Home Blog Page 57

Masala chanadaal recipe : મસાલા ચણાદાળ બનાવવાની રીત

નમસ્તે આપણે બધા ને બજારમાં મળતી અલગ અલગ ક્રિસ્પી ને ટેસ્ટી મસાલા ચણાદાળ પસંદ આવતી હોય છે પણ એ કેવા તેલમાં તરેલી હોય એ આપણે ખબર નથી હોતી એટલે બજાર ની દાળ વધુ નથી ખાતા પણ જો બજાર જેવી જ મસાલા દાળ ઘરે સાફ તેલમાં તૈયાર કરેલી અને મહિના સુંધી ખાઈ શકાય એવી ટેસ્ટી અને ક્રિસ્પી Masala chanadaal banavani rit બનાવતા શીખીશું.

મસાલા ચણાદાળ માટે ની સામગ્રી

  • ચણાદાળ  1 કપ
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • મીઠા લીમડા ના પાંદ 15-20
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

બીજો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • વરિયાળી 1 ચમચી
  • ખસખસ 1-2 ચમચી
  • સુકાવેલ ફુદીના નો પાઉડર 2-3 ચમચી
  • ખાંડ 1 ચમચી

Masala chanadaal banavani rit

મસાલા ચણાદાળ બનાવવા ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા બે ગ્લાસ પાણી નાખી ને દાળ પલાળી લ્યો દાળ ને પલાડતી વખતે એમાં એક થી બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ કલાક પલાળી લેવી. પાંચ કલાક પછી પલાળેલી દાળ ને ઘસી ઘસી ને ચાર પાંચ પાણી થી બરોબર ધોઇ લ્યો અને ત્યાર બાદ સાફ કપડા પર છૂટી છૂટી પંખા નીચે સૂકવી લ્યો.

મસાલો બનાવવા માટેની રીત

દાળ પર છાંટવા માટેનો મસાલો બનાવવા મિક્સર જાર માં ચાર્ટ મસાલો, મરી પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો

બીજો મસાલો બનાવવા માટેની રીત

ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં વરિયાળી અને ખસખસ ને શેકી લ્યો અને ત્યાર બાદ ફુદીના ના પાંદ ને કડાઈમાં નાખી મિક્સ કરી ગેસ બંધ કરી થોડી વાર હલાવી લ્યો અને થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે ખાંડ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં ચણાદાળ નાખી દાળ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ બીજા ઝારા કે ટિસ્યુ પેપર પર કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો. આમ દરેક વખતે પહેલે તેલ ફૂલ ગરમ કરી લીધા બાદ જ એમાં થોડી થોડી કરી બધી જ દાળ ને તરી લ્યો અને દાળ ને કાઢ્યા પછી એના પર થોડો થોડો તૈયાર કરેલ મસાલો પણ છાંટો.

છેલ્લે એમાં સૂકા મીઠા લીમડા ના પાંદ ને ગરમ તેલમાં નાખી તરી ને તરેલી દાળ પર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. અને દાળ બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મસાલા ચણાદાળ.

Masala chanadaal notes

  • અહી તમે બેકિંગ સોડા નાખ્યા વગર પણ દાળ પલાળી ને તરી શકો છો પણ એક બે ચપટી બેકિંગ સોડા નાખશો તો દાળ તરી લીધા બાદ ઉપર થી ક્રીપી અને અંદર થી સોફ્ટ બનશે.
  • તમને બને મસાલા એક સાથે ના નાખવા હોય તો બને અલગ અલગ પણ નાખી શકો છો.
  • દાળ ને પંખા નીચે કોરી કરવાની છે બિલકુલ સૂકવી નથી નાખવાની.
  • જો ઠંડા તેલમાં દાળ ને તરી લેશો તો દાળ માં તેલ તેલ લાગશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મસાલા ચણાદાળ બનાવવાની રેસીપી

મસાલા ચણાદાળ - Masala chanadaal - મસાલા ચણાદાળ બનાવવાની રેસીપી - Masala chanadaal banavani rit

Masala chanadaal banavani rit

નમસ્તે આપણે બધા ને બજારમાં મળતી અલગ અલગ ક્રિસ્પી નેટેસ્ટી મસાલા ચણાદાળ પસંદ આવતી હોય છે પણ એ કેવા તેલમાં તરેલી હોય એ આપણે ખબર નથી હોતીએટલે બજાર ની દાળ વધુ નથી ખાતા પણ જો બજાર જેવી જ મસાલા દાળ ઘરે સાફ તેલમાં તૈયાર કરેલીઅને મહિના સુંધી ખાઈ શકાય એવી ટેસ્ટી અને ક્રિસ્પી Masala chanadaal banavani rit બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 50 minutes
Servings: 300 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારા

Ingredients

મસાલા ચણાદાળ માટે ની સામગ્રી

  • 1 કપ ચણાદાળ
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • 15-20 મીઠા લીમડા ના પાંદ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી સંચળ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું

બીજો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી વરિયાળી
  • 1-2 ચમચી ખસખસ
  • 2-3 ચમચી સુકાવેલ ફુદીના નો પાઉડર
  • 1 ચમચી ખાંડ

Instructions

Masala chanadaal banavani rit

  • મસાલા ચણાદાળ બનાવવા ચણાદાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બીજા બે ગ્લાસ પાણી નાખી ને દાળ પલાળી લ્યો દાળ ને પલાડતી વખતે એમાં એક થી બે ચપટી બેકિંગ સોડા નાખી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ કલાક પલાળી લેવી. પાંચ કલાક પછી પલાળેલી દાળ ને ઘસી ઘસી ને ચાર પાંચ પાણી થી બરોબર ધોઇ લ્યો અને ત્યાર બાદ સાફ કપડા પર છૂટી છૂટી પંખા નીચે સૂકવી લ્યો.

મસાલો બનાવવા માટેની રીત

  • દાળ પર છાંટવા માટેનો મસાલો બનાવવા મિક્સર જાર માં ચાર્ટ મસાલો, મરી પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, હળદર, લાલ મરચાનો પાઉડર અને મીઠું નાખી જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને એક વાટકામાં કાઢી લ્યો

બીજો મસાલો બનાવવા માટેની રીત

  • ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં વરિયાળી અને ખસખસ ને શેકી લ્યો અને ત્યાર બાદ ફુદીના ના પાંદ ને કડાઈમાં નાખી મિક્સ કરી ગેસ બંધ કરી થોડી વાર હલાવી લ્યો અને થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી સાથે ખાંડ નાખી પીસી પાઉડર બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં ચણાદાળ નાખી દાળ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ બીજા ઝારા કે ટિસ્યુ પેપર પર કાઢી લ્યો અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો. આમ દરેક વખતે પહેલે તેલ ફૂલ ગરમ કરી લીધા બાદ જ એમાં થોડી થોડી કરી બધી જ દાળ ને તરી લ્યો અને દાળ ને કાઢ્યા પછી એના પર થોડો થોડો તૈયાર કરેલ મસાલો પણ છાંટો.
  • છેલ્લે એમાં સૂકા મીઠા લીમડા ના પાંદ ને ગરમ તેલમાં નાખી તરી ને તરેલી દાળ પર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. અને દાળ બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો મસાલા ચણાદાળ.

Masala chanadaal notes

  • અહી તમે બેકિંગ સોડા નાખ્યા વગર પણ દાળ પલાળી ને તરી શકો છો પણ એક બે ચપટી બેકિંગ સોડા નાખશો તો દાળ તરી લીધા બાદ ઉપર થી ક્રીપી અને અંદર થી સોફ્ટ બનશે.
  • તમને બને મસાલા એક સાથે ના નાખવા હોય તો બને અલગ અલગ પણ નાખી શકો છો.
  • દાળ ને પંખા નીચે કોરી કરવાની છે બિલકુલ સૂકવી નથી નાખવાની.
  • જો ઠંડા તેલમાં દાળ ને તરી લેશો તો દાળ માં તેલ તેલ લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Advi took recipe : અડવી ટુક બનાવવાની રેસીપી

આપણે અડવી ટુક બનાવવાની રીત શીખીશું. આ અડવી એ રાધા જી ને ખૂબ. પ્રિય છે તેથી આ રાધા અષ્ટમી પર રાધા જી ને ભોગમાં અડવી ટુક બનાવી ધરાવી શકો છો. આ અડવી એ એક કંદમૂળ છે અને જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને જેટલા સ્વાદિષ્ટ છે એટલા જ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે તો ચાલો Advi took banavani rit શીખીએ.

અડવી ટુક બનાવવા જરૂરી સામગ્રી

  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • અડવી 500
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Advi took banavani rit

અડવી ટુક બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો અને સાફ કરેલી અડવી માં કાંટા ચમચી થી કાણા કરી ચારણીમાં મૂકતા જાઓ. હવે ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એના પર ચારણી મૂકી ઢાંકણ બંધ કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો.

અડવી ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો. અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ અડવી નાખી ને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. તારેલી અડવી ને ઝારા થી બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ વાટકા કે થાળી થી એક એક તરેલી અડવી ને દબાવી લ્યો.

હવે એક થાળીમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, સંચળ, મરી પાઉડર, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ  નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દબાયેલી અડવી ને તૈયાર મસાલા માં બધી બાજુ મસાલો લાગે એમ મસાલા થી કોટિંગ કરી લ્યો.

આમ બધી અડવી ને મસાલા થી કોટિગ કરી લીધા બાદ એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મસાલા થી કોટિંગ અડવી મૂકો અને બચેલો મસાલો એના પર નાખી બને બાજુ શેકી લ્યો. મસાલા સાથે કોટિંગ અડવી તૈયાર છે તો મજા લ્યો અડવી ટુક.

recipe notes

  • અહી મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

અડવી ટુક બનાવવાની રીત

અડવી ટુક - Advi took - અડવી ટુક બનાવવાની રીત - Advi took banavani rit

Advi took banavani rit

આપણે અડવી ટુક બનાવવાની રીત શીખીશું. આ અડવી એ રાધા જી ને ખૂબ. પ્રિય છે તેથી આ રાધા અષ્ટમીપર રાધા જી ને ભોગમાં અડવી ટુક બનાવી ધરાવી શકો છો. આ અડવી એએક કંદમૂળ છે અને જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અને જેટલા સ્વાદિષ્ટ છે એટલા જ સ્વાસ્થ્યમાટે પણ ગુણકારી છે તો ચાલો Advi took banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું
  • 1 કડાઇ

Ingredients

અડવી ટુક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 500 અડવી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી સંચળ
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Advi took banavani rit

  • અડવી ટુક બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો અને સાફ કરેલી અડવી માં કાંટા ચમચી થી કાણા કરી ચારણીમાં મૂકતા જાઓ. હવે ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એના પર ચારણી મૂકી ઢાંકણ બંધ કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ચારણી બહાર કાઢી લ્યો.
  • અડવી ને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ એની છાલ ઉતારી લ્યો. અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ અડવી નાખી ને લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તરી લ્યો. તારેલી અડવી ને ઝારા થી બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ વાટકા કે થાળી થી એક એક તરેલી અડવી ને દબાવી લ્યો.
  • હવે એક થાળીમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, ચીલી ફ્લેક્સ, આમચૂર પાઉડર, સંચળ, મરી પાઉડર, ગરમ મસાલો અને મીઠું સ્વાદ મુજબ નાખો બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ દબાયેલી અડવી ને તૈયાર મસાલા માં બધી બાજુ મસાલો લાગે એમ મસાલા થી કોટિંગ કરી લ્યો.
  • આમ બધી અડવી ને મસાલા થી કોટિગ કરી લીધા બાદ એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં મસાલા થી કોટિંગ અડવી મૂકો અને બચેલો મસાલો એના પર નાખી બને બાજુ શેકી લ્યો. મસાલા સાથે કોટિંગ અડવી તૈયાર છે તો મજા લ્યો અડવી ટુક.

Advi took recipe notes

  • અહી મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

besan sev recipe : બેસન ની સેવ ની રેસીપી

ગુજરાત ના દરેક ફરસાણ માં બેસન નો ખુબ સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે અને હવે તો બધે જ બેસન અને બેસન માંથી બનેલી વાનગીઓ ખૂબ ખવાય છે અને બેસન માંથી બનતી સેવ, ગાંઠિયા, બરફી, લાડુ વગેરે બનાવવામાં આવે છે અને આ બેસન સ્વાસ્થ્ય માટે પણ એટલો જ સારો માનવામાં આવે છે તો ચાલો  besan ni sev banavani rit – બેસન સેવ બનાવવાની રીત શીખીએ.

સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 1 ½ કપ
  • હિંગ ¼ ચમચી
  • હળદર ⅛ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

besan ni sev banavani rit

બેસન સેવ બનાવવા સૌપ્રથમ બેસન ને કથરોટ માં ચારણી થી ચાળી લ્યો અને એમાં હળદર, હિંગ, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં થોડું થોડું પાણી નાખી ને મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સેવ મશીન માં તેલ લગાવી ને ગ્રીસ કરી લ્યો અને જેવી સેવ જોઈએ એવી જારી લગાવી લ્યો અને ત્યાર બાદ એમાં બાંધેલા લોટ ને નાખી બંધ કરી લ્યો.

હવે તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલી સેવ સમાય એટલી સેવ સેવમશીન ફેરવી ને ગરમ તેલ માં નાખો. હવે એક મિનિટ એમજ સેવ ને રહેવા દયો અને એક મિનિટ પછી ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો.

આમ બધા લોટ માંથી સેવ બનાવી તૈયાર કરી લ્યો અને તૈયાર સેવ ને ઠંડી થવા દયો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે બેસન સેવ.

besan ni sev recipe notes

  • સેવ બનાવવા માટે તેલ વધારે ના નાખવું નહિતર સેવ માં તેલ તેલ લાગશે.
  • મીઠા નું પ્રમાણ થોડું ઓછું રાખવું નહિતર સેવ ખારી થઈ જશે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બેસન ની સેવ બનાવવાની રીત

besan sev recipe - બેસન ની સેવ - besan ni sev banavani reet - besan ni sev banavani rit - બેસન ની સેવ બનાવવાની રીત

besan ni sev banavani rit

ગુજરાત ના દરેક ફરસાણ માં બેસન નો ખુબ સારા પ્રમાણ માંઉપયોગ થાય છે અને હવે તો બધે જ બેસન અને બેસન માંથી બનેલી વાનગીઓ ખૂબ ખવાય છે અને બેસનમાંથી બનતી સેવ, ગાંઠિયા, બરફી, લાડુ વગેરેબનાવવામાં આવે છે અને આ બેસન સ્વાસ્થ્ય માટે પણ એટલો જ સારો માનવામાં આવે છે તો ચાલો besan ni sev banavani rit – બેસન સેવ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 300 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ બેસન
  • ¼ ચમચી હિંગ
  • ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

Instructions

besan ni sev banavani rit

  • બેસન સેવ બનાવવા સૌપ્રથમ બેસન ને કથરોટ માં ચારણી થી ચાળી લ્યો અને એમાં હળદર, હિંગ, એક ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે એમાં થોડું થોડું પાણી નાખી ને મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો અને ઢાંકી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં સેવ મશીન માં તેલ લગાવી ને ગ્રીસ કરી લ્યો અને જેવી સેવ જોઈએ એવી જારી લગાવી લ્યો અને ત્યાર બાદ એમાં બાંધેલા લોટ ને નાખી બંધ કરી લ્યો.
  • હવે તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલી સેવ સમાય એટલી સેવ સેવમશીન ફેરવી ને ગરમ તેલ માં નાખો. હવે એક મિનિટ એમજ સેવ ને રહેવા દયો અને એક મિનિટ પછી ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ એક મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો. આમ બધા લોટ માંથી સેવ બનાવી તૈયાર કરી લ્યો અને તૈયાર સેવ ને ઠંડી થવા દયો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે બેસન સેવ.

besan ni sev recipe notes

  • સેવ બનાવવા માટે તેલ વધારે ના નાખવું નહિતર સેવ માં તેલ તેલ લાગશે.
  • મીઠા નું પ્રમાણ થોડું ઓછું રાખવું નહિતર સેવ ખારી થઈ જશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સામા ની ખીર અને સામા ની પૂરી ની રેસીપી : Sama ni kheer ane sama ni puri recipe

નમસ્તે મિત્રો આજે આપણે સામા ની ખીર અને સામા ની પૂરી બનાવવાની રીત શીખીશું. આ સામાપાંચમ પર આ રીતે કરો સામા ની ખીર અને સામા ની પૂરી બનાવી ને વ્રત ની ઉજવણી કરી શકો છો તો ચાલો Sama ni kheer ane sama ni puri recipe શીખીએ.

સામા ની ખીર બનાવવા માટેની સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
  • સામો ¼ કપ
  • ખાંડ ¼ કપ
  • કેસર ના તાંતણા 10-12
  • કાજુ ના કટકા 2 ચમચી
  • બદામ ના કટકા 2 ચમચી
  • પિસ્તા ના કટકા 2 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી

સામા ની પૂરી બનાવવા માટેની સામગ્રી

  • સામો 1 કપ
  • મરી પાઉડર ¼ ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Sama ni kheer ane sama ni puri recipe

સામા ની ખીર અને સામા ની પૂરી બનાવવા સૌપ્રથમ આપણે ખીર બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ પૂરી બનાવી તૈયાર કરી લેશું.

સામા ની ખીર બનાવવાની રીત | Sama ni kheer ni recipe

સામા ની ખીર બનાવવા સૌથી પહેલા સામા ને એકાદ બે વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી પલાળી મૂકો. સામા ને પલાળવા મૂકી ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી દૂધ ને ઉકાળો. દૂધ ઉકળે એટલે કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સામા નું પાણી નિતારી ઉકળતા દૂધ માં નાખો.

સામા ને નાખ્યા બાદ ચમચા થી દૂધ ને થોડી વાર હલાવતા રહો જેથી સામો તરિયમાં ચોંટે નહિ. સામો દૂધ સાથે પાંચ સાત મિનિટ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળે એટલે એમાં કાજુના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા અને એલચી પાઉડર નાખી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. તો તૈયાર છે સામા ની ખીર.

સામા ની પૂરી બનાવવાની રીત | Sama ni puri ni recipe

સામા ની પૂરી બનાવવા સૌપ્રથમ સામા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી દસ પંદર મિનિટ પલાળી લેશું. પંદર મિનિટ પછી સામા  નું પાણી નિતારી ને મિક્સર જારમાં નાખી ઢાંકણ બંધ કરો અને પીસી લ્યો. જો પીસવા માટે જરૂર પડે તો બે ચમચી પાણી નાખો પીસી સમુથ બનાવી લ્યો.

ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો અને ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ સામા નું મિશ્રણ નાખી સાથે ફરાળી મીઠું નાખી મિક્સ કરતા જઈ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ મૂકે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.

મિશ્રણ ઠંડુ થાય એટલે એક ચમચી ઘી લગાવી ને મસળી લ્યો અને ત્યાર  બાદ એમાંથી લુવા બનાવી લ્યો અને પ્લાસ્ટિક પર તેલ કે ઘી લગાવી વચ્ચે લુવો મૂકો અને ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી થાળી થી થોડી દબાવી લ્યો અને પૂરી તૈયાર કરી અલગ અલગ મૂકો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પૂરી નાખો અને પૂરી ને થોડી દબાવી ફુલાવી લ્યો અને બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી પૂરી વણી અને તરી લ્યો. અને તૈયાર સામા ની ખીર અને સામા નું પૂરી નો મજા લ્યો.

Sama ni kheer ane puri recipe notes

  • ખીર માં ડ્રાય ફ્રુટ અને ખાંડ તમારી પસંદ મુજબ નાખવા.
  • પૂરી ના લોટ માં આદુ મરચા ખાતા હો તો એની પણ પેસ્ટ નાખવી.
  • જો તમે સામાપચામ માં મીઠું ના ખાતા હોતો ના નાખવું.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સામા ની ખીર અને સામા ની પૂરી ની રેસીપી

સામા ની ખીર અને સામા ની પૂરી - Sama ni kheer ane sama ni puri - સામા ની ખીર અને સામા ની પૂરી ની રેસીપી - Sama ni kheer ane sama ni puri recipe

Sama ni kheer ane sama ni puri recipe

નમસ્તે મિત્રો આજે આપણે સામા ની ખીર અને સામા ની પૂરીબનાવવાની રીત શીખીશું. આ સામાપાંચમ પર આ રીતે કરો સામા ની ખીરઅને સામા ની પૂરી બનાવી ને વ્રત ની ઉજવણી કરી શકો છો તો ચાલો Sama ni kheer ane sama ni puri recipe શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 પ્લાસ્ટિક

Ingredients

સામા ની ખીર બનાવવા માટેની સામગ્રી

  • 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
  • ¼ કપ સામો
  • ¼ કપ ખાંડ
  • 10-12 કેસર ના તાંતણા
  • 2 ચમચી કાજુ ના કટકા
  • 2 ચમચી બદામ ના કટકા
  • 2 ચમચી પિસ્તા ના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર

સામા ની પૂરી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ સામો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

Instructions

સામા ની ખીર બનાવવાની રીત | Sama ni kheer ni recipe

  • સામા ની ખીર બનાવવા સૌથી પહેલા સામા ને એકાદ બે વખત પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી નાખી પલાળી મૂકો. સામા ને પલાળવા મૂકી ગેસ પર એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી દૂધ ને ઉકાળો. દૂધ ઉકળે એટલે કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સામા નું પાણી નિતારી ઉકળતા દૂધ માં નાખો.
  • સામા ને નાખ્યા બાદ ચમચા થી દૂધ ને થોડી વાર હલાવતા રહો જેથી સામો તરિયમાં ચોંટે નહિ. સામો દૂધ સાથે પાંચ સાત મિનિટ બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ખાંડ ઓગળે એટલે એમાં કાજુના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા અને એલચી પાઉડર નાખી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. તો તૈયાર છે સામા ની ખીર.

સામા ની પૂરી બનાવવાની રીત | Sama ni puri ni recipe

  • સામા ની પૂરી બનાવવા સૌપ્રથમ સામા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી દસ પંદર મિનિટ પલાળી લેશું. પંદર મિનિટ પછી સામા નું પાણી નિતારી ને મિક્સર જારમાં નાખી ઢાંકણ બંધ કરો અને પીસી લ્યો. જો પીસવા માટે જરૂર પડે તો બે ચમચી પાણી નાખો પીસી સમુથ બનાવી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો અને ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ સામા નું મિશ્રણ નાખી સાથે ફરાળી મીઠું નાખી મિક્સ કરતા જઈ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ મૂકે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે એક ચમચી ઘી લગાવી ને મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી લુવા બનાવી લ્યો અને પ્લાસ્ટિક પર તેલ કે ઘી લગાવી વચ્ચે લુવો મૂકો અને ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી થાળી થી થોડી દબાવી લ્યો અને પૂરી તૈયાર કરી અલગ અલગ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ પૂરી નાખો અને પૂરી ને થોડી દબાવી ફુલાવી લ્યો અને બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો આમ થોડી થોડી કરી બધી પૂરી વણી અને તરી લ્યો. અને તૈયાર સામા ની ખીર અને સામા નું પૂરી નો મજા લ્યો.

Sama ni kheer ane puri recipe notes

  • ખીર માં ડ્રાય ફ્રુટ અને ખાંડ તમારી પસંદ મુજબ નાખવા.
  • પૂરી ના લોટ માં આદુ મરચા ખાતા હો તો એની પણ પેસ્ટ નાખવી.
  • જો તમે સામાપચામ માં મીઠું ના ખાતા હોતો ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Kantola nu bharelu shaak recipe : કંટોલા નું ભરેલું શાક

આ શાક ચોમાસા દરમ્યાન મળતા કંટોલા માંથી બને છે અને આ શાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે પણ એટલુંજ ગુણકારી માનવામાં આવે છે એટલે ચોમાસા દરમ્યાન મળતા કંટોલા નું શાક બે ચાર વખત તો ચોક્કસ બનાવી ને ખાવું જોઈએ. જો તમને કે તમારા ઘરમાં કંટોલા ના પસંદ હોય એમને આ રીતે એક વખત કંટોલા નું ભરેલું શાક બનાવી ખવરવશો તો દર વર્ષ આ Kantola nu bharelu shaak recipe બનાવવાનું કહેશે.

ભરેલું કંટોલા નું શાક ની સામગ્રી

  • સીંગદાણા ¼ કપ
  • કંટોલા 200 -300 ગ્રામ
  • ગાંઠિયા / બેસન ¼ કપ
  • સફેદ તલ 3-4 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • ગોળ / ખાંડ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

Kantola nu bharelu shaak recipe

કંટોલા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ લીલા હોય એવા કાચા કંટોલા ને પાણીમાં બોળી બરોબર ઘસી ઘસીને ને ધોઇ સાફ કરી લ્યો. હવે ચાકુથી ઉપર નીચેથી દાડી તોડી વચ્ચે ઊભો કાપો કરી વચ્ચેથી બીજ અલગ કરતા જાઓ. આમ એક એક કરી બધા કંટોલા ને કાપી લ્યો અને એક બાજુ મૂકો.

હવે મિક્સર જાર માં સીંગદાણા, ગાંઠિયા નાખી દરદરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં આદુ, લસણ અને આદુની પેસ્ટ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર લીંબુનો રસ, ખાંડ /ગોળ, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ થોડું થોડું તેલ નાખી ને મસાલો તૈયાર કરી લ્યો.

તૈયાર મસાલા ને કાપા કરેલ કંટોલામાં ભરી લ્યો. આમ એક એક કરી બધા કંટોલા ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લઈ એમાં ભરેલા કંટોલા મૂકતા જાઓ અને ઉપર થોડું મીઠું છાંટી દયો અને ગેસ ધીમો કરી ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવા દયો.

શાક ચડે ત્યારે બે ચાર મિનિટે વચ્ચે વચ્ચે શાક ને હળવા ચમચાથી હલાવતાં રહો અને શાક ને બધી બાજુથી ચડાવી લ્યો. જો ભરેલા કંટોલા ચડવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકી ને ચડાવી લ્યો. ચાકુથી ચેક કરી લ્યો કે કંટોલા બરોબર ચડી ગયા છે કે નહિ.

શાક બરોબર ચડી જાય એટલે ઉપરથી બચેલો મસાલો છાંટો અને બીજી બે મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો ભરેલા કંટોલાનું શાક.

Kantola nu bharelu shaak notes

  • અહી ગાંઠિયા માં તમે ભાવનગરી, પાપડી કે બીજા કોઈ પણ ગાંઠિયા વાપરી શકો છો.
  • ગાંઠિયા ના હોય તો શેકેલ બેસન પણ વાપરી શકો છો.
  • જો તમને મિક્સ ચેવડા માંથી મસાલો બનાવવો હોય તો ચેવડા ને પીસી ને પણ વાપરી શકો છો. ચેવડા ના મસાલા સિવાય જરૂર મસાલા નાખવા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કંટોલા નું ભરેલું શાક બનાવવાની રીત

Kantola nu bharelu shaak - કંટોલા નું ભરેલું શાક - Kantola nu bharelu shaak recipe - કંટોલા નું ભરેલું શાક બનાવવાની રીત

Kantola nu bharelu shaak recipe

આ શાક ચોમાસા દરમ્યાન મળતા કંટોલા માંથી બને છે અને આશાક ખાવામાં જેટલું સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે પણ એટલુંજ ગુણકારી માનવામાં આવેછે એટલે ચોમાસા દરમ્યાન મળતા કંટોલા નું શાક બે ચાર વખત તો ચોક્કસ બનાવી ને ખાવું જોઈએ. જો તમને કે તમારા ઘરમાં કંટોલા ના પસંદ હોય એમને આ રીતે એક વખત કંટોલા નું ભરેલું શાક બનાવી ખવરવશો તો દર વર્ષ આ Kantola nu bharelu shaak recipe બનાવવાનું કહેશે.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

કંટોલા નું ભરેલું શાક ની સામગ્રી

  • ¼ કપ સીંગદાણા
  • 200 -300 ગ્રામ કંટોલા
  • ¼ કપ ગાંઠિયા / બેસન
  • 3-4 ચમચી સફેદ તલ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ચમચી હિંગ ⅛ ચમચી
  • 1 ચમચી ગોળ / ખાંડ
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી આદુ , લસણ અને લીલા મરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

Instructions

Kantola nu bharelu shaak recipe

  • કંટોલા નું ભરેલું શાક બનાવવા સૌપ્રથમ લીલા હોય એવા કાચા કંટોલા ને પાણીમાં બોળી બરોબર ઘસી ઘસીને ને ધોઇ સાફ કરી લ્યો. હવે ચાકુથી ઉપર નીચેથી દાડી તોડી વચ્ચે ઊભો કાપો કરી વચ્ચેથી બીજ અલગ કરતા જાઓ. આમ એક એક કરી બધા કંટોલા ને કાપી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે મિક્સર જાર માં સીંગદાણા, ગાંઠિયા નાખી દરદરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો હવે એમાં આદુ, લસણ અને આદુની પેસ્ટ નાખો સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર લીંબુનો રસ, ખાંડ /ગોળ, સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ થોડું થોડું તેલ નાખી ને મસાલો તૈયાર કરી લ્યો.
  • તૈયાર મસાલા ને કાપા કરેલ કંટોલામાં ભરી લ્યો. આમ એક એક કરી બધા કંટોલા ભરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લઈ એમાં ભરેલા કંટોલા મૂકતા જાઓ અને ઉપર થોડું મીઠું છાંટી દયો અને ગેસ ધીમો કરી ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવા દયો.
  • શાક ચડે ત્યારે બે ચાર મિનિટે વચ્ચે વચ્ચે શાક ને હળવા ચમચાથી હલાવતાં રહો અને શાક ને બધી બાજુથી ચડાવી લ્યો. જો ભરેલા કંટોલા ચડવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી છાંટી ને ઢાંકી ને ચડાવી લ્યો. ચાકુથી ચેક કરી લ્યો કે કંટોલા બરોબર ચડી ગયા છે કે નહિ. શાક બરોબર ચડી જાય એટલે ઉપરથી બચેલો મસાલો છાંટો અને બીજી બે મિનિટ ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો ભરેલા કંટોલાનું શાક.

Kantola nu bharelu shaak notes

  • અહી ગાંઠિયા માં તમે ભાવનગરી, પાપડી કે બીજા કોઈ પણ ગાંઠિયા વાપરી શકો છો.
  • ગાંઠિયા ના હોય તો શેકેલ બેસન પણ વાપરી શકો છો.
  • જો તમને મિક્સ ચેવડા માંથી મસાલો બનાવવો હોય તો ચેવડા ને પીસી ને પણ વાપરી શકો છો. ચેવડા ના મસાલા સિવાય જરૂર મસાલા નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Rose gulkand modak recipe : રોઝ ગુલકંદ મોદક બનાવવાની રીત

ગણપતિ બાપા આવી રહ્યા છે અને દરેક ને બાપા ના આગમન ની રાહ હોય છે અને બધા પોત પોતાની રીતે બાપા નું સ્વાગત કરતા હોય છે ત્યારે બાપા ને ખું પસંદ છે એવા મોદક પણ આજ કાલ અલગ અલગ સ્વાદ ના બનાવી ભોગ ધરાવતા હોઈએ છીએ તો આ વખતે થોડા અલગ જ રોઝ ગુલકંદ મોદક બાપા ને ધરાવીએ તો ચાલો Rose gulkand modak banavani rit શીખીએ.

રોઝ ગુલકંદ મોદક બનાવવાની સામગ્રી

  • દૂધ 1 લીટર + ½ કપ
  • વિનેગર / લીંબુ નો રસ/ દહીં 1-2 ચમચી
  • ઘી 4-5 ચમચી
  • કાજુ 8-10
  • પિસ્તા 5-7
  • સૂકા ગુલાબની પાંખડી 1 ચમચી
  • ગુલકંદ 1-2 ચમચી
  • રોઝ સીરપ 3 ચમચી
  • મિલ્ક પાઉડર 1 કપ
  • પાણી જરૂર મુજબ

રોઝ ગુલકંદ મોદક બનાવવાની રીત

રોઝ ગુલકંદ મોદક બનાવવા સૌથી પહેલા ગેસ પર એક વાસણમાં એક લીટર દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી વાટકા માં વિનેગર / લીંબુનો રસ / દહી લઈ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે વાટકા માં રાખેલ મિશ્રણ થોડુ થોડુ નાખતા જઈ હલાવતા રહો અને દૂધ ને ફાડી લ્યો.

હવે એક ચોખા સાફ કપડા માં ફળેલા દૂધ ને નાખી પાણી અલગ કરી લ્યો અને બીજું ઠંડુ પાણી નાખી ધોઇ એમાંથી પાણી નીતરવા એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં અડધો કપ દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં રોઝ સીરપ નાખી મિક્સ કરી લ્યો.ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખો અને ગાંઠા ના પડે એમ મિક્સ કરી લ્યો.

મિલ્ક પાઉડર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ફાડી રાખેલ પનીર નાખી અને મિક્સ કરી લ્યો.મિશ્રણ ને હલાવતા રહી સમૂથ થાય અને કડાઈ મૂકવા લાગે એટલું ઘટ્ટ થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી મિક્સ કરતા રહી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે બે ચમચી ઘી નાખી મિક્સ કરી  ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.

હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ.કરી ધીમા તાપે કાજુ અને પિસ્તા ને શેકી લ્યો અને શેકેલ કાજુ પિસ્તા અલગ કાઢી લઈ એની કતરણ બનાવી લ્યો. હવે એક થાળી માં કાજુ પિસ્તાની કતરણ અને ગુલકંદ અને સૂકા ગુલાબ ની પાંદ ને બરોબર મિક્સ કરી એમાંથી જે સાઇઝ માં મોદક બનાવવા ના હોય એ સાઇઝ ના નાના લાડુ બનાવી એક બાજુ મૂકો.

પનીર વાળું મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ થી થોડું મસળી સમૂથ કરી લ્યો અને એના પણ ભાગ કરી લ્યો હવે એ ભાગ લઈ એને હથેળી વચ્ચે મસળી ને લુવો બનાવો અને કૂવાને હથેળી થી દબાવી ચપટો કરો અને વચ્ચે ગુલકંદ વાળો લાડુ મૂકી બધી બાજુ થી બરોબર પેક કરી મોદક નો આકાર આપો.

આમ એક એક કરી બધા જ  મોદક તૈયાર કરી લ્યો અને એને મનગતી ડિઝાઇન આપી દયો અને મોદક તૈયાર કરી લ્યો. અહી તમે તમારા મનગમતા મોલ્ડ માં મોદક નો આકાર આપી શકો છો. તૈયાર મોદક ને ગણપતિ બાપા ને ધરાવી બધા ને પ્રસાદી આપો. તો તૈયાર છે રોઝ ગુલકંદ મોદક.

modak recipe notes

  • અહીં સ્ટફિંગ માં તમે તમારી પસંદ નું સ્ટફિંગ બનાવી ને મૂકી શકો છો.
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rose gulkand modak banavani rit

રોઝ ગુલકંદ મોદક - Rose gulkand modak - રોઝ ગુલકંદ મોદક બનાવવાની રીત - Rose gulkand modak banavani rit

Rose gulkand modak banavani rit

ગણપતિ બાપા આવી રહ્યા છે અને દરેક ને બાપા ના આગમન નીરાહ હોય છે અને બધા પોત પોતાની રીતે બાપા નું સ્વાગત કરતા હોય છે ત્યારે બાપા ને ખુંપસંદ છે એવા મોદક પણ આજ કાલ અલગ અલગ સ્વાદ ના બનાવી ભોગ ધરાવતા હોઈએ છીએ તો આ વખતે થોડા અલગ જ રોઝ ગુલકંદ મોદક બાપા ને ધરાવીએ તો ચાલો Rose gulkand modak banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 10 નંગ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી
  • 1 પાતળું કપડું

Ingredients

રોઝ ગુલકંદ મોદક બનાવવાની સામગ્રી

  • 1 લીટર દૂધ + ½  કપ
  • 1-2 ચમચી વિનેગર / લીંબુ નો રસ/ દહીં
  • 4-5 ચમચી ઘી
  • 8-10 કાજુ
  • 5-7 પિસ્તા
  • 1 ચમચી સૂકા ગુલાબની પાંખડી
  • 1-2 ચમચી ગુલકંદ
  • 3 ચમચી રોઝ સીરપ
  • 1 કપ મિલ્ક પાઉડર
  • પાણી જરૂર મુજબ

Instructions

Rose gulkand modak banavani rit

  • રોઝ ગુલકંદ મોદક બનાવવા સૌથી પહેલા ગેસ પર એક વાસણમાં એક લીટર દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યાં સુંધી વાટકા માં વિનેગર / લીંબુનો રસ / દહી લઈ એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. દૂધ ગરમ થઇ ઉકળવા લાગે એટલે વાટકા માં રાખેલ મિશ્રણ થોડુ થોડુ નાખતા જઈ હલાવતા રહો અને દૂધ ને ફાડી લ્યો.
  • હવે એક ચોખા સાફ કપડા માં ફળેલા દૂધ ને નાખી પાણી અલગ કરી લ્યો અને બીજું ઠંડુ પાણી નાખી ધોઇ એમાંથી પાણી નીતરવા એક બાજુ મૂકો. હવે ગેસ પર કડાઈમાં અડધો કપ દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં રોઝ સીરપ નાખી મિક્સ કરી લ્યો.ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખો અને ગાંઠા ના પડે એમ મિક્સ કરી લ્યો.
  • મિલ્ક પાઉડર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં ફાડી રાખેલ પનીર નાખી અને મિક્સ કરી લ્યો.મિશ્રણ ને હલાવતા રહી સમૂથ થાય અને કડાઈ મૂકવા લાગે એટલું ઘટ્ટ થાય ત્યાં સુંધી બરોબર હલાવતા રહી મિક્સ કરતા રહી ચડાવી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે બે ચમચી ઘી નાખી મિક્સ કરી ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ.કરી ધીમા તાપે કાજુ અને પિસ્તા ને શેકી લ્યો અને શેકેલ કાજુ પિસ્તા અલગ કાઢી લઈ એની કતરણ બનાવી લ્યો. હવે એક થાળી માં કાજુ પિસ્તાની કતરણ અને ગુલકંદ અને સૂકા ગુલાબ ની પાંદ ને બરોબર મિક્સ કરી એમાંથી જે સાઇઝ માં મોદક બનાવવા ના હોય એ સાઇઝ ના નાના લાડુ બનાવી એક બાજુ મૂકો.
  • પનીર વાળું મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ થી થોડું મસળી સમૂથ કરી લ્યો અને એના પણ ભાગ કરી લ્યો હવે એ ભાગ લઈ એને હથેળી વચ્ચે મસળી ને લુવો બનાવો અને કૂવાને હથેળી થી દબાવી ચપટો કરો અને વચ્ચે ગુલકંદ વાળો લાડુ મૂકી બધી બાજુ થી બરોબર પેક કરી મોદક નો આકાર આપો.
  • આમ એક એક કરી બધા જ મોદક તૈયાર કરી લ્યો અને એને મનગતી ડિઝાઇન આપી દયો અને મોદક તૈયાર કરી લ્યો. અહી તમે તમારા મનગમતા મોલ્ડ માં મોદક નો આકાર આપી શકો છો. તૈયાર મોદક ને ગણપતિ બાપા ને ધરાવી બધા ને પ્રસાદી આપો. તો તૈયાર છે રોઝ ગુલકંદ મોદક.

modak recipe notes

  • અહીં સ્ટફિંગ માં તમે તમારી પસંદ નું સ્ટફિંગ બનાવી ને મૂકી શકો છો.
  • મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Soya chili 65 recipe : સોયા ચીલી 65 બનાવવાની રીત

આ સોયા ચીલી 65 એ એક ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તા તરીકે સાંજ ના નાસ્તામાં કે પછી કોઈ પાર્ટી માં સ્ટાટર તરીકે પણ સર્વ કરી શકો છો. તમને મંચુરિયન 65 અને ગોબી 65 ભાવતા હોય તો એક આ સોયા ચીલી 65 પણ બનાવી ટ્રાય કરવા જેવા છે તો ચાલો 65 Soya chili 65 banavani rit શીખીએ.

સોયા વડી પલાળવા માટેની સામગ્રી

  • ગરમ પાણી 2 -3 કપ
  • સોયા વડી / સોયા ચંગસ 1-2 કપ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • દહીં 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુની પેસ્ટ / આદુ સુધારેલ 1 ચમચી
  • લસણ સુધારેલ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 10-15
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાવડર ½ ચમચી

મેરીનેસન બનાવવા માટેની સામગ્રી

  • દહી 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • ચોખા નો લોટ ¼ કપ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Soya chili 65 banavani recipe

સોયા ચીલી 65 બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ગરમ પાણી લ્યો ત્યાર બાદ એમાં મીઠું સ્વાદ મુજબ, આદુ લસણની પેસ્ટ. દહીં, હિંગ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સોયા વડી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.હવે ગેસ પર એક કડાઈમાં પલાળેલા સોયા વડી નાખી પાંચ સાત મિનિટ ગરમ કરવા મૂકો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો.

વડી ને મેરીનેશન કરવાની રીત

વડી માંથી પાણી નીતરી જાય એટલે ફરી એક તપેલી માં નાખો અને એના પર ફરીથી લાલ મરચાનો પાઉડર, આદુ લસણની પેસ્ટ,  દહીં, હિંગ, મીઠું સ્વાદ મુજબ અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં ફરીથી બે ત્રણ ચમચી ચોખાનો લોટ છાંટી મિક્સ કરી લ્યો.

ગરમ તેલ માં સોયા વડી નાખો અને ને મિનિટ એમજ તરવા દયો. બે મિનિટ પછી ઝારા થી હલાવી મિક્સ કરી લ્યો અને સોયા ને પાંચ સાત મિનિટ તરી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો અને બીજી વડી ને પણ પાંચ સાત મિનિટ તરી કાઢી લ્યો.

ત્યાર બાદ તેલ ને ફૂલ ગરમ કરી લ્યો અને અડધા તરી રાખેલ વડી ને ફરી તેલ માં નાખી ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.

વઘાર માટેની રીત

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને વરિયાળી નાખો અને તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણ સુધારેલ નાખો અને મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો ,

ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ તરી રાખેલ સોયા વડી નાખો અને સાથે મરી પાઉડર અને લાલ મરચાનો પાઉડર બરોબર મિક્સ કરી લ્યો.

છેલ્લે લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો સોયા ચીલી 65.

Soya chili 65 notes

  • અહી જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • સોયા વડી ને મસાલા વાળા પાણી માં પાંચ સાત કલાક પહેલા પણ પલાળી મૂકી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સોયા ચીલી 65 બનાવવાની રીત

સોયા ચીલી 65 - Soya chili 65 - સોયા ચીલી 65 બનાવવાની રીત - Soya chili 65 banavani rit

Soya chili 65 banavani rit

આ સોયા ચીલી 65 એ એક ક્રિસ્પીઅને ટેસ્ટી નાસ્તા તરીકે સાંજ ના નાસ્તામાં કે પછી કોઈ પાર્ટી માં સ્ટાટર તરીકે પણસર્વ કરી શકો છો. તમને મંચુરિયન 65 અને ગોબી 65 ભાવતા હોય તો એક આ સોયા ચીલી 65 પણ બનાવી ટ્રાય કરવા જેવા છે તો ચાલો Soya chili 65 banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોયા વડી પલાળવા માટેની સામગ્રી

  • 2 -3 કપ ગરમ પાણી
  • 1-2 કપ સોયા વડી / સોયા ચંગસ
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 2-3 ચમચી દહીં
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચપટી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી વરિયાળી
  • ચમચી હિંગ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુની પેસ્ટ / આદુ સુધારેલ
  • 1 ચમચી લસણ સુધારેલ
  • 10-15 મીઠા લીમડા ના પાંદ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાવડર

મેરીનેસન બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી દહી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ચમચી હિંગ
  • ¼ કપ ચોખા નો લોટ
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Soya chili 65 banavani rit

  • સોયા ચીલી 65 બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં ગરમ પાણી લ્યો ત્યાર બાદ એમાં મીઠું સ્વાદ મુજબ, આદુ લસણની પેસ્ટ. દહીં, હિંગ અને લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સોયા વડી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.હવે ગેસ પર એક કડાઈમાં પલાળેલા સોયા વડી નાખી પાંચ સાત મિનિટ ગરમ કરવા મૂકો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો.

વડી ને મેરીનેશન કરવાની રીત

  • વડી માંથી પાણી નીતરી જાય એટલે ફરી એક તપેલી માં નાખો અને એના પર ફરીથી લાલ મરચાનો પાઉડર, આદુ લસણની પેસ્ટ, દહીં, હિંગ, મીઠું સ્વાદ મુજબ અને ચોખાનો લોટ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં ફરીથી બે ત્રણ ચમચી ચોખાનો લોટ છાંટી મિક્સ કરી લ્યો.
  • ગરમ તેલ માં સોયા વડી નાખો અને ને મિનિટ એમજ તરવા દયો. બે મિનિટ પછી ઝારા થી હલાવી મિક્સ કરી લ્યો અને સોયા ને પાંચ સાત મિનિટ તરી લ્યો ત્યાર બાદ બહાર કાઢી લ્યો અને બીજી વડી ને પણ પાંચ સાત મિનિટ તરી કાઢી લ્યો.
  • ત્યાર બાદ તેલ ને ફૂલ ગરમ કરી લ્યો અને અડધા તરી રાખેલ વડી ને ફરી તેલ માં નાખી ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુંધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો.

વઘાર માટેની રીત

  • ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને વરિયાળી નાખો અને તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં આદુ લસણ સુધારેલ નાખો અને મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી લ્યો ,
  • ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ તરી રાખેલ સોયા વડી નાખો અને સાથે મરી પાઉડર અને લાલ મરચાનો પાઉડર બરોબર મિક્સ કરી લ્યો.
  • છેલ્લે લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મજા લ્યો સોયા ચીલી 65.

Soya chili 65 notes

  • અહી જો તમે લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • સોયા વડી ને મસાલા વાળા પાણી માં પાંચ સાત કલાક પહેલા પણ પલાળી મૂકી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી