Home Blog Page 49

મૂળા બાજરા ના પરોઠા | Mula bajra na parotha

અત્યાર સુંધી આપણે વિવિધ પ્રકારના પરોઠા બનાવી મજા લીધી છે પણ આજ આપણે Mula bajra na parotha – મૂળા બાજરા ના પરોઠા બનાવતા શીખીશું અને એ પણ મૂળા સાથે જે ખૂબ જ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બને છે.

Ingredients list

  • બાજરા નો લોટ 2 કપ
  • મૂળા 4
  • લીલા મરચા સુધારેલા 3-4
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

Mula bajra na parotha banavani recipe

મૂળા બાજરા ના પરોઠા બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને ફરી ધોઇ લ્યો અને છીણી વડે કથરોટ માં છીણી લ્યો. આમ બધા મૂળા ને ધોઇ સાફ કરી છીણી લ્યો. હવે એમાં બાજરા નો લોટ ચાળી ને નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આદુ ની પેસ્ટ, જીરું અને અજમો હાથ થી મસળી ને નાખો.

હવે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો.

તવી ગરમ થાયત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંનો કોરો લોટ લગાડી હલકા હાથે મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો ચડાવી લ્યો,

ત્યાર બાદ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી ને ગોલ્ડન શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો. ગરમ ગરમ પરોઠા ચા, દહી કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂળા બાજરા ના પરોઠા.

Parotha recipe notes

  • જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લીલા મરચા વધારી શકો છો.
  • લોટ ને પહેલી જો થોડો ઢીલો બાંધો તો થોડી વાત પછી મૂળા માં રહેલ પાણી નીકળતા લોટ બિલકુલ નરમ થઇ જસે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મૂળા બાજરા ના પરોઠા બનાવવાની રેસીપી

મૂળા બાજરા ના પરોઠા - Mula bajra na parotha

Mula bajra na parotha banavani recipe

અત્યાર સુંધી આપણે વિવિધ પ્રકારના પરોઠા બનાવી મજા લીધીછે પણ આજ આપણે Mula bajra na parotha – મૂળા બાજરા ના પરોઠા બનાવતા શીખીશું અને એ પણ મૂળા સાથે જેખૂબ જ સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી પણ બને છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 તવી
  • 1 છીણી

Ingredients

Ingredients list

  • 2 કપ બાજરા નો લોટ
  • 4 મૂળા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર પ્રમાણે

Instructions

Mula bajra na parotha

  • મૂળા બાજરા ના પરોઠા બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને ફરી ધોઇ લ્યો અને છીણી વડે કથરોટ માં છીણી લ્યો. આમ બધા મૂળા ને ધોઇ સાફ કરી છીણી લ્યો. હવે એમાં બાજરા નો લોટ ચાળી ને નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, આદુ ની પેસ્ટ, જીરું અને અજમો હાથ થી મસળી ને નાખો.
  • હવે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો. અને બાંધેલા લોટ ને બરોબર મસળી લીધા બાદ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો.
  • તવી ગરમ થાયત્યાં સુંધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ ઘઉંનો કોરો લોટ લગાડી હલકા હાથે મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો અને વણેલા પરોઠા ને ગરમ તવી પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડો ચડાવી લ્યો,
  • ત્યાર બાદ તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો. આમ એક એક પરોઠા ને વણી ને ગોલ્ડન શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો. ગરમ ગરમ પરોઠા ચા, દહી કે ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂળા બાજરા ના પરોઠા.

Notes

જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લીલા મરચા વધારી શકો છો.
લોટ ને પહેલી જો થોડો ઢીલો બાંધો તો થોડી વાત પછી મૂળા માં રહેલ પાણી નીકળતા લોટ બિલકુલ નરમ થઇ જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાજરી ના ચમચમિયા | Bajri Na Chamchamiya

આ વાનગી નું નામ જેટલું અલગ છે એટલી જ વાનગી પણ અલગ છે અને સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી છે. અત્યારે ઘણા ઓછા લોકો આ વાનગી વિશે જાણતાં હસે , તો આજ આપણે એક આપણી જૂની અને વિસરાતી વાનગી Bajri Na Chamchamiya – બાજરી ના ચમચમિયા બનાવતા શીખીશું.

Ingredients list

  • બાજરી નો લોટ 2 કપ
  • ઝીણી સુધારેલી લીલી મેથી ¾ કપ
  • ઝીણાં સમારેલાં લીલાં ધાણા ½  કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • ઝીણું સમારેલું લીલું લસણ ¼ કપ (ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખો)
  • આદુની પેસ્ટ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • દહીં ½ કપ
  • ઈનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

બાજરી ના ચમચમિયા બનાવવાની રીત

બાજરી ના ચમચમિયા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ચારણી માં નાખી નિતારી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નિતારી લ્યો. હવે લીલા મરચા ને ઝીણા ઝીણા સમારી તૈયાર કરી લ્યો અને લીલા લસણ ને પણ સાફ કરી ધોઈ ઝીણું સમારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.

હવે એક તપેલી માં બાજરા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલી લીલી મેથી, લીલા ધાણા, લીલા મરચા અને લીલું લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, બે ત્રણ ચમચી સફેદ તલ, એક ચમચી ઘી અને દહી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાજરી ના મિશ્રણ માં ઈનો અને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી તવી પર એક ચમચી તેલ કે ઘી નાખો એમાં પા ચમચી સફેદ તલ નાખો અને તૈયાર કરેલ મિશ્રણ માંથી એક થી દોઢ કડછી બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો.

 ત્યારબાદ ઢાંકી ને બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી તૈયાર ચમચમિયા ને તવિથા થી ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. અને ત્યાર બાદ ઉતારી લ્યો ને દહી, ચટણી, સોસ કે રાયતા સાથે સર્વ કરી શકો છો આમ એક એક કરી ને બધા ચમચમિયા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે બાજરી ના ચમચમિયા.

Chamchamiya recipe notes

  • અહીં મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી પાલક પણ નાખી શકો છો.
  • જો તમને થોડી મીઠાસ પસંદ હોય તો એક બે ચમચી છીણેલો ગોળ પણ નાખી શકો છો.
  • જો લીલું લસણ ના હોય તો સૂકા લસણ ની કણી લઈ એની પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bajri Na Chamchamiya banavani rit

બાજરી ના ચમચમિયા - Bajri Na Chamchamiya

Bajri Na Chamchamiya banavani rit

આ વાનગી નું નામ જેટલું અલગ છે એટલી જ વાનગી પણ અલગ છેઅને સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી છે. અત્યારે ઘણાઓછા લોકો આ વાનગી વિશે જાણતાં હસે , તો આજ આપણે એક આપણી જૂની અને વિસરાતી વાનગી Bajri Na Chamchamiya – બાજરી ના ચમચમિયા બનાવતા શીખીશું.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 19 minutes
Total Time: 39 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 તપેલી

Ingredients

Ingredients list

  • 2 કપ બાજરી નો લોટ
  • ¾ કપ ઝીણી સુધારેલી લીલી મેથી
  • ½ કપ ઝીણાં સમારેલાં લીલાં ધાણા
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • ¼ કપ ઝીણું સમારેલું લીલું લસણ ( ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખો )
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • ½ કપ દહીં
  • 1 ચમચી ઈનો
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Bajri Na Chamchamiya banavani rit

  • બાજરી ના ચમચમિયા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ચારણી માં નાખી નિતારી લ્યો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નિતારી લ્યો. હવે લીલા મરચા ને ઝીણા ઝીણા સમારી તૈયાર કરી લ્યો અને લીલા લસણ ને પણ સાફ કરી ધોઈ ઝીણું સમારી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
  • હવે એક તપેલી માં બાજરા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલી લીલી મેથી, લીલા ધાણા, લીલા મરચા અને લીલું લસણ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, બે ત્રણ ચમચી સફેદ તલ, એક ચમચી ઘી અને દહી નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી બાજરી ના મિશ્રણ માં ઈનો અને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી તવી પર એક ચમચી તેલ કે ઘી નાખો એમાં પા ચમચી સફેદ તલ નાખો અને તૈયાર કરેલ મિશ્રણ માંથી એક થી દોઢ કડછી બાજરા નું મિશ્રણ નાખી થોડું ફેલાવી લ્યો.
  • ત્યારબાદ ઢાંકી ને બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી તૈયાર ચમચમિયા ને તવિથા થી ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો. અને ત્યાર બાદ ઉતારી લ્યો ને દહી, ચટણી, સોસ કે રાયતા સાથે સર્વ કરી શકો છો આમ એક એક કરી ને બધા ચમચમિયા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે બાજરી ના ચમચમિયા.

Chamchamiya recipe notes

  • અહીં મિશ્રણ માં તમે ઝીણી સુધારેલી પાલક પણ નાખી શકો છો.
  • જો તમને થોડી મીઠાસ પસંદ હોય તો એક બે ચમચી છીણેલો ગોળ પણ નાખી શકો છો.
  • જો લીલું લસણ ના હોય તો સૂકા લસણ ની કણી લઈ એની પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ખજુર વાળી ગુંદર ની પેંદ | Khajur vali Gundar ni ped

આજે શિયાળા માં વસાણા ખાઈ બધા તંદુરસ્ત થવા માંગતા હોય છે એટલે શિયાળો ચાલુ થતાં જ બધા વિવિધ પ્રકારના વસાણા યુક્ત મીઠાઈઓ અને વાનગીઓ ઘરે અથવા બજાર માંથી લઈ ખાતા હોય છે એવી જ એક વાનગી આજ આપણે ઘરે Khajur vali Gundar ni ped – ખજુર વાળી ગુંદર ની પેંદ બનાવતા શીખીશું જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.

Ingredients list

  • ઘી 3-4 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
  • ખજૂર 200 ગ્રામ
  • બાવડીયો ગુંદ 50 ગ્રામ
  • સૂકા નારિયળ નું છીણ 100 ગ્રામ
  • કાજુ 50 ગ્રામ
  • બદામ 50 ગ્રામ
  • અખરોટ 50 ગ્રામ
  • તરબૂચ ના બીજ 25 ગ્રામ
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • ગંઠોડા પાઉડર 1 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • એલચી નો પાઉડર ½ ચમચી
  • જાયફળ નો પાઉડર ½ ચમચી

ખજુર વાળી ગુંદર ની પેંદ બનાવવાની રીત

ગુંદર ની પેંદ બનાવવા સૌપ્રથમ ગેસ બાવળ નો ગૂંદ ને સાફ કરી મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ, અખરોટ. બદામ અને મગતરી ના બીજ નાખી પ્લસ મોડ માં દરદરો પાઉડર બનાવી લ્યો.

હવે ખજૂર ને  એક તપેલી માં ત્રણ ચાર ગ્લાસ  પાણી લઈ ખજૂર ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એમાં કોઈ કચરો હોય તો એ નીકળી જાય. હવે ખજૂર ને સાફ કરી લીધા બાદ પાણી માંથી કપડા માં કાઢી ને લ્યો અને એક એક ખજૂર માંથી ઠરિયા કાઢી અલગ કરી લ્યો અને મિક્સર જાર માં પીસી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ગુંદ નાખી ગુંદ ને બરોબર શેકી ને ચડાવી લ્યો. ગુંદ બરોબર ચડી ને બ્રાઉન થાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહો અને દૂધ ફાટી જાય એટલે હલાવતા રહો અને પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહો.

પાણી બરી જાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રુટ નો પાઉડર નાખો , નારિયળ નું છીણ , સૂંઠ પાઉડર, પીપળી પાઉડર, ખસખસ, જાયફળ નો પાઉડર અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ શેકી લ્યો ત્યારબાદ પીસી રાખેલ ખજૂર નાખી મિક્સ કરી લેવો.

ખજૂર બધી સામગ્રી સાથે બરોબર મિક્સ થઈ જાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડી વાર હલાવી ને ઠંડુ કરી લ્યો અને બિલકુલ ઠંડુ થાય એટલે બરણી માં ભરી ને બહાર દસ પંદર દિવસ અને ફ્રીઝ માં મહિના સુધી મૂકી ખાઈ શકાય છે તો તૈયાર છે ગુંદર ની પેંદ.

Recipe notes

  • બાવળ નો ગુંદ નાના મોટા બધા ખાઈ શકે છે એટલે એ વાપરશો તો બનાવેલી ગુંદર ની પેંદ ઘરના બધા સભ્યો ખાઈ શકશે.
  • ખજૂર ની સાથે અંજીર પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Khajur vali Gundar ni ped banavani rit

ખજુર વાળી ગુંદર ની પેંદ - Khajur vali Gundar ni ped

Khajur vali Gundar ni ped banavani rit

આજે શિયાળા માં વસાણા ખાઈ બધા તંદુરસ્ત થવા માંગતા હોયછે એટલે શિયાળો ચાલુ થતાં જ બધા વિવિધ પ્રકારના વસાણા યુક્ત મીઠાઈઓ અને વાનગીઓ ઘરેઅથવા બજાર માંથી લઈ ખાતા હોય છે એવી જ એક વાનગી આજ આપણે ઘરે Khajur vali Gundar ni ped – ખજુર વાળી ગુંદર ની પેંદ બનાવતા શીખીશું જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 3-4 ચમચી ઘી
  • 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
  • 200 ગ્રામ ખજૂર
  • 50 ગ્રામ બાવડીયો ગુંદ
  • 100 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
  • 50 ગ્રામ કાજુ
  • 50 ગ્રામ બદામ
  • 50 ગ્રામ અખરોટ
  • 25 ગ્રામ તરબૂચ ના બીજ
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી ગંઠોડા પાઉડર
  • 1 ચમચી ખસખસ
  • ½ ચમચી એલચી નો પાઉડર
  • ½ ચમચી જાયફળ નો પાઉડર

Instructions

Khajur vali Gundar ni ped banavani rit

  • ગુંદર ની પેંદ બનાવવા સૌપ્રથમ ગેસ બાવળ નો ગૂંદ ને સાફ કરી મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે મિક્સર જારમાં કાજુ, અખરોટ. બદામ અને મગતરી ના બીજ નાખી પ્લસ મોડ માં દરદરો પાઉડર બનાવી લ્યો.
  • હવે ખજૂર ને એક તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી લઈ ખજૂર ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એમાં કોઈ કચરો હોય તો એ નીકળી જાય. હવે ખજૂર ને સાફ કરી લીધા બાદ પાણી માંથી કપડા માં કાઢી ને લ્યો અને એક એક ખજૂર માંથી ઠરિયા કાઢી અલગ કરી લ્યો અને મિક્સર જાર માં પીસી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ ગુંદ નાખી ગુંદ ને બરોબર શેકી ને ચડાવી લ્યો. ગુંદ બરોબર ચડી ને બ્રાઉન થાય એટલે એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો અને મિડીયમ તાપે હલાવતા રહો અને દૂધ ફાટી જાય એટલે હલાવતા રહો અને પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહો.
  • પાણી બરી જાય એટલે એમાં પીસી રાખેલ ડ્રાય ફ્રુટ નો પાઉડર નાખો , નારિયળ નું છીણ , સૂંઠ પાઉડર, પીપળી પાઉડર, ખસખસ, જાયફળ નો પાઉડર અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે થી ત્રણ મિનિટ શેકી લ્યો ત્યારબાદ પીસી રાખેલ ખજૂર નાખી મિક્સ કરી લેવો.
  • ખજૂર બધી સામગ્રી સાથે બરોબર મિક્સ થઈ જાય અને ઘી અલગ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડી વાર હલાવી ને ઠંડુ કરી લ્યો અને બિલકુલ ઠંડુ થાય એટલે બરણી માં ભરી ને બહાર દસ પંદર દિવસ અને ફ્રીઝ માં મહિના સુધી મૂકી ખાઈ શકાય છે તો તૈયાર છે ગુંદર ની પેંદ.

Notes

બાવળ નો ગુંદ નાના મોટા બધા ખાઈ શકે છે એટલે એ વાપરશો તો બનાવેલી ગુંદર ની પેંદ ઘરના બધા સભ્યો ખાઈ શકશે.
ખજૂર ની સાથે અંજીર પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

હેલ્થી માયોનીઝ બનાવવાની રીત | Healthy mayonnaise banavani rit

આપણે અત્યાર સુંધી બજાર માંથી જ માયોનિઝ લઈ ને વાનગીઓ માં વાપરતા આવ્યા છીએ પણ બજાર માં મળતી માયોનીઝ ઘણા બધા તેલ સાથે બનતી હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક હોય છે તો આજ આપણે ઘરે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી લાગે એવી માયોનિઝ – mayonnaise banavani rit શીખીશું.

Ingredients list

  • પલળેલા કાજુ 8-10
  • પનીર 50 ગ્રામ
  • લસણની કણી 2-3
  • વિનેગર 1-2 ચમચી
  • તિગાળેલું દહી 2-3 ચમચી
  • ઓલિવ ઓઇલ 1-2 ચમચી
  • લીલા ધાણા ની દાડી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

હેલ્થી માયોનીઝ બનાવવાની રીત

માયોનીઝ બનાવવા સૌપ્રથમ કાજુ ને બે ત્રણ કલાક પાણી માં પલાળી મુકો. ત્યાર બાદ દહી ને પણ કપડા માં બાંધી તિંગાડી મૂકો જેથી દહી માં રહેલ પાણી નીતરી જાય અને ઘટ્ટ દહીં મળે.

ત્રણ કલાક પછી કાજુ ને પાણી માંથી નાખી કાઢી મિક્સર જાર માં નાખો સાથે તિંગાળેલું દહી નાખો અને પનીર ના કટકા કરી નાખો, સ્વાદ મુજબ મીઠું, વિનેગર, લસણ ની કણી, ઓલિવ ઓઈલ, લીલા ધાણા ની દાડી નાખી ઢાંકણ બંધ કરી નાખો.

હવે મિક્સર જાર માં બધી સામગ્રી ને બરોબર પીસી સ્મુથ થાય ત્યાં સુંધી પીસો. બધી સામગ્રી બરોબર પીસાઈ જાય એટલે બરણી કે ડબ્બા માં કાઢી ને ફ્રીઝ માં મૂકી મજા લ્યો હેલ્થી માયોનીઝ.

Recipe notes

  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • અહી મિક્સ હર્બસ હોય તો એ નાખી શકો છો.
  • તમે જે ફ્લેવર્સ નો માયોનીઝ બનાવવો હોય એ ફ્લેવર્સ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Healthy mayonnaise banavani rit

હેલ્થી માયોનીઝ - Healthy mayonnaise

Healthy mayonnaise banavani rit

આપણે અત્યાર સુંધી બજાર માંથી જ માયોનિઝ લઈ ને વાનગીઓમાં વાપરતા આવ્યા છીએ પણ બજાર માં મળતી માયોનીઝ ઘણા બધા તેલ સાથે બનતી હોવાથી સ્વાસ્થ્યમાટે ખૂબ જ નુકશાન કારક હોય છે તો આજ આપણે ઘરે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી લાગે એવી માયોનિઝ – mayonnaise banavani rit શીખીશું.
5 from 2 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 8-10 પલળેલા કાજુ
  • 50 ગ્રામ પનીર
  • 2-3 લસણની કણી
  • 1-2 ચમચી વિનેગર
  • 2-3 ચમચી તિગાળેલું દહી
  • 1-2 ચમચી ઓલિવ ઓઇલ
  • 1 ચમચી લીલા ધાણા ની દાડી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Healthy mayonnaise banavani rit

  • માયોનીઝ બનાવવા સૌપ્રથમ કાજુ ને બે ત્રણ કલાક પાણી માં પલાળી મુકો. ત્યાર બાદ દહી ને પણ કપડા માં બાંધી તિંગાડી મૂકો જેથી દહી માં રહેલ પાણી નીતરી જાય અને ઘટ્ટ દહીં મળે.
  • ત્રણ કલાક પછી કાજુ ને પાણી માંથી નાખી કાઢી મિક્સર જાર માં નાખો સાથે તિંગાળેલું દહી નાખો અને પનીર ના કટકા કરી નાખો, સ્વાદ મુજબ મીઠું, વિનેગર, લસણ ની કણી, ઓલિવ ઓઈલ, લીલા ધાણા ની દાડી નાખી ઢાંકણ બંધ કરી નાખો.
  • હવે મિક્સર જાર માં બધી સામગ્રી ને બરોબર પીસી સ્મુથ થાય ત્યાં સુંધી પીસો. બધી સામગ્રી બરોબર પીસાઈ જાય એટલે બરણી કે ડબ્બા માં કાઢી ને ફ્રીઝ માં મૂકી મજા લ્યો હેલ્થી માયોનીઝ.

Recipe notes

  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • અહી મિક્સ હર્બસ હોય તો એ નાખી શકો છો.
  • તમે જે ફ્લેવર્સ નો માયોનીઝ બનાવવો હોય એ ફ્લેવર્સ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સફેદ તલ ની બરફી | Safed tal ni barfi banavani recipe

આ સફેદ તલ ની બરફી તમે ઉતરાયણ પર અથવા રેગ્યુલર મીઠાઈ તરીકે બનાવી શકો છો. જેમના દાંત ન હોય એ લોકો પણ આ તલ વાળી બરફી – Safed tal ni barfi ની મજા લઇ શકે છે.

Ingredients list

  • સફેદ તલ 1 કપ
  • ઘી 1-2 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ ½ કપ
  • મિલ્ક પાઉડર ¾ કપ
  • ખાંડ ½ કપ

Safed tal ni barfi banavani recipe

સફેદ તલ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સફેદ તલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તલ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી તલ નો પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર ફરી એક કડાઈ માં ઘી અને ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી ગાંઠા ના પડે એમ મિક્સ કરો અને બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો અને દૂધ ને ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે એમાં ખાંડ નાંખી ઓગળી લ્યો.

ખાંડ ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ તલ નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી મિશ્રણ ને બરોબર શેકી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં નાખો અને એક સરખું ફેલાવી લ્યો અને ઠંડુ થવા દયો.

અથવા તો ( મિશ્રણ ને એક થાળી માં કાઢી ને ઠંડુ કરી મનગમતા આકાર આપી અથવા મોલ્ડ માં આકાર આપી શકો છો). થાળી માં ફેલાયેલ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો સફેદ તલ ની બરફી.

Recipe notes

  • અહીં બરફી ઉપર તમને ચાંદી નું વરખ કે ડ્રાય ફ્રુટ નાખવા હોય તો નાખી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સફેદ તલ ની બરફી બનાવવાની રેસીપી

સફેદ તલ ની બરફી - Safed tal ni barfi

Safed tal ni barfi banavani recipe

આ સફેદ તલ ની બરફી તમેઉતરાયણ પર અથવા રેગ્યુલર મીઠાઈ તરીકે બનાવી શકો છો. જેમના દાંતન હોય એ લોકો પણ આ તલ વાળી બરફી – Safed tal ni barfi ની મજા લઇ શકે છે.
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 કપ સફેદ તલ
  • 1-2 ચમચી ઘી
  • ½ કપ ફૂલ ક્રીમ દૂધ
  • ¾ કપ મિલ્ક પાઉડર
  • ½ કપ ખાંડ

Instructions

Safed tal ni barfi banavani recipe

  • સફેદ તલ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સફેદ તલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તલ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી તલ નો પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર ફરી એક કડાઈ માં ઘી અને ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી ગાંઠા ના પડે એમ મિક્સ કરો અને બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો અને દૂધ ને ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે એમાં ખાંડ નાંખી ઓગળી લ્યો.
  • ખાંડ ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ તલ નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી મિશ્રણ ને બરોબર શેકી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં નાખો અને એક સરખું ફેલાવી લ્યો અને ઠંડુ થવા દયો.
  • અથવા તો ( મિશ્રણ ને એક થાળી માં કાઢી ને ઠંડુ કરી મનગમતા આકાર આપી અથવા મોલ્ડ માં આકાર આપી શકો છો). થાળી માં ફેલાયેલ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો સફેદ તલ ની બરફી.

Recipe notes

  • અહીં બરફી ઉપર તમને ચાંદી નું વરખ કે ડ્રાય ફ્રુટ નાખવા હોય તો નાખી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ વેજીટેબલ સૂપ | Mix vegetable soup

મિત્રો આ મિક્સ વેજીટેબલ સૂપ માં ઘર માં રહેલ શાક નો ઉપયોગ કરી બનાવતા શીખીશું. આ સૂપ બનાવી તમે શિયાળા ની સાંજ ની ગુલાબી ઠંડી મા Mix vegetable soup મજા લઇ શકો છો.

Ingredients list

  • તેલ/ માખણ 1-2 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 1-2 ચમચી
  • ઝીણું સમારેલું આદુ 1 ચમચી
  • લીલી ડુંગળી ઝીણી સુધારેલ 3-4 ચમચી
  • ઝીણા સમારેલા ગાજર 3-4 ચમચી
  • મકાઈ ના દાણા 3-4 ચમચી
  • ફણસી ઝીણી સુધારેલી 2-3 ચમચી
  • કેપ્સીકમ ઝીણું સમારેલું 4-5 ચમચી
  • ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • ટમેટા કેચઅપ 3-4 ચમચી
  • ચીલી સોસ 3 ચમચી
  • વિનેગર / લીંબુનો રસ 2 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ગરમ પાણી 4 કપ
  • મીઠું સ્વાદ મુજબ

Mix vegetable soup banavani recipe

મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો ચોપર માં નાખી ચોપ કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ / માખણ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખી મિકસ કરી લ્યો.

હવે ડુંગળી શેકાઈ જાય એટલે, ગાજર, ફણસી, કેપ્સીકમ, મકાઈ, પાનકોબી નાખી ફૂલ તાપે શેકી લ્યો. બધી સામગ્રી ને બરોબર શેકી લિધા બાદ એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી માં ત્રણ ચાર વખત ઉકાળી લ્યો.

ત્યારબાદ હવે એક વાટકા માં કોર્ન ફ્લોર નાખી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી આ તૈયાર મિશ્રણ ને ઉકળતા સૂપ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં મીઠું સ્વાદ મુજબ, ટમેટા કેચઅપ, વિનેગર / લીંબુનો રસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં મરી પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ સૂપ.

Recipe notes

  • અહી કેપ્સીકમ માં તમારા પાસે લાલ, પીળા કે લીલા જે કેપ્સીકમ હોય એ બધા વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની રેસીપી

મિક્સ વેજીટેબલ સૂપ - Mix vegetable soup

Mix vegetable soup banavani recipe

મિત્રો આ મિક્સ વેજીટેબલ સૂપ માં ઘર માં રહેલ શાક નો ઉપયોગકરી બનાવતા શીખીશું. આ સૂપ બનાવી તમે શિયાળા ની સાંજની ગુલાબી ઠંડી મા Mix vegetable soup મજા લઇ શકોછો.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 19 minutes
Total Time: 39 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 1-2 ચમચી તેલ/ માખણ
  • 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 1 ચમચી ઝીણું સમારેલું આદુ
  • 3-4 ચમચી લીલી ડુંગળી ઝીણી સુધારેલ
  • 3-4 ચમચી ઝીણા સમારેલા ગાજર
  • 3-4 ચમચી મકાઈ ના દાણા
  • 2-3 ચમચી ફણસી ઝીણી સુધારેલી
  • 4-5 ચમચી કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 3-4 ચમચી ટમેટા કેચઅપ
  • 3 ચમચી ચીલી સોસ
  • 2 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • ½ ચમચી મરી પાઉડર
  • 4 કપ ગરમ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Mix vegetable soup banavani recipe

  • મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો ચોપર માં નાખી ચોપ કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ / માખણ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખી મિકસ કરી લ્યો.
  • હવે ડુંગળી શેકાઈ જાય એટલે, ગાજર, ફણસી, કેપ્સીકમ, મકાઈ, પાનકોબી નાખી ફૂલ તાપે શેકી લ્યો. બધી સામગ્રી ને બરોબર શેકી લિધા બાદ એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી માં ત્રણ ચાર વખત ઉકાળી લ્યો.
  • ત્યારબાદ હવે એક વાટકા માં કોર્ન ફ્લોર નાખી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી આ તૈયાર મિશ્રણ ને ઉકળતા સૂપ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં મીઠું સ્વાદ મુજબ, ટમેટા કેચઅપ, વિનેગર / લીંબુનો રસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં મરી પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ સૂપ.

Recipe notes

  • અહી કેપ્સીકમ માં તમારા પાસે લાલ, પીળા કે લીલા જે કેપ્સીકમ હોય એ બધા વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Beet no jam banavani rit

આજ આપણે બીટ અને ગોળ થી પ્રિઝરવટિવ વગર તૈયાર કરીશું જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બીટ નો જામ પણ બની ને તૈયાર થશે અને એક વખત જામ બનાવી તમે ફ્રીઝ માં ચાર પાંચ મહિના સુધી મજા લઈ શકો છો તો ચાલો Beet no jam શીખીએ.

Ingredient list

  • બીટ પ્યુરી 1 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • પાણી ¼ કપ
  • મીઠું 1 ચપટી

Beet no jam banavani rit

બીટ નો જામ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી ફરીથી ધોઇ લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને કટકા ને કુકર માં નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કટકા ને થાળી માં કાઢી ઠંડા કરી લ્યો.

હવે મિક્સર જાર માં ઠંડા થયેલા બીટ ના કટકા નાખો અને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પીસેલા પેસ્ટ નાખી અને ગેસ ચાલુ કરી પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી બરોબર મિક્સ કરતા રહો.

બીટ નું પાણી સુકાવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખી ફરી મિશ્રણ ઘટ્ટ થાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે એમાં લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ ચડાવી લઈ ગેસ બંધ કરી નાખો અને તૈયાર જામ ને ઠંડો થવા દયો. જામ ઠંડો થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે બીટ માંથી જામ.

Recipe notes

  • અહીં ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બીટ નો જામ બનાવવાની રીત

બીટ નો જામ - Beet no jam

Beet no jam banavani rit

આજ આપણે બીટ અને ગોળ માંથી પ્રિઝરવટિવ વગર તૈયાર કરીશુંજે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બીટ નો જામ પણ બની ને તૈયાર થશે અનેએક વખત જામ બનાવી તમે ફ્રીઝ માં ચાર પાંચ મહિના સુધી મજા લઈ શકો છો તો ચાલો Beet no jam શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredient list

  • 1 કપ બીટ પ્યુરી
  • ½ કપ છીણેલો ગોળ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ¼ કપ પાણી
  • 1 ચપટી મીઠું

Instructions

Beet no jam banavani rit

  • બીટ માંથી જામ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી ફરીથી ધોઇ લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને કટકા ને કુકર માં નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કટકા ને થાળી માં કાઢી ઠંડા કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં ઠંડા થયેલા બીટ ના કટકા નાખો અને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પીસેલા પેસ્ટ નાખી અને ગેસ ચાલુ કરી પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી બરોબર મિક્સ કરતા રહો.
  • બીટ નું પાણી સુકાવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખી ફરી મિશ્રણ ઘટ્ટ થાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે એમાં લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ ચડાવી લઈ ગેસ બંધ કરી નાખો અને તૈયાર જામ ને ઠંડો થવા દયો. જામ ઠંડો થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે બીટ માંથી જામ.

Notes

અહીં ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી