઠ 1
  • હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 બાફેલા બટેટા
  • 1 ઝીણી સુધારેલી ખીરા
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • 2 -3 ચમચી દાડમ ના દાણા
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ¼ ચમચી આમચૂર પાવડર
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી ચાટ મસાલો
  • ¼ ચમચી સંચળ પાવડર
  • 1 ચમચી નીંબુનો રસ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 2 ચમચી આમચૂર પાવડર
  • ½ ચમચી મરી પાવડર
  • 2 ચમચી ખાંડ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી જીરું પાવડર
  • 1 કપ પાણી

Instructions

મૂઠ ને અંકુરિત કરવા માટેની રીત

  • મૂઠ ને અંકુરિત કરવા માટે સૌથી પહેલાં મૂઠ ને ત્રણ થી ચાર કલાક માટે પલાળી ને રાખી લ્યો. ત્યાર બાદ તેને પાણી માંથીકાઢી ને એક કોટન ના કપડાં માં રાખી ને તેની પોટલી બાંધી લ્યો. હવે આ પોટલી ને પાણી મા ડીપ કરી ને પલાળી લ્યો.
  • હવે તેને એક જગ્યાએ લટકાવી દયો. હવે થોડી થોડી વારે તેમાં પાણી છાંટતા રેહવુ. આવી રીતેબે દિવસ સુધી રેહવાં દેવું ત્યાર બાદ પોટલી ખોલવી. આપણા મૂઠ સરસથી અંકુર થઈ ગયા હશે.

ચટણી બનાવવા માટેની રીત

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઇ માં આમચૂર પાવડર નાખો. હવે તેમાં મરી પાવડર,ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, જીરું પાવડર અને પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે આ કઢાઇ ને ગેસ પર મૂકો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી હલાવતા રહો. થોડી જવારમાં ચટણી સરસ થી ઘટ થઈ જશે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અનેચટણી ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી આમચૂરની ચટણી.

દાલ મૂઠ ચાટ બનાવવાની રીત

  • દાલમૂઠ ચાટ બનાવવા માટે સૌથી પહેલાં અંકુરિત મૂઠ ને એક તપેલી માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં ચપટી એક મીઠું અને ચપટી એક હળદર નાખો.હવે તેને ગેસ પર મૂકી દયો. હવે મૂઠ થોડા સોફ્ટથાય ત્યાં સુધી તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યારબાદ તેને પાણી માંથી કાઢી લ્યો.
  • હવે એક બાઉલ માં મૂઠ નાખો. હવે તેમાં બાફેલા બટેટા ના નાના ટુકડા કરીને નાખો. હવેતેમાં ઝીણી સુધારેલી ખીરા, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણા સુધારેલા લીલાં મરચા, દાડમ ના દાણા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, આમચૂર પાવડર, સંચળ પાવડરઅને નીબું નો રસ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
  • તેમાં બનાવી ને રાખેલી આમચૂર ની ચટણી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થીતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટીઅને હેલ્ધી દાલ મૂઠ ની ચાટ.

Daal muth chaat recipe notes

  • આમચૂર ની ચટણી તમે વધારે બનાવી ને સ્ટોર કરીને રાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | tomato sauce recipe in gujarati

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | besan bateta na gathiya banavani rit | besan bateta na gathiya recipe in gujarati

જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત | Juvar methi ni Thalipeeth banavani rit

ઘરે જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત – Juvar methi ni Thalipeeth banavani rit શીખીશું. જુવાર મેથી થાલી પીઠ એટલે જુવાર ના લોટ માં લીલી મેથી નાખી ને તેના પરાઠા બનાવવામાં આવે છે, If you like the recipe do subscribe  Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , ઠંડી ની ઋતુ માં લીલી મેથી ખૂબ સરસ મળતી હોય છે. અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સરસ છે. જુવાર મેથી થાલી પીઠ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Juvar methi Thalipeeth recipe in gujarati શીખીએ.

જુવાર મેથી ની થાલી પીઠ બનાવવા જરૂરી સામગ્રી

  • લીલી મેથી 1 બંચ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • જુવાર નો લોટ 1 ½ ચમચી
  • પાણી ½ કપ

જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત

જુવાર મેથી થાલી પીઠ બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ઝીણી સુધારી લ્યો.

એક બાઉલમાં મેથી નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર અને જુવાર નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું પાણી છાંટો. હવે ગૂંથેલા લોટ માંથી એક લુવો બનાવી તેને તવી ઉપર મૂકો. હવે હાથ ને પાણી વાળો કરીને લુવા ને તવી ઉપર જ પ્રેસ કરીને રાઉન્ડ સેપ આપો અને શેકી લો.

Juvar methi ni Thalipeeth banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Juvar methi Thalipeeth recipe in gujarati

જુવાર મેથી ની થાલી પીઠ - Juvar methi ni Thalipeeth - જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત - Juvar methi ni Thalipeeth banavani rit - Juvar methi Thalipeeth recipe in gujarati

જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત | Juvar methi ni Thalipeeth banavani rit

 ઘરે જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત – Juvar methi ni Thalipeeth banavani rit શીખીશું. જુવાર મેથી થાલી પીઠ એટલે જુવાર ના લોટ માં લીલી મેથી નાખી ને તેના પરાઠા બનાવવામાંઆવે છે, ઠંડી ની ઋતુ માં લીલી મેથી ખૂબસરસ મળતી હોય છે. અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સરસ છે.જુવાર મેથી થાલી પીઠ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Juvar methi Thalipeeth recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

જુવાર મેથી ની થાલી પીઠ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 બંચ લીલી મેથી
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • ¼ ચમચી હળદર
  • ચમચી જુવાર નો લોટ
  • ½ કપ પાણી

Instructions

જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત | Juvar methi ni Thalipeeth banavani rit

  • જુવાર મેથી થાલી પીઠ બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ઝીણીસુધારી લ્યો.
  • એક બાઉલમાં મેથી નાખો. હવે તેમાં ઝીણીસુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદરઅને જુવાર નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.
  • ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું પાણી છાંટો. હવે ગૂંથેલા લોટ માંથી એકલુવો બનાવી તેને તવી ઉપર મૂકો. હવે હાથ ને પાણી વાળો કરીને લુવાને તવી ઉપર જ પ્રેસ કરીને રાઉન્ડ સેપ આપો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી | Gujarati undhiyu banavani recipe

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | સાત ધાન ની ખીચડી બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan khichdi recipe in gujarati | saat dhan no khichdo in gujarati | ખીચડો બનાવવાની રીત

લીલા ચણાનું શાક બનાવવાની રીત | lila chana nu shaak banavani rit | green chana nu shaak recipe in gujarati