Home Blog Page 166

પાનકોબી પેનકેક સાથે ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત | pankobi pen cake

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Viraj Naik Recipes  YouTube channel on YouTube  આજે આપણે પાનકોબી પેનકેક અને ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત શીખીશું. દરેક ઘરમાં બાળક હોય કે વડીલ હોય  કોઈક ને કોઈક શાક કે ફ્રુટ ખાવા માં આના કાની કરતા હોય એમાંનું એક શાક છે પાનકોબી જે કોઈને ભાવતી નથી પણ આજ આપણે એજ પાનકોબી ના ખૂબ ટેસ્ટી પેન કેક બનાવવાની રીત શીખીશું સાથે ખૂબ યમ્મી ડીપ સાથે તો ચાલો પાનકોબી પેનકેક અને ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત, pankobi pen cake banavni rit, chili garlic dip banavani rit શીખીએ.

પાનકોબી પેન કેક બનાવવા માટેની સામગ્રી | pankobi pen cake banava jaruri samgri

  • પાનકોબી 2 કપ ઝીણી સુધારેલી
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • લીલા ધાણા 1 કપ ઝીણા સુધારેલા
  • લીલા મરચા 1-2 ઝીણા સુધારેલા
  • આદુ – લસણ ની પેસ્ટ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • બેસન 2-3 ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ચીલી ગાર્લીક ડીપ બનાવવા માટેની સામગ્રી | chili garlic dip banava jaruri samgri

  • તેલ 1-2 ચમચી
  • લસણની કળીઓ 6-7 સુધારેલી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ચીલી સોસ ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ટમેટો કેચઅપ 2-3 ચમચી
  • ડાર્ક સોયા સોસ 1 ચમચી
  • વિનેગર ½ ચમચી /લીંબુ નો રસ 1 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ

પાનકોબી પેનકેક બનાવવાની રીત | pankobi pencake banavani rit

સૌ પ્રથમ પાનકોબી ને ધોઇ સાફ કરી લ્યો ને ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગરી, લીલા મરચા, લીલા ધાણા સુધારેલા, આદુ લસણ ની પેસ્ટ, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, ને મીઠું નાંખી બરોબર મિક્સ કરો ને એ મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો

આમ કરવાથી પણ કોબી માંથી પાણી અલગ થશે હવે દસ મિનિટ પછી ફરીથી મિશ્રણ ને ચમચા વડે મિક્સ કરો ત્યાર બાદ એમાં જરૂર મુજબ બેસન ને કોર્ન ફ્લોર નો લોટ નાખતા જઈ મિક્સ કરો અને બરોબર બાઈડિંગ (એક બીજા થી અલગ ના થઈ જાય એટલે ) આવે એ માટે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો

(જો જરૂર લાગે તો જ પાણી નાખવું મિશ્રણ ને ઘટ્ટ જ રહેવા દેવાનું છે) તૈયાર મિશ્રણ ને પાંચ મિનિટ રેસ્ટ આપો

હવે ગેસ પર એક તવી ગરમ મૂકો એને તેલ થી ગ્રીસ કરો ને જે તૈયાર મિશ્રણ ને જે સાઇઝ ના પેનકેક બનાવવા હોય એટલું મિશ્રણ નાંખી મિડીયમ જાડું ફેલાવો એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે બીજી બાજુ ઉથલાવી થોડું તેલ નાખી ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે તૈયાર છે આમ બધા પેન કેક બનાવી તૈયાર કરો પાનકોબી પેન કેક

ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત |chili garlic dip banavani rit

ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણીઓ ના કટકા નાખો ને ધીમે તાપે શેકો લસણ બરોબર શેકાઈ ને થોડો રંગ બદલવા લાગે એટલે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો

હવે એમાં એક કપ પાણી નાખો ને મિક્સ કરી ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એમાં મરી પાઉડર, ટમેટો કેચઅપ, વિનેગર/ લીંબુ નો રસ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળો

હવે એક વાટકા માં એક ચમચી કોર્ન ફ્લોર લઈ બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી કોર્ન ફ્લોર સ્લડી તૈયાર કરો આ સલ્ડી ને ઉકળતા પાણી માં નાખી બરોબર હલાવતા રહી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ચડાવો

છેલ્લે એમાં જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ગેસ બંધ કરો તો તૈયાર છે ચીલી ગા ડીપ

તૈયાર પાનકોબી પેનકેક ને ચીલી ગાર્લિક ડીપ ને સર્વ કરો

Pankobi pen cake recipe notes

  • આ પેનકેક મિશ્રણ થી તમે અપ્પમ માં પણ બનાવી શકો છો અથવા પેન તવી માં પણ બનાવી શકો છો
  • ચીલી ગાર્લિક સોસ માં ચીલી ફ્લેક્સ સાથે મિક્સ હર્બસ ની અડધી ચમચી નાખશો તો ટેસ્ટી લાગશે
  • આ ડીપ તમે સ્પ્રિંગ રોડ, કે ચાઇનીઝ વાનગીઓની સાથે સર્વ કરી શકો છો ને એક વાર તૈયાર કરી ને બરણીમાં ભરી દસ પંદર મિનિટ સુધી વાપરી શકો છો

પાનકોબી પેનકેક અને ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

pankobi pen cake ane chili garlic dip banavani rit

પાનકોબી પેનકેક બનાવવાની રીત - pankobi pen cake banavani rit - Pankobi pen cake recipe - ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત - chili garlic dip banavani rit

પાનકોબી પેનકેક અને ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત | pankobi pen cake

આજે આપણે પાનકોબી પેનકેક અને ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત શીખીશું. દરેક ઘરમાં બાળક હોય કે વડીલહોય  કોઈક ને કોઈક શાકકે ફ્રુટ ખાવા માં આના કાની કરતા હોય એમાંનું એક શાક છે પાનકોબી જે કોઈને ભાવતી નથી પણ આજ આપણે એજ પાનકોબી ના ખૂબ ટેસ્ટી પેન કેક બનાવવાની રીત શીખીશું સાથે ખૂબ યમ્મીડીપ સાથે તો ચાલો પાનકોબી પેનકેક અને ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત,pankobi pen cake banavni rit, chili garlic dip banavani rit શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • તવી
  • કડાઈ

Ingredients

પાનકોબી પેન કેક બનાવવા માટેની સામગ્રી | pankobi pen cake banava jaruri samgri

  • પાનકોબી 2 કપ ઝીણી સુધારેલી
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • લીલા ધાણા 1 કપ ઝીણા સુધારેલા
  • લીલા મરચા 1-2 ઝીણા સુધારેલા
  • આદુ – લસણ ની પેસ્ટ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • બેસન 2-3 ચમચી
  • મીઠુ સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ચીલી ગાર્લીક ડીપ બનાવવા માટેની સામગ્રી | chili garlic dip banava jaruri samgri

  • તેલ 1-2 ચમચી
  • લસણની કળીઓ 6-7 સુધારેલી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ચીલી સોસ ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ટમેટો કેચઅપ 2-3 ચમચી
  • ડાર્ક સોયા સોસ 1 ચમચી
  • વિનેગર ½ ચમચી /લીંબુ નો રસ 1 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ

Instructions

પાનકોબી પેન કેક બનાવવાની રીત | pankobi pen cake banavani rit

  • સૌ પ્રથમ પાનકોબી ને ધોઇ સાફ કરી લ્યો ને ત્યાર બાદ સાવ ઝીણી સુધારી લ્યો એમાં ઝીણી સુધારેલી ડુંગરી, લીલા મરચા,લીલા ધાણા સુધારેલા, આદુ લસણ ની પેસ્ટ,મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, ને મીઠું નાંખી બરોબર મિક્સ કરો ને એ મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • આમ કરવાથી પણ કોબી માંથી પાણી અલગ થશે હવે દસ મિનિટ પછી ફરીથી મિશ્રણ ને ચમચા વડે મિક્સ કરો ત્યારબાદ એમાં જરૂર મુજબ બેસન ને કોર્ન ફ્લોર નો લોટ નાખતા જઈ મિક્સ કરો અને બરોબર બાઈડિંગ (એક બીજા થી અલગ ના થઈ જાય એટલે) આવે એ માટે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરો
  • (જો જરૂર લાગે તો જ પાણી નાખવું મિશ્રણ ને ઘટ્ટ જ રહેવા દેવાનું છે) તૈયાર મિશ્રણ ને પાંચ મિનિટ રેસ્ટ આપો
  • હવે ગેસ પર એક તવી ગરમ મૂકો એને તેલ થી ગ્રીસ કરો ને જે તૈયાર મિશ્રણ ને જે સાઇઝ ના પેનકેકબનાવવા હોય એટલું મિશ્રણ નાંખી મિડીયમ જાડું ફેલાવો એક બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે બીજી બાજુ ઉથલાવી થોડું તેલ નાખી ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકાઈ જાય એટલે તૈયાર છે આમ બધા પેન કેક બનાવી તૈયાર કરો પાનકોબી પેન કેક

ચીલી ગાર્લિક ડીપ બનાવવાની રીત | chili garlic dip banavani rit

  • ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની કણીઓ ના કટકા નાખોને ધીમે તાપે શેકો લસણ બરોબર શેકાઈ ને થોડો રંગ બદલવા લાગે એટલે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો
  • હવે એમાં એક કપ પાણી નાખો ને મિક્સ કરી ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એમાં મરી પાઉડર, ટમેટો કેચઅપ, વિનેગર/ લીંબુ નો રસ નાખી મિક્સ કરી બે મિનિટ ઉકાળો
  • હવે એક વાટકા માં એક ચમચી કોર્ન ફ્લોર લઈ બે ત્રણ ચમચી પાણી નાખી મિક્સ કરી કોર્ન ફ્લોર સ્લડી તૈયાર કરો આ સલ્ડી ને ઉકળતા પાણી માં નાખી બરોબર હલાવતા રહી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ચડાવો
  • છેલ્લે એમાં જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી ગેસ બંધ કરો તો તૈયાર છે ચીલી ગાર્લિક ડીપ
  • તૈયાર પાનકોબી પેનકેક ને ચીલી ગાર્લિક ડીપ ને સર્વ કરો

Notes

  • આ પેનકેક મિશ્રણ થી તમે અપ્પમ માં પણ બનાવી શકો છો અથવા પેન તવી માં પણ બનાવી શકો છો
  • ચીલી ગાર્લિક સોસ માં ચીલી ફ્લેક્સ સાથે મિક્સ હર્બસ ની અડધી ચમચી નાખશો તો ટેસ્ટી લાગશે
  • આ ડીપ તમે સ્પ્રિંગ રોડ, કે ચાઇનીઝ વાનગીઓની સાથે સર્વ કરી શકો છો ને એક વાર તૈયાર કરી ને બરણીમાં ભરી દસ પંદર મિનિટ સુધી વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોખાના પાપડ બનાવવાની રીત | ચોખાના લોટના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani recipe | chokha na papad banavani rit

વાટી દાળના ખમણ બનાવવાની રીત | vati dal na khaman recipe in gujarati | vati dal na khaman banavani rit | vati dal khaman recipe in gujarati

મેથીના થેપલા બનાવવાની રીત | methi na thepla recipe in gujarati language | methi na thepla banavani rit gujarati ma

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

મેથી ના મુઠીયા બનાવવાની રીત | મેથી ની ભાજી ના મુઠીયા બનાવવાની રીત | methi na muthiya banavani rit | methi na muthia recipe in gujarati

ચોખાના પાપડ બનાવવાની રીત | ચોખાના લોટના પાપડ બનાવવાની રીત

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Tasty home cook YouTube channel on YouTube આજે લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ચોખા ના પાપડ કેવી રીતે બનાવાય ?, ચોખા ના પાપડ કેવી રીતે બને ? તો આપણે ચોખાના લોટના પાપડ બનાવવાની રીત શીખીશું. પાપડ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે ચોખા ના પાપડ , અડદ ના પાપડ ,  અને ફરાળી પાપડ માં સાબુદાણા ના પાપડ , બટાકા ના પાપડ , સાઉંના પાપડ બનવવામાં આવતા હોય છે ને આજ કાલ બજારમાં તૈયાર પાપડ મળે જ છે પરંતુ જો આપને ઘરે બનાવવી છીએ તો ખૂબ ઓછી સામગ્રી માં ઘણી માત્રા માં બનાવી શકીએ છીએ તો ચાલો ચોખાના પાપડ બનાવવાની રીત રેસીપી  chokha na papad recipe in gujarati , chokha na papad banavani recipe , chokha na papad banavani rit batao શીખીએ.

chokha na lot na papad banava jaruri samgri

  • ચોખા નો લોટ 1 કપ
  • પાણી 9 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • લીલા ધાણા ઝીણા સુધારેલ 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી

chokha na papad banavani recipe | ચોખાના લોટના પાપડ બનાવવાની રીત

ચોખા ના પાપડ બનાવવા સૌપ્રથમ એક મોટા જાડા તળિયાવાળી તપેલીમાં ચોખા ના લોટ ને ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો

ચોખાના લોટમાં છ કપ જેટલું પાણી નાખતા જઈ હલાવતા રહો જેથી ગાંઠા ના પડે લોટ ને પાણી બરોબર મિક્સ થઈ જાય એટલે તપેલી ને ગેસ પર મૂકી મિડીયમ તાપે હલાવતા રહો ને ચડાવો

ચોખા ને ચડાવો ત્યારે ધ્યાન રાખવું કે તરીયમાં ચોંટે નહિ દસ મિનિટ પછી જો જરૂર લાગે તો પહેલા બે કપ પાણી નાખવું ને ત્યાર બાદ પણ જો જરૂર લાગે તો બીજો એક કપ પાણી નાખી મિક્સ કરો

વીસ મિનિટ બાદ તૈયાર લિક્વિડ ચમચા પર એક પાતળા પડ જેમ ચોટેલ રહે કે પછી તપેલી ની કિનારી પર પાતળી પારદર્શક પટ્ટી બનતી હોય તો ચોખા નું મિશ્રણ તૈયાર છે હવે એમાં આદુ પેસ્ટ નાખી મિક્સ કરી પાંચ બીજી મિનિટ ચડાવો

હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર થી ઉતારી લ્યો એમાં ઝીણા સુધારેલા ધાણા , ચીલી ફ્લેક્સ ને જીરું નાંખી મિક્સ કરી લ્યો(અહી તમને જે ફ્લેવર્સ પસંદ હોય એ મિક્સ કરી શકો છો)

હવે ઘરમાં કે તડકામાં પ્લાસ્ટિક ની થેલી પાથરી દો ને એના પર બે ત્રણ ચમચી તૈયાર ચોખાનું મિશ્રણ નાખી ફેલાવી દયો ને સુકાવા દયો

તૈયાર પાપડ ને એક બે દિવસ તડકા માં સૂકવો અથવા જો ઘરમાં સુકાવા હોય તો પંખા નીચે ત્રણ ચાર દિવસ સૂકવવા

સુકાઈ ને તૈયાર પાપડ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને જ્યારે પણ પાપડ ખાવા ની ઈચ્છા થાય ત્યારે ફૂલ તાપે તેલ ગરમ કરી બને બાજુ તરી લ્યો ને ચા સાથે મજા લ્યો ચોખા ના પાપડ 

Chokha na lot na papad recipe notes

  • પાણી ની માત્રા ચોખા નવા કે જૂના છે એના પર આધાર રાખે છે જૂના ચોખા ને બરોબર ચડાવ માટે થોડું પાણી વધારે જોઈએ ને નવા ચોખા ને થોડું ઓછું પાણી જોઈએ
  • મીઠું થોડું ઓછું નાખવું
  • જો ખારો પાપડ હોય તો પા ચમચી જેટલો નાખી શકો છો નહિ નાખો તો પણ ચાલશે

ચોખાના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Tasty home cook ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chokha na papad recipe in gujarati

chokha na papad recipe in gujarati - chokha na papad banavani recipe - chokha na papad banavani rit batao - ચોખાના લોટના પાપડ બનાવવાની રીત - ચોખાના પાપડ બનાવવાની રીત

ચોખાના પાપડ બનાવવાની રીત | ચોખાના લોટના પાપડ બનાવવાની રીત | chokha na papad banavani recipe

આજે લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ચોખા ના પાપડ કેવી રીતે બનાવાય ? ચોખા ના પાપડ કેવી રીતે બને ? તો આપણે ચોખાના લોટના પાપડ બનાવવાની રીત શીખીશું. આજ કાલ બજારમાં તૈયાર પાપડ મળે જ છે પરંતુ જો આપને ઘરે બનાવવી છીએ તો ખૂબ ઓછી સામગ્રી માંઘણી માત્રા માં બનાવી શકીએ છીએ તો ચાલો ચોખાના પાપડ બનાવવાની રીત રેસીપી  chokha na papad recipe in gujarati , chokha na papad banavani recipe ,chokha na papad banavani rit batao શીખીએ.
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • તપેલી

Ingredients

ચોખાના લોટના પાપડ બનાવવા જરૂરી સામગ્રી | chokha na lot na papad banava jaruri samgri

  • ચોખાનો લોટ 1 કપ
  • પાણી 9 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • લીલા ધાણા ઝીણા સુધારેલ 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી

Instructions

chokha na papad banavani recipe | ચોખાના લોટના પાપડ બનાવવાની રીત

  • ચોખાના પાપડ બનાવવા સૌપ્રથમ એક મોટા જાડા તળિયાવાળી તપેલીમાં ચોખા ના લોટ ને ચારી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
  • ચોખાના લોટમાં છ કપ જેટલું પાણી નાખતા જઈ હલાવતા રહો જેથી ગાંઠા ના પડે લોટ ને પાણી બરોબરમિક્સ થઈ જાય એટલે તપેલી ને ગેસ પર મૂકી મિડીયમ તાપે હલાવતા રહો ને ચડાવો
  • ચોખાને ચડાવો ત્યારે ધ્યાન રાખવું કે તરીયમાં ચોંટે નહિ દસ મિનિટ પછી જો જરૂર લાગે તો પહેલા બે કપ પાણી નાખવું ને ત્યાર બાદ પણ જો જરૂર લાગે તો બીજો એક કપ પાણી નાખી મિક્સ કરો
  • વીસ મિનિટ બાદ તૈયાર લિક્વિડ ચમચા પર એક પાતળા પડ જેમ ચોટેલ રહે કે પછી તપેલી ની કિનારીપર પાતળી પારદર્શક પટ્ટી બનતી હોય તો ચોખા નું મિશ્રણ તૈયાર છે હવે એમાં આદુ પેસ્ટનાખી મિક્સ કરી પાંચ બીજી મિનિટ ચડાવો
  • હવે તૈયાર મિશ્રણ ને ગેસ પર થી ઉતારી લ્યો એમાં ઝીણા સુધારેલા ધાણા , ચીલી ફ્લેક્સ ને જીરું નાંખીમિક્સ કરી લ્યો(અહી તમને જે ફ્લેવર્સ પસંદ હોય એ મિક્સ કરી શકો છો)
  • હવે ઘરમાં કે તડકામાં પ્લાસ્ટિક ની થેલી પાથરી દો ને એના પર બે ત્રણ ચમચી તૈયાર ચોખાનું મિશ્રણ નાખી ફેલાવી દયો ને સુકાવા દયો
  • તૈયાર પાપડ ને એક બે દિવસ તડકા માં સૂકવો અથવા જો ઘરમાં સુકાવા હોય તો પંખા નીચે ત્રણ ચાર દિવસ સૂકવવા
  • સુકાઈને તૈયાર પાપડ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને જ્યારે પણ પાપડ ખાવા ની ઈચ્છા થાય ત્યારે ફૂલ તાપે તેલ ગરમ કરી બને બાજુ તરી લ્યો ને ચા સાથે મજા લ્યો ચોખા ના પાપડ 

Notes

  • પાણી ની માત્રા ચોખા નવા કે જૂના છે એના પર આધાર રાખે છે જૂના ચોખા ને બરોબર ચડાવ માટે થોડું પાણી વધારે જોઈએ ને નવા ચોખા ને થોડું ઓછું પાણી જોઈએ
  • મીઠું થોડું ઓછું નાખવું
  • જો ખારો પાપડ હોય તો પા ચમચી જેટલો નાખી શકો છો નહિ નાખો તો પણ ચાલશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચણાના લોટની સેવ બનાવવાની રીત | chana na lot ni sev banavani rit |chana na lot ni sev ni recipe | સેવ બનાવવાની રીત | sev banavani rit

મન્ચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit | manchurian recipe in gujarati

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma

મીઠી સેવ બનાવવાની રીત | gujarati mithi sev recipe | mithi sev banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube આજે આપણે ગુજરાતી મીઠી સેવ બનાવવાની રીત – મીઠી સેવ બનાવવાની રેસીપી શીખીશું. અચાનક કોઈ મહેમાન આવી જાય ને એમને જમાડવા ના હોય તો એકદમ ઝડપી જો કોઈ મીઠાઈ બનતી હોય તો એ છે મીઠી સેવ છે માત્ર વીસ થી ત્રીસ મિનિટ માં તૈયાર કરી ને પીરસી શક્ય છે ને એનાથી ઓછા સમય માટે જો તમારે મીઠી સેવ તૈયાર કરવા માંગતા હોતો રેસિપી વાંચશો તો એમાં અંદર એક એવી રીત બતાવીશું કે તમે માત્ર દસ મિનિટ માં મહેમાનો માટે મીઠી સેવ બનાવી પીરસી શકશો તો ચાલો મીઠી સેવ બનાવવાની રીત, gujarati mithi sev banavani rit, mithi sev banavani rit, gujarati mithi sev,mithi sev recipe in gujarati શીખીએ.

મીઠી સેવ બનાવવા જરૂરી સામગ્રી | mithi sev banava jaruri samgri

  • સેવ 1 કપ
  • ઘી 2 ચમચી
  • ખાંડ ¾ કપ
  • એલચી 2-3
  • કાજુ, બદામ ને પિસ્તા કટકા 4-5 ચમચી
  • પાણી 1 ½ કપ

મીઠી સેવ બનાવવાની રેસીપી | gujarati mithi sev banavani rit

મીઠી સેવ બનાવવા માટે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે ઘી ગરમ મૂકો એમાં કટકા કરેલ કાજુ , બદામ ને પિસ્તા ને શેકી લ્યો ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે વાટકામાં કાઢી લ્યો

હવે એજ કડાઈમાં સેવ નાખો ને ધીમા તાપે હલાવતા રહો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો

સેવ શેકાઈ ત્યાં સુંધી બીજા ગેસ પર બીજી તપેલી માં દોઢ કપ પાણી ગરમ મૂકો પાણી માં એક બે એલચી નાખી પાણી ને ઉકાળો પાણી ઉકાળી જાય એટલે એ તૈયાર પાણી નો ગેસ બંધ કરો

હવે કડાઈમાં શેકેલ સેવમાં તૈયાર કરેલ ગરમ પાણી નાખો ને મિક્સ કરી સેવ ને આઠ દસ મિનિટ પાણી સાથે ચડાવો

સેવ પાણી માં બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરો ને સેવ ને ખાંડ સાથે ચડાવી લ્યો

જયારે સેવ બરોબર ચડી જાય ને પાણી બરી જાય એટલે છેલ્લે એમાં શેકેલા ડ્રાય ફ્રૂટ માંથી થોડા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી ગેસ બંધ કરો ને સેવ ને થોડી વાર સેટ થવા દયો

સેવ ને સર્વ કરતી વખતે ઉપર થી શેકેલા ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરી પીરસો મીઠી સેવ

Gujarati mithi sev recipe notes | mithi sev recipe in gujarati notes

  • શેકેલી સેવ ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ સેવ બનાવવાની ઈચ્છા થાય ત્યારે વાપરી શકો છો આ શેકેલી સેવ તમે મહિના સુંધી સાચવી શકો છો
  • અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ નું પાણી પણ વાપરી શકો છો
  • પાણી ની જગ્યાએ દૂધ નાખી ને પણ સેવ તૈયાર કરી શકો છો ને દૂધ બરી સેવ ખુબજ ટેસ્ટી ને ક્રીમી લાગશે

ગુજરાતી મીઠી સેવ બનાવવાની રીત  | gujarati mithi sev recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Foods and Flavors ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મીઠી સેવ બનાવવાની રીત | mithi sev banavani rit

મીઠી સેવ બનાવવાની રેસીપી - gujarati mithi sev banavani rit - ગુજરાતી મીઠી સેવ બનાવવાની રીત - gujarati mithi sev recipe - મીઠી સેવ બનાવવાની રીત - mithi sev banavani rit - mithi sev recipe in gujarati

મીઠી સેવ બનાવવાની રીત | gujarati mithi sev recipe | mithi sev banavani rit | mithi sev recipe in gujarati

આજે આપણે ગુજરાતી મીઠી સેવ બનાવવાની રીત – મીઠી સેવ બનાવવાની રેસીપી શીખીશું. અચાનક કોઈ મહેમાન આવી જાય ને એમને જમાડવા ના હોય તો એકદમ ઝડપી જો કોઈ મીઠાઈ બનતી હોય તો એ છે મીઠી સેવ છે માત્ર વીસ થી ત્રીસ મિનિટ માં તૈયાર કરી ને પીરસી શક્ય છે ને એનાથી ઓછા સમય માટે જો તમારે મીઠી સેવ તૈયાર કરવા માંગતા હોતો રેસિપી વાંચશો તો એમાં અંદર એક એવી રીત બતાવીશું કે તમે માત્ર દસ મિનિટ માં મહેમાનો માટે મીઠી સેવ બનાવી પીરસી શકશો તો ચાલો મીઠી સેવ બનાવવાનીરીત, gujarati mithi sev banavani rit, mithi sev banavani rit, gujarati mithi sev,mithi sev recipe in gujarati શીખીએ.
4.25 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મીઠી સેવ બનાવવા જરૂરી સામગ્રી | mithi sev banava jaruri samgri | mithi sev recipe ingredients

  • 1 કપ સેવ
  • 2 ચમચી ઘી
  • ¾ કપ ખાંડ
  • 2-3 એલચી
  • 4-5 ચમચી કાજુ, બદામ ને પિસ્તા કટકા
  • 1 ½ કપ પાણી

Instructions

મીઠી સેવ બનાવવાની રેસીપી | gujarati mithi sev banavani rit | ગુજરાતી મીઠી સેવ બનાવવાની રીત 

  • મીઠી સેવ બનાવવા માટે ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે ઘી ગરમ મૂકો એમાં કટકા કરેલ કાજુ , બદામ ને પિસ્તા ને શેકી લ્યો ડ્રાય ફ્રુટ શેકાઈ જાય એટલે વાટકામાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈમાં સેવ નાખો ને ધીમા તાપે હલાવતા રહો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
  • સેવ શેકાઈ ત્યાં સુંધી બીજા ગેસ પર બીજી તપેલી માં દોઢ કપ પાણી ગરમ મૂકો પાણી માં એક બે એલચી નાખી પાણી ને ઉકાળો પાણી ઉકાળી જાય એટલે એ તૈયાર પાણી નો ગેસ બંધ કરો
  • હવે કડાઈમાં શેકેલ સેવમાં તૈયાર કરેલ ગરમ પાણી નાખો ને મિક્સ કરી સેવ ને આઠ દસ મિનિટ પાણી સાથે ચડાવો
  • સેવ પાણી માં બરોબર ચડી જાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરો ને સેવ ને ખાંડ સાથે ચડાવી લ્યો
  •  સેવ બરોબર ચડી જાય ને પાણી બરી જાય એટલે છેલ્લે એમાં શેકેલા ડ્રાય ફ્રૂટ માંથી થોડા ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરી ગેસ બંધકરો ને સેવ ને થોડી વાર સેટ થવા દયો
  • સેવને સર્વ કરતી વખતે ઉપર થી શેકેલા ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરી પીરસો મીઠી સેવ

mithi sev recipe in gujarati notes

  • શેકેલી સેવ ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ સેવ બનાવવાની ઈચ્છા થાય ત્યારે વાપરી શકો છો આ શેકેલી સેવ તમે મહિના સુંધી સાચવી શકો છો
  • અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ નું પાણી પણ વાપરી શકો છો
  • પાણી ની જગ્યાએ દૂધ નાખી ને પણ સેવ તૈયાર કરી શકો છો ને દૂધ બરી સેવ ખુબજ ટેસ્ટી ને ક્રીમી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo recipe in gujarati | churma na ladoo banavani recipe | churma na ladva banavani recipe

ગુલાબ જાંબુ બનાવવાની રીત | ગુલાબજાંબુ બનાવવાની રીત | gulab jamun recipe in gujarati| gulab jamun banavani rit

દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati

gajar no halvo banavani rit |ગાજર નો હલવો બનાવવાની રીત | gajar halva recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube આજે આપણે મલાઈ કોફતા બનાવવાની રીત શીખીશું. પંજાબી શાક માં સૌથી વધુ ખવાતું શાક છે મલાઈ કોફતા ની રીત જે રોટી, નાન કે કુલચા સાથે સર્વ થતું હોય છે આજ આપણે હોટલમાં મળતા મલાઈ કોફતા કરતા પણ ટેસ્ટી ને સોફ્ટ મલાઈ કોફતા ઘરે બનાવવાની રીત શીખીશું ઘરે બનાવવા થોડી મહેનત કરવી પડશે પણ બન્યા પછી ઘરના બધાજ તમારા વખાણ કરશે એ સાંભળ્યા પછી મહેનત સફળ થઈ નો અનુભવ કરશો તો ચાલો જોઈએ મલાઈ કોફતા ની રેસીપી malai kofta recipe in gujarati , malai kofta banavani rit , malai kofta banavani recipe.

મલાઈ કોફતા કરી – ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | malai kofta kari banavani rit

  • ડુંગરી 2 સુધારેલ
  • ટમેટા 3-4 સુધારેલ
  • કાજુ 20-25
  • લસણ ની કણીઓ 3-4
  • આદુ નો ટુકડો 1 નાનો
  • લીલા મરચા 2-3 સુધારેલ
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરીમેથી 1 ચમચી
  • તજ નો ટુકડો નાનો 1
  • લવિંગ 1-2
  • મરી 2-3
  • એલચી 2
  • જીરું 1 ચમચી
  • લીલા ધાણા 2-3 ચમચી
  • તેલ 2 ચમચી
  • માખણ 3-4 ચમચી
  • ક્રીમ ¼ કપ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

કોફતા બનાવવા માટેની સામગ્રી | kofta banava jaruri samgri

  • બાફેલા બટાકા 2-3
  • પનીર 200 ગ્રામ
  • લીલા મરચા 1-2 ઝીણા સુધારેલા
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • કાજુ ના ટુકડા 1 ચમચી
  • કીસમીસ 1 ચમચી
  • તરવા માટે તેલ

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati

સૌ પ્રથમ આપને તેની કરી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ કોફતા બનાવવાની રીત શીખીશું.

મલાઈ કોફતા કરી બનાવવાની રીત | malai kofta kari banavani rit

એક કડાઈમાં તેલ ને એક બે ચમચી માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં જીરું, તજનો ટુકડો, લવિંગ, મરી ને એલચી નાખો ને મિક્સ કરો હવે એમાં ડુંગરી, લીલા મરચા ને લસણ આદુ નાખી મિક્સ કરો ને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુંધી શેકો

હવે એમાં સુધારેલા ટમેટા નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં કાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો

હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી ચાર પાંચ મિનિટ હલાવતા થી ને શેકી લ્યો

ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઇ પીસી ને પેસ્ટ બનાવી લ્યો જો જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી પીસી લ્યો

હવે ગેસ પર એજ કડાઈમાં એક બે ચમચી માખણ ને ગરમ કરો એમાં પીસેલી ગ્રેવી નાખો ને અડધો કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ઉકાળો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી નાખી બરોબર મિક્સ કરી લ્યો ગ્રેવી બરોબર ઉકળી જાય ને થોડી ઘટ્ટ થાય એટલે છેલ્લે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો

કોફતા બનાવવાની રીત | kofta banavani rit

એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી લ્યો એમાં પનીર ને છીણી ને નાખો હવે એમાં સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા , લીલા ધાણા સુધારેલા ને કોર્ન ફ્લોર નાખી બધું બરોબર મિક્સ કરો

હવે જે સાઇઝ ના કોફતા કરવા હોય એટલું મિશ્રણ લ્યો એનો ગોળ ગોલી બનાવો ને હથેળીમાં સેજ દબાવી દયો વચ્ચે કાજુ નો ટૂંકો ને કીસમીસ મુકો પછી બધી બાજુ થી બંધ કરી ફરી ગોળ ગોલી બનાવી લ્યો આમ બધા કોફતા તૈયાર કરી લ્યો

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ને ગેસ ને મિડીયમ તાપે કરી એમાં તૈયાર કરેલા કોફતા  નાખો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા

હવે એક એક પ્લેટ માં પહેલા તૈયાર કરેલ ગ્રેવી નાખો ઉપર તૈયાર કોફતા મૂકો ને ફરી થોડી ગ્રેવી કોફતા પર મૂકી ઉપર ક્રીમ ને લીલા ધાણા થી ગાર્નિશ કરી રોટી, નાન કે કૂલચા સાથે ગરમ ગરમ સર્વ કરો મલાઈ કોફતા

Malai kofta recipe notes

  • જો તમારે તીખા મલાઈ કોફતા ખાવા હોય તો ગ્રેવી માં ખાંડ ના નાખવી
  • ગ્રેવી ને વધુ સમુથ કરવી હોય તો મિક્સર માં પીસી લીધા બાદ એને ચારણી કે ગરણી માં ગારી લેવી

મલાઈ કોફતા ની રેસીપી | malai kofta banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

malai kofta banavani recipe | મલાઈ કોફતા ની રીત

મલાઈ કોફતા બનાવવાની રીત - malai kofta recipe in gujarati - મલાઈ કોફતા ની રેસીપી - malai kofta banavani rit - malai kofta banavani recipe - મલાઈ કોફતા ની રીત - મલાઈ કોફતા કરી

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta banavani rit | malai kofta recipe in gujarati

આજે આપણે મલાઈ કોફતા બનાવવાની રીત શીખીશું. પંજાબી શાક માં સૌથી વધુ ખવાતું શાક છે મલાઈ કોફતા ની રીત જે રોટી, નાન કે કુલચા સાથે સર્વ થતું હોય છે આજ આપણે હોટલમાં મળતા મલાઈ કોફતા કરતા પણ ટેસ્ટી ને સોફ્ટ મલાઈ કોફતાઘરે બનાવવાની રીત શીખીશું ઘરે બનાવવા થોડી મહેનત કરવી પડશે પણ બન્યા પછી ઘરના બધાજતમારા વખાણ કરશે એ સાંભળ્યા પછી મહેનત સફળ થઈ નો અનુભવ કરશો તો ચાલો જોઈએ મલાઈ કોફતા ની રેસીપી malai kofta recipe in gujarati , malai kofta banavani rit , malai kofta banavani recipe
3.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મલાઈ કોફતા કરી – ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | malai kofta kari banavani rit

  • 2 સુધારેલ ડુંગરી
  • 3-4 સુધારેલ ટમેટા
  • 20-25 કાજુ
  • 3-4 લસણની કણીઓ
  • 1 નાનો આદુનો ટુકડો
  • 2-3 સુધારેલ લીલા મરચા
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 નાનો તજ નો ટુકડો
  • 1-2 લવિંગ
  • 2-3 મરી
  • 2 એલચી
  • 1 ચમચી જીરું
  • 2-3 ચમચી લીલા ધાણા
  • 2 ચમચી તેલ
  • 3-4 ચમચી માખણ
  • ¼ કપ ક્રીમ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

કોફતા બનાવવા માટેની સામગ્રી | kofta banava jaruri samgri

  • 2-3 બાફેલા બટાકા
  • 200 ગ્રામ પનીર
  • 1-2 ઝીણા સુધારેલા લીલા મરચા
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી કાજુના ટુકડા
  • 1 ચમચી કીસ મીસ
  • તરવા માટે તેલ

Instructions

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani rit

  • સૌ પ્રથમ આપને તેની કરી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ કોફતા બનાવવાની રીત શીખીશું.

મલાઈ કોફતા કરી બનાવવાની રીત | malai kofta kari banavani rit

  • એક કડાઈ માં તેલ ને એક બે ચમચી માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં જીરું, તજનો ટુકડો, લવિંગ, મરી ને એલચી નાખો ને મિક્સ કરો હવે એમાં ડુંગરી,લીલા મરચા ને લસણ આદુ નાખી મિક્સ કરો ને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુંધી શેકો
  • હવે એમાં સુધારેલા ટમેટા નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એમાં કાજુ નાખી ફરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો
  • હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી ચાર પાંચ મિનિટ હલાવતા થી ને શેકી લ્યો
  • હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઇ પીસીને પેસ્ટ બનાવી લ્યો જો જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી પીસી લ્યો
  • હવે ગેસ પર એજ કડાઈમાં એક બે ચમચી માખણ ને ગરમ કરો એમાં પીસેલી ગ્રેવી નાખો ને અડધો કપ જેટલું પાણી નાખી મિક્સ કરી ઉકાળો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી નાખી બરોબર મિક્સકરી લ્યો ગ્રેવી બરોબર ઉકળી જાય ને થોડી ઘટ્ટ થાય એટલે છેલ્લે એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરો ને તૈયાર ગ્રેવી ને એક બાજુ મૂકો

કોફતા બનાવવાની રીત | kofta banavani rit

  • એક વાસણમાં બાફેલા બટાકા ને મેસ કરી લ્યો એમાં પનીર ને છીણી ને નાખો હવે એમાં સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા , લીલા ધાણા સુધારેલા ને કોર્ન ફ્લોર નાખી બધું બરોબર મિક્સ કરો હવે જે સાઇઝના કોફતા કરવા હોય એટલું મિશ્રણ લ્યો એનો ગોળ ગોલી બનાવો ને હથેળીમાં સેજ દબાવી દયો વચ્ચે કાજુ નો ટૂંકો ને કીસમીસ મુકો પછી બધી બાજુ થી બંધ કરી ફરી ગોળ ગોલી બનાવી લ્યો આમ બધા કોફતા તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો ને ગેસ ને મિડીયમ તાપે કરી એમાં તૈયાર કરેલા કોફતા  નાખો ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા
  • હવે એક એક પ્લેટ માં પહેલા તૈયાર કરેલ ગ્રેવી નાખો ઉપર તૈયાર કોફતા મૂકો ને ફરી થોડી ગ્રેવી કોફતા પર મૂકી ઉપર ક્રીમ ને લીલા ધાણા થી ગાર્નિશ કરી રોટી, નાન કે કૂલચા સાથે ગરમ ગરમ સર્વ કરો મલાઈ કોફતા

malai kofta recipe notes

  • જો તમારે તીખા મલાઈ કોફતા ખાવા હોય તો ગ્રેવી માં ખાંડ ના નાખવી
  • ગ્રેવી ને વધુ સમુથ કરવી હોય તો મિક્સર માં પીસી લીધા બાદ એને ચારણી કે ગરણી માં ગારી લેવી

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati | methi matar malai banavani rit

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit| chole bhature recipe in gujarati

દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લસણની ચટણી બનાવવાની રીત | Lasan ni chatni banavani rit Gujarati ma

 નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kanak’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ લસણની ચટણી કેવી રીતે બનાવવી તો આજ લસણની ચટણી બનાવવાની રીત શીખીશું. ચટણીઓ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે જેમ કે લીલા નારિયળ ની ચટણી, લીલી ધાણા ફુદીના ની ચટણી, આંબલી ખજૂર ની ચટણી, લસણની ચટણી વગેરે એમાં પણ લસણ ની ચટણી બે પ્રકારથી બનાવવામાં આવે છે એક લાલ મરચા ના પાઉડર થી ને બીજી આખા લાલ મરચાં ને પલાળી ને બનાવવામાં આવતી હોય છે આજ આપણે સૂકા લાલ મરચા ને પલાળી ને લસણની ચટણી બનાવવાની રેસીપી garlic chutney recipe in gujarati, lasan ni chutney recipe in gujarati , Lasan ni chatni banavani rit Gujarati ma શીખીએ.

લસણની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | lasan ni chatni banava jaruri samgri

  • સૂકા આખા લાલ મરચાં 15-20
  • લસણ ની કણીઓ 20-22
  • આદુનો ટુકડો 1 નાનો
  • રાઈ ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા ધાણા ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 4-5 ચમચી

Lasan ni chatni banavani rit Gujarati ma | garlic chutney recipe in gujarati

લસણની ચટણી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં સૂકા મરચા ના બીજ કાઢી કટકા કરી એક વાર પાણી થી ધોઈ ને એકાદ ગ્લાસ જેટલું પાણી નાખી એક બે કલાક સુધી પલાળી રાખો

હવે લસણ લઈ તેની કણીઓ ને ફોલી ને સાફ કરો ને પાણી થી ધોઈ ને કપડા થી  કોરી કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણની કણીઓ નાખી ધીમા તાપે શેકો બે ત્રણ મિનિટ લસણ ને શેક્યા પછી એમાં આદુ નો ટુકડો નાખો

આવે એમાં આખા ધાણા, અડધી ચમચી જીરૂ નાખી ને શેકો લસણનો રંગ થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં પલાળી મૂકેલ મરચા ને પાણી નિતારી એમાં નાખો ( મરચા નું જે પાણી નિતારી છે એને ફેંકવું નહિ) બધી જ સામગ્રી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી લસણ મરચા ને ઠંડી થવા દયો

લસણ મરચા ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં લઇ ને પીસો ને જરૂર લાગે તો જે મરચા પલાળેલા હતા એનું પાણી નાખી દર દરી પીસી લેવી

હવે ગેસ પર ફરી એજ કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ હિંગ નાખો ને પીસેલી ચટણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને શેકો

ચટણી માં રહેલ પાણી બરી જાય ને તેલ છૂટું થાય ત્યાં સુધી શેકો જે શેકતા આઠ દસ મિનિટ લાગશે ચટણી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને  ફ્રીઝ માં મૂકી મહિના સુંધી વડા પાઉં, પરાઠા પુરી કે રોટલી સાથે મજા લ્યો તો તૈયાર છે લસણની ચટણી

Lasan chutni recipe notes

  • મરચા ને ગરમ પાણીમાં પલાળવાથી સારી રીતે પલડસે
  • જેને તીખી ચટણી બનાવી હોય તે એના બીજ ના કાઢે ને મરચા ને બીજ સાથે જ પલળી લેવા અને જો સાવ જ મોરી લસણ ની ચટણી બનાવવી હોય તો કાશ્મીરી મરચા કે રેસમ પટ્ટા ને પલાળી ને બનાવવી
  • આ ચટણી માં થોડા ગોળ ને લીંબુ નો રસ ઉમેરી બનાવશો તો મસ્ત ખાટી મીઠી ને તીખી ચટણી લાગશે

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kanak’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

garlic chutney recipe in gujarati | garlic chutney banavani rit gujarati ma

Lasan ni chatni banavani rit Gujarati ma - garlic chutney recipe in gujarati - લસણની ચટણી બનાવવાની રીત - લસણની ચટણી બનાવવાની રેસીપી - garlic chutney recipe in gujarati - garlic chutney banavani rit gujarati ma

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | garlic chutney recipe in gujarati | garlic chutney banavani rit gujarati ma

આજે આપણે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ લસણની ચટણી કેવી રીતે બનાવવી તો આજ લસણની ચટણી બનાવવાની રીત શીખીશું. ચટણીઓ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે જેમ કે લીલા નારિયળ ની ચટણી, લીલી ધાણા ફુદીના ની ચટણી, આંબલી ખજૂર ની ચટણી,લસણની ચટણી વગેરે એમાં પણ લસણ ની ચટણી બે પ્રકારથી બનાવવામાં આવે છે એક લાલ મરચા ના પાઉડર થી ને બીજી આખા લાલ મરચાં ને પલાળી ને બનાવવામાં આવતી હોય છે આજ આપણે સૂકા લાલ મરચા ને પલાળી ને લસણની ચટણી બનાવવાની રેસીપી garlic chutney recipe in gujarati, lasan ni chutney recipe in gujarati , Lasan ni chatni banavani rit Gujarati ma શીખીએ.
3.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર જાર

Ingredients

લસણની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | lasan ni chatni banava jaruri samgri

  • 15-20 સૂકા આખા લાલ મરચાં
  • 20-22 લસણની કણીઓ
  • 1 નાનો આદુનો ટુકડો
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી આખા ધાણા
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 4-5 ચમચી તેલ

Instructions

લસણની ચટણી બનાવવાની રીત – લસણની ચટણી બનાવવાની રેસીપી- garlic chutney recipe in gujarati

  • લસણની ચટણી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં સૂકા મરચા ના બીજ કાઢી કટકા કરી એક વાર પાણી થી ધોઈને એકાદ ગ્લાસ જેટલું પાણી નાખી એક બે કલાક સુધી પલાળી રાખો
  • હવે લસણ લઈ તેની કણીઓ ને ફોલી ને સાફ કરો ને પાણી થી ધોઈ ને કપડા થી  કોરી કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણની કણીઓ નાખી ધીમા તાપે શેકો બે ત્રણ મિનિટ લસણ ને શેક્યા પછી એમાં આદુ નો ટુકડો નાખો
  • આવે એમાં આખા ધાણા, અડધી ચમચી જીરૂ નાખી ને શેકો લસણનો રંગ થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં પલાળી મૂકેલ મરચા ને પાણી નિતારી એમાં નાખો ( મરચા નું જે પાણી નિતારીછે એને ફેંકવું નહિ) બધી જ સામગ્રી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી લસણ મરચા ને ઠંડી થવા દયો
  • લસણ મરચા ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં લઇ ને પીસો ને જરૂર લાગે તો જે મરચા પલાળેલા હતા એનું પાણી નાખી દર દરી પીસી લેવી
  • હવે ગેસ પર ફરી એજ કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ હિંગ નાખો ને પીસેલી ચટણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને શેકો
  • ચટણીમાં રહેલ પાણી બરી જાય ને તેલ છૂટું થાય ત્યાં સુધી શેકો જે શેકતા આઠ દસ મિનિટ લાગશે ચટણી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને  ફ્રીઝ માં મૂકી મહિના સુંધી વડા પાઉં,પરાઠા પુરી કે રોટલી સાથે મજા લ્યો તો તૈયાર છે લસણની ચટણી

Lasan ni chatni banavani rit notes

  • મરચા ને ગરમ પાણીમાં પલાળવાથી સારી રીતે પલડસે
  • જેને તીખી ચટણી બનાવી હોય તે એના બીજ ના કાઢે ને મરચા ને બીજ સાથે જ પલળી લેવા અને જો સાવ જ મોરી લસણ ની ચટણી બનાવવી હોય તો કાશ્મીરી મરચા કે રેસમ પટ્ટા ને પલાળી ને બનાવવી
  • આ ચટણી માં થોડા ગોળ ને લીંબુ નો રસ ઉમેરી બનાવશો તો મસ્ત ખાટી મીઠી ને તીખી ચટણી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ruchi’s Veg Kitchen YouTube channel on YouTube  આજે આપણે તીખા ગાંઠિયા – ગાંઠીયા બનાવવાની રીત રેસીપી શીખીશું. તીખા ગાંઠિયા ને લક્કડિયા ગાંઠિયા પણ કહેવાય છે ગુજરાત માં ચણા ના લોટાથી બનતી વાનગીઓ ખબુ ખવાતી હોય છે તે પછી ભજીયા ,ગાંઠિયા , સેવ, કે ખાંડવી હોય બધી જ વાનગીઓ બેસન માંથી જ બનાવવામાં આવતી હોય છે આજ આપણે એવોજ એક નાસ્તો જે નાસ્તા તરીકે શાક તરીકે ખવાય છે એ tikha gathiya banavani recipe , tikha gathiya recipe in gujarati , tikha gathiya banavani rit gujarati ma શીખીએ.

તીખા ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | tikha gathiya banava jaruri samgri

  • બેસન/ચણા નો લોટ 500 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • અજમો 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 -2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી

તીખા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી વડે ચાળી લેવો ત્યાર બાદ બને હાથ થી મસળી ને અજમો, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, સંચળ, હિંગ, લીંબુનો રસ, ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ હાથ વડે અથવા ચમચા વડે હલાવતા જઈ નરમ લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે એમાં ત્રણ ચાર ચમચી ગરમ તેલ નાખવું ને ફરી થી લોટને મસળી લેવો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું

ગાંઠિયા બનાવવાનો સંચો લઈ  એમાં ગાંઠિયા બનાવવાની જારી ને તેલ લગાવી સંચા ની અંદર મૂકો ને સંચાને અંદર ની બાજુ તેલ થી બરોબર ગ્રીસ કરવો

હવે બાંધેલા લોટ માંથી જેટલો લોટ સંચામાં નાંખી શકાય એટલો નાખી સંચને ઉપર થી બંધ કરી લ્યો

ગેસ પર તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ  તાપ કરી સંચા ને હલાવતા જઈ અડધા આટા સુધી સંચો ફેરવી ને  ગાંઠિયા તેલ માં મૂકો બે મિનિટ હલાવ્યા વગર એક બાજુ ગાંઠિયા ને તરી લેવા.

ત્યાર બાદ એને જારા ની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ તરી લેવા બને બાજુ ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવા

(જો ગાંઠિયા ચડી ગયા હસે તો તેલ માં પર પોટા ઓછા થઈ જશે એટલે ગાંઠિયા અંદર સુંધી ચડી ગયા )

ગાંઠિયા ને તેલ માંથી કાઢી એક વાસણમાં ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને એને નાસ્તામાં કે શાક માં ઉપયોગમાં લઇ શકો છો તો તૈયાર છે તીખા ગાંઠિયા

ગાંઠિયા ને વધુ ટેસ્ટી બનાવવા તરેલા ગાંઠિયા ચાર્ટ મસાલો છાંટી બરોબર મિક્સ કરી ખાઈ શકો છો જેના થી સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે

Tikha gathiya recipe notes

  • લીંબુ નો રસ ને ગરમ તેલ નાખવા થી ગાંઠિયા ઇનો વગર પણ અંદર થી સોફ્ટ ને બારે થી કડક ક્રિસ્પી બનશે
  • જો લોટ કઠણ રાખશો તો તે સંચા માંથી નીકળવા માં તકલીફ કરશે  ને ગાંઠિયા કડક બનશે ને જો વધુ નરમ લોટ રાખશો તો સંચા માંથી પોતે નીકળતો રહસે ને ગાંઠિયા નરમ બનશે એટલે મિડીયમ નરમ લોટ બાંધવો
  • બાળકો માટે બનવાતા હો તો લાલ મરચાનો પાઉડર ના કરવો અથવા ઓછો કરવો

તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya banavani recipe

https://youtu.be/4FAfv8Kn4y4

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Ruchi’s Veg Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit gujarati ma

તીખા ગાંઠિયા બનાવવાની રીત - તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી - તીખા ગાંઠીયા બનાવવાની રીત - tikha gathiya banavani recipe - tikha gathiya recipe in gujarati - tikha gathiya banavani rit gujarati ma

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati

આજે આપણે તીખા ગાંઠિયા – ગાંઠીયા બનાવવાની રીત રેસીપી શીખીશું. તીખા ગાંઠિયા ને લક્કડિયા ગાંઠિયા પણ કહેવાય છે ગુજરાત માં ચણા ના લોટાથી બનતી વાનગીઓ ખબુ ખવાતી હોય છે તે પછી ભજીયા ,ગાંઠિયા , સેવ, કે ખાંડવી હોય બધી જ વાનગીઓ બેસન માંથી જ બનાવવામાં આવતી હોય છે આજ આપણે એવોજ એક નાસ્તો જે નાસ્તા તરીકે શાક તરીકે ખવાય છે એ tikha gathiya banavani recipe , tikha gathiya recipe in gujarati, tikha gathiya banavani rit gujarati ma શીખીએ.
3 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગાંઠિયા મશીન

Ingredients

તીખા ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | tikha gathiya banava jaruri samgri

  • 500 ગ્રામ બેસન/ચણા નો લોટ
  • 1 ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • 2 ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

તીખા ગાંઠિયા બનાવવાની રીત – તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી – tikha gathiya banavani recipe

  • તીખા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી વડે ચાળી લેવો ત્યાર બાદ બને હાથથી મસળી ને અજમો, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, સંચળ, હિંગ, લીંબુનો રસ,ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ હાથ વડે અથવા ચમચા વડે હલાવતા જઈ નરમ લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે એમાં ત્રણ ચાર ચમચી ગરમ તેલ નાખવું ને ફરી થી લોટને મસળી લેવો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું
  • ગાંઠિયા બનાવવાનો સંચો લઈ  એમાં ગાંઠિયા બનાવવાની જારી ને તેલલગાવી સંચા ની અંદર મૂકો ને સંચાને અંદર ની બાજુ તેલ થી બરોબર ગ્રીસ કરવો
  • હવે બાંધેલા લોટ માંથી જેટલો લોટ સંચામાં નાંખી શકાય એટલો નાખી સંચને ઉપર થી બંધ કરી લ્યો
  • ગેસ પર તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ  તાપ કરી સંચા ને હલાવતા જઈ અડધા આટા સુધી સંચો ફેરવી ને  ગાંઠિયા તેલ માં મૂકો બે મિનિટ હલાવ્યા વગર એક બાજુ ગાંઠિયા ને તરી લેવા ત્યાર બાદ એને જારાની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ તરી લેવા બને બાજુ ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવા
  • (જો ગાંઠિયા ચડી ગયા હસે તો તેલ માં પર પોટા ઓછા થઈ જશે એટલે ગાંઠિયા અંદર સુંધી ચડી ગયા )
  • ગાંઠિયાને તેલ માંથી કાઢી એક વાસણમાં ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને એને નાસ્તામાં કે શાક માં ઉપયોગમાં લઇ શકો છો તો તૈયાર છે તીખા ગાંઠિયા
  • ગાંઠિયાને વધુ ટેસ્ટી બનાવવા તરેલા ગાંઠિયા ચાર્ટ મસાલો છાંટી બરોબર મિક્સ કરી ખાઈ શકો છોજેના થી સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે

tikha gathiya recipe in gujarati notes

  • લીંબુ નો રસ ને ગરમ તેલ નાખવા થી ગાંઠિયા ઇનો વગર પણ અંદર થી સોફ્ટ ને બારે થી કડક ક્રિસ્પી બનશે
  • જો લોટ કઠણ રાખશો તો તે સંચા માંથી નીકળવા માં તકલીફ કરશે  ને ગાંઠિયા કડક બનશે ને જો વધુ નરમ લોટ રાખશો તો સંચા માંથી પોતે નીકળતો રહસે ને ગાંઠિયા નરમ બનશે એટલે મિડીયમ નરમ લોટ બાંધવો
  • બાળકો માટે બનવાતા હો તો લાલ મરચાનો પાઉડર ના કરવો અથવા ઓછો કરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube  આજે આપણે ચુરમા લાડુ બનાવવાની રીત – ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી શીખીશું. ચૂરમા ના લાડુ ચોથ ના વધુ બનાવવામાં આવે છે જે ભગવાન ગણપતિ ને ખુબ પ્રિય છે ચુરમાના લાડુ ખાંડ ને ગોળ બને માંથી બનાવવામાં આવે છે ને પ્રસાદ તથા  પહેલા ના સમયમાં લગ્ન પ્રસંગમાં ખૂબ બનતા ને ખુબ ખવાતા હતા તો આજ આપણે એજ પારંપારિક રીતે ચુરમા લાડુ બનાવવાની રીત churma na ladoo recipe in gujarati , churma na ladoo banavani recipe batao , churma na ladoo banavani rit,churma na ladva banavani recipe , શીખીએ

ચુરમા ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | churma na ladva banava jaruri samgri | churma ladoo ingredients

  • ઘઉંનો કરકરો લોટ 3-4 કપ
  • ઘી 4-5 કપ
  • ગોળ 250 ગ્રામ
  • જાયફળ પાવડર ½ ચમચી
  • ખસખસ 8-10 ચમચી
  • ગરમ પાણી જરૂર મુજબ

churma na ladoo banavani recipe  | churma na ladva banavani recipe

ચુરમાના લાડુ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ચારણી વડે ચારી લ્યો હવે એમાં લોટ ની મીઠી વડે એટલું ઘી નાખવું આશરે અડધો કપ જેટલું પિગડેલું ઘી નાખો ને હાથ વડે બરોબર મિક્સ કરો ઘી બરોબર મિક્સ થઈ જાય

ત્યાર બાદ હવે એમાં થોડું થોડું કરી નવશેકું ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ સુધી ઢાંકી મૂકો દયો

પંદર મિનિટ પછી લોટ ને થોડો મસળી લ્યો ને એના નાના નાના પેડા બનાવી લ્યો અથવા નાના નાના મુઠીયા કે જાડી રોટલી વણી ચાકુથી મોટા કટકા કરી લ્યો

ગેસ પર ઘી ગરમ મૂકો ઘી થોડું ગરમ થાય એટલે મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મુઠીયા તળી લેવા

હવે તળેલા મુઠીયા થોડા ઠંડા થવા દયો ત્યાર હાથ વડે એના કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો પીસેલા મુઠીયા ને સેજ મોટા જારી વાળી ચારણી થી ચારી લ્યો જેથી એમાં કોઈ મોટી દાણી રહી ગઈ હોય એ નીકળી જાય ને એવી મોટી દાણી ફરી પીસી લેવાય ને એમાં જાયફળ નો પાવડર નાખી મિક્સ કરો (એલચી પાવડર પણ નાખી શકો છો)

ત્યારબાદ જે ઘી માં મુઠીયા તરીયા હતા એમાં જ સુધારેલો ગોળ નાખો ને માત્ર ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહી ગોળ ને ઓગળી લ્યો (ગોળ વધુ ચડાવો નહિ નહિતર એનો પાક બની જશે ને લાડવા કડક બની જશે) ઓગળેલા ગોળ નું મિશ્રણ પીસી રાખેલ મુઠીયા માં નાખો ને ચમચા વડે મિક્સ કરો ( હાથ વડે ત્યારેજ મિક્સ ના કરવું કેમ કે મિશ્રણ ખૂબ ગરમ હસે તો હાથ બરી શકે છે)

 હવે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હાથ વડે બરોબર મિક્સ કરો ને એના ગમતી સાઇઝ ના લાડવા વાળી લ્યો વાળેલા લાડવા ને ખસખસમાં ફેરવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લેવા  ને તૈયાર લાડવા ને ભગવાન ગણપતિ ને ભોગ ધરી શકો છો તો તૈયાર છે ચુરમા લાડુ

Churma ladoo recipe notes

  • જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો સાદા લોટ માં થોડો ઝીણો રવો નાખવો જેથી લાડવા દાણી દાર બનશે
  • મુઠીયા ને ધીમા તાપે થોડા આકરા તરવા જેથી લાડવા નો રંગ ખૂબ સારો લાગશે ઘી ની જગ્યાએ તેલ માં પણ તારી શકો છો
  • પાણી ની જગ્યાએ નવશેકું દૂધ નાખી શકો છો
  • જો તમે લડવામાં ડ્રાય ફ્રુટ નખવા હોય તો ઘી માં શેકી ને કટકા કરી નાખી શકો છો

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

churma na ladoo recipe in gujarati | ચુરમાના લાડુ બનાવવાની રીત | ચુરમાના લાડવા બનાવવાની રીત

churma na ladoo banavani recipe - churma na ladva banavani recipe - ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી - churma na ladoo banavani rit - ચુરમા લાડુ રેસીપી - ચુરમાના લાડુ બનાવવાની રીત - ચુરમાના લાડવા બનાવવાની રીત

churma na ladoo banavani recipe – churma na ladva banavani recipe – ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી – churma na ladoo banavani rit

આજે આપણે ચુરમા લાડુ બનાવવાની રીત – ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી શીખીશું. ચૂરમા ના લાડુ ચોથ ના વધુ બનાવવામાં આવે છે જે ભગવાન ગણપતિ ને ખુબ પ્રિય છે ચુરમાના લાડુ ખાંડ ને ગોળ બને માંથી બનાવવામાં આવે છે ને પ્રસાદ તથા  પહેલા ના સમયમાં લગ્ન પ્રસંગમાં ખૂબ બનતા ને ખુબ ખવાતા હતા તો આજ આપણે એજ પારંપારિક રીતે ચુરમા લાડુ બનાવવાની રીત, churma na ladoo recipe in gujarati , churma na ladoo banavani recipe batao , churmana ladoo banavani rit , શીખીએ
4 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 5 વ્યક્તિ

Equipment

  • કડાઈ
  • ચારણી
  • મિક્સર

Ingredients

ચુરમા ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | churma na ladva banava jaruri samgri | churma ladoo ingredients

  • ઘઉંનો કરકરો લોટ 3-4 કપ
  • ઘી 4-5 કપ
  • ગોળ 250 ગ્રામ
  • જાયફળ પાવડર ½ ચમચી
  • ખસખસ 8-10 ચમચી
  • ગરમ પાણી જરૂર મુજબ

Instructions

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી – churmana ladoo banavani rit

  • ચુરમાના લાડુ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ચારણી વડે ચારી લ્યો હવે એમાં લોટની મીઠી વડે એટલું ઘી નાખવું આશરે અડધો કપ જેટલું પિગડેલું ઘી નાખો ને હાથ વડે બરોબર મિક્સ કરો ઘી બરોબર મિક્સ થઈ જાય
  • ત્યારબાદ હવે એમાં થોડું થોડું કરી નવશેકું ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ સુધી ઢાંકી મૂકો દયો
  • પંદર મિનિટ પછી લોટ ને થોડો મસળી લ્યો ને એના નાના નાના પેડા બનાવી લ્યો અથવા નાના નાના મુઠીયા કે જાડી રોટલી વણી ચાકુથી મોટા કટકા કરી લ્યો
  • ગેસપર ઘી ગરમ મૂકો ઘી થોડું ગરમ થાય એટલે મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મુઠીયા તળી લેવા
  • હવે તળેલા મુઠીયા થોડા ઠંડા થવા દયો ત્યાર હાથ વડે એના કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો પીસેલા મુઠીયા ને સેજ મોટા જારી વાળી ચારણી થી ચારી લ્યો જેથી એમાં કોઈ મોટી દાણીરહી ગઈ હોય એ નીકળી જાય ને એવી મોટી દાણી ફરી પીસી લેવાય ને એમાં જાયફળ નો પાવડર નાખી મિક્સ કરો (એલચી પાવડર પણ નાખી શકો છો)
  • હવે જે ઘી માં મુઠીયા તરીયા હતા એમાં જ સુધારેલો ગોળ નાખો ને માત્ર ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહી ગોળ ને ઓગળી લ્યો (ગોળ વધુ ચડાવો નહિ નહિતર એનો પાક બની જશે ને લાડવા કડક બની જશે) ઓગળેલા ગોળ નું મિશ્રણ પીસી રાખેલ મુઠીયા માં નાખો ને ચમચા વડે મિક્સ કરો( હાથ વડે ત્યારેજ મિક્સ ના કરવું કેમ કે મિશ્રણ ખૂબ ગરમ હસે તો હાથબરી શકે છે)
  •  હવે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હાથવડે બરોબર મિક્સ કરો ને એના ગમતી સાઇઝ ના લાડવા વાળી લ્યો વાળેલા લાડવા ને ખસખસમાં ફેરવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લેવા ને તૈયાર લાડવા ને ભગવાન ગણપતિ ને ભોગ ધરી શકો છો તો તૈયાર છે ચુરમા લાડુ

Notes

  • જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો સાદા લોટ માં થોડો ઝીણો રવો નાખવો જેથી લાડવા દાણી દાર બનશે
  • મુઠીયા ને ધીમા તાપે થોડા આકરા તરવા જેથી લાડવા નો રંગ ખૂબ સારો લાગશે ઘી ની જગ્યાએ તેલ માં પણ તારી શકો છો
  • પાણી ની જગ્યાએ નવશેકું દૂધ નાખી શકો છો
  • જો તમે લડવામાં ડ્રાય ફ્રુટ નખવા હોય તો ઘી માં શેકી ને કટકા કરી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

મોદક બનાવવાની રીત | modak recipe in gujarati | modak banavani rit

મગજ ના લાડુ બનાવવાની રીત | મગજ ની લાડુડી બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe | Magas na ladoo banavani rit