Home Blog Page 67

જાંબુ મલાઈ આઈસક્રીમ | Jambu Malai Ice Cream

જાંબુ ની સીઝન માં બને એટલા જાંબુ ખાઈ લેવા જોઈએ કેમ કે એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. આમ તો જાંબુ નો પોતાનો સ્વાદ જ ખૂબ સારો હોય છે પણ એમાંથી બનતી અલગ અલગ વાનગીઓ નો સ્વાદ પણ ખુબ સારો લાગે છે તો આજ એવીજ એક ઠંડી ઠંડી વાનગી શીખીશું. તો ચાલો જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત – Jambu Malai Ice Cream banavani rit શીખીએ.

જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • બીજ કાઢેલા જાંબુ નો પલ્પ 150 ગ્રામ
  • ખાંડ 150 ગ્રામ  + ½ કપ
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • ક્રીમ 1 કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • મિલ્ક પાઉડર 1 કપ

જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત

જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ જાંબુ ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપી ને એના બીજ અલગ કરી લ્યો હવે જાંબુ ના પલ્પ ને મિક્સર જારમાં નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.

હવે પીસેલા પેસ્ટ ને એક કડાઈ માં નાખો અને સાથે ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ પર હલાવતા રહી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. જાંબુ નો પલ્પ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડું ઠંડું થવા દયો પલ્પ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ કરી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.

મિક્સર જારમાં ફૂલ ક્રીમ દૂધ, મલાઈ, ખાંડ, મિલ્ક પાઉડર નાખી ને પીસી લ્યો અને સ્મુથ કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ત્રણ ચાર કલાક ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો અને મલાઈ આઈસક્રીમ ને સેટ થવા દયો. ચાર કલાક પછી જામેલી આઈસક્રીમ ને ડી મોલ્ડ કરી લ્યો અને એના સરખા બે ભાગ કરી લ્યો.

એક ભાગ ને મિક્સર જારમાં નાખો એમાં જાંબુનો પલ્પ બનાવેલ એમાંથી એક બે ચમચા નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો હવે ફરી એર ટાઈટ ડબ્બા થોડી મલાઈ આઈસક્રીમ નાખો એના પર પીસેલી જાંબુ આઈસક્રીમ નાખો અને વચ્ચે થોડો જાંબુ પલ્પ નાખો આમે એક બે લેયર કરી લ્યો.

હવે ફરી એર ટાઈટ ડબ્બા ના ઢાંકણ ને બરોબર બંધ કરી ફ્રીઝર માં પાંચ સાત કલાક અથવા આખી રાત જમાવા મૂકો અને આઈસક્રીમ બરોબર જામી જાય એટલે મજા લ્યો જાંબુ મલાઈ આઈસક્રીમ.

Jambu Malai Ice Cream recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • મલાઈ તમે ઘર ની કે બજાર ની વાપરી શકો છો.

Jambu Malai Ice Cream banavani rit

Video Credit : Youtube/ Chef Neha Deepak Shah

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Neha Deepak Shah ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Jambu Malai Ice Cream recipe

જાંબુ મલાઈ આઈસક્રીમ - Jambu Malai Ice Cream - જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત - Jambu Malai Ice Cream banavani rit - Jambu Malai Ice Cream recipe

જાંબુ મલાઈ આઈસક્રીમ | Jambu Malai Ice Cream

જાંબુ ની સીઝન માં બને એટલા જાંબુ ખાઈ લેવા જોઈએ કેમ કે એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાંઆવે છે. આમ તો જાંબુ નો પોતાનો સ્વાદ જ ખૂબ સારો હોય છે પણ એમાંથી બનતી અલગ અલગ વાનગીઓનો સ્વાદ પણ ખુબ સારો લાગે છે તો આજ એવીજ એક ઠંડી ઠંડી વાનગી શીખીશું. તો ચાલો જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવાની રીત -Jambu Malai Ice Cream banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 day
Total Time: 1 day 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 એર ટાઈટ ડબ્બા

Ingredients

જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 150 ગ્રામ બીજ કાઢેલા જાંબુ નો પલ્પ
  • 150 ગ્રામ  ખાંડ 150 + ½ કપ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 1 કપ ક્રીમ
  • 1 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 1 કપ મિલ્ક પાઉડર

Instructions

Jambu Malai Ice Cream banavani rit

  • જાંબુ મલાઈ આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ જાંબુને સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી કાપીને એના બીજ અલગ કરી લ્યો હવે જાંબુ ના પલ્પ ને મિક્સર જારમાં નાખી ને પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
  • હવે પીસેલા પેસ્ટ ને એક કડાઈ માં નાખો અનેસાથે ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ પર હલાવતા રહી ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવીલ્યો. જાંબુ નો પલ્પ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને થોડું ઠંડું થવાદયો પલ્પ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ કરી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.
  • મિક્સર જારમાં ફૂલ ક્રીમ દૂધ,મલાઈ, ખાંડ, મિલ્ક પાઉડરનાખી ને પીસી લ્યો અને સ્મુથ કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ત્રણચાર કલાક ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો અને મલાઈ આઈસક્રીમ ને સેટ થવા દયો. ચાર કલાક પછીજામેલી આઈસક્રીમ ને ડી મોલ્ડ કરી લ્યો અને એના સરખા બે ભાગ કરી લ્યો.
  • એક ભાગ ને મિક્સર જારમાં નાખો એમાં જાંબુનોપલ્પ બનાવેલ એમાંથી એક બે ચમચા નાખી ને ઢાંકણ બંધ કરી પીસી લ્યો હવે ફરી એર ટાઈટ ડબ્બાથોડી મલાઈ આઈસક્રીમ નાખો એના પર પીસેલી જાંબુ આઈસક્રીમ નાખો અને વચ્ચે થોડો જાંબુ પલ્પનાખો આમે એક બે લેયર કરી લ્યો.
  • હવે ફરી એર ટાઈટ ડબ્બા ના ઢાંકણ ને બરોબર બંધકરી ફ્રીઝર માં પાંચ સાત કલાક અથવા આખી રાત જમાવા મૂકો અને આઈસક્રીમ બરોબર જામી જાયએટલે મજા લ્યો જાંબુ મલાઈ આઈસક્રીમ.

Jambu Malai Ice Cream recipe notes

  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરીશકો છો.
  • મલાઈ તમે ઘર ની કે બજાર ની વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બોબા કૉફી બનાવવાની રીત | Boba Coffee banavani rit

કેમ છો મિત્રો આજે આપણે બજારમાં મળતી અને આજ કાલ બધા જેને પસંદ કરે છે બોબા કૉફી બનાવવાની રીત શીખીશું. આમ તો આ બોબા કૉફી બનાવવા માટે અમુક પ્રકારના ખાસ સામગ્રી થી બનાવવામાં આવે છે પણ આજ આપણે એને આપણી દેસી રીતે બનાવતા શીખીશું. જે દેસી સામગ્રી થી તૈયાર થાય છે પણ ટેસ્ટી બજાર જેટલી જ લાગશે. તો ચાલો Boba Coffee banavani rit – બબલ કોફી – બોબા કૉફી બનાવવાની રીત શીખીએ.

બબલ કોફી બનાવવા જરૂરી સામગ્રી

  • પીસેલા સાબુદાણા નો લોટ ½ કપ
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • કોકો પાઉડર 1 ચમચી
  • છીણેલો ગોળ 3-4 ચમચી
  • વેનીલા એસેન્સ ¼ ચમચી
  • કોફી 1 ચમચી
  • પીસેલી ખાંડ 2-3 ચમચી
  • દૂધ 250 એમ. એલ.
  • પાણી જરૂર મુજબ

બોબા કૉફી બનાવવાની રીત

બોબા કૉફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પીસેલા સાબુદાણા નો લોટ લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પા કપ પાણી નાખી એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો.

ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી  એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિક્સ કરેલ લોટ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એને બરોબર મિક્સ કરી મસળી લ્યો અને કોર્ન ફ્લોર વાળો હાથ કરી બાંધેલા લોટ માંથી નાની નાની ગોલી બનાવી લ્યો.

તૈયાર કરેલ ગોલી માં કોર્ન ફ્લોર નો લોટ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખો અને પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગોલી નાખી દસ પંદર મિનિટ સુધી ચડવા દયો અને વચ્ચે હળવા હાથે મિક્સ કરી લ્યો. પંદર મિનિટ પછી બાફેલી ગોલી ને ગરણી માં કાઢી લ્યો અને વાટકા માં કાઢી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.

એક વાટકા માં બે ચાર ચમચી પાણી , કૉફી અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો  અને સાથે ફૂલ ક્રીમ દૂધ ને પણ ગરમ કરી ઠંડુ કરી ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દયો.

હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા , તૈયાર કરેલ ગોલી જરૂર મુજબ નાખો સાથે તૈયાર કરેલ કૉફી નું પાણી નાખો અને ઠંડુ કરેલ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો બોબા કૉફી.

Boba Coffee recipe notes

  • અહી જો તમને મળતા હોય તો ગોળ ની જગ્યાએ બ્રાઉન સુગર વાપરી શકો છો અને સાબુદાણા પીસેલા અને કોર્ન ફ્લોર ની જગ્યાએ ટેપિયો ફ્લોર વાપરી શકો છો.

Boba Coffee banavani rit

Video Credit : Youtube/ The Terrace Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Boba Coffee recipe

Boba Coffee - બોબા કૉફી - Boba Coffee banavani rit - બોબા કૉફી બનાવવાની રીત - Boba Coffee recipe

બોબા કૉફી બનાવવાની રીત | Boba Coffee banavani rit

કેમ છોમિત્રો આજે આપણે બજારમાં મળતી અને આજ કાલ બધા જેને પસંદ કરે છે બોબા કૉફી બનાવવાનીરીત શીખીશું. આમ તો આ બોબા કૉફી બનાવવા માટે અમુક પ્રકારના ખાસ સામગ્રી થી બનાવવામાંઆવે છે પણ આજ આપણે એને આપણી દેસી રીતે બનાવતા શીખીશું. જે દેસી સામગ્રી થી તૈયાર થાયછે પણ ટેસ્ટી બજાર જેટલી જ લાગશે. તો ચાલો Boba Coffee banavani rit – બબલ કોફી – બોબા કૉફી બનાવવાની રીત શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1  મોટું વાસણ
  • 2 સર્વીંગ ગ્લાસ
  • 1 મિક્સર

Ingredients

બબલ કોફી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ પીસેલા સાબુદાણા નો લોટ
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી કોકો પાઉડર
  • 3-4 ચમચી છીણેલો ગોળ
  • ¼ ચમચી વેનીલા એસેન્સ
  • 1 ચમચી કોફી
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 250 એમ. એલ. દૂધ 250
  • પાણી જરૂર મુજબ

Instructions

Boba Coffee banavani rit

  • બોબા કૉફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં પીસેલાસાબુદાણા નો લોટ લ્યો ત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સકરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં પા કપ પાણી નાખી એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી ગોળને ઓગળી લ્યો.
  • ત્યાર બાદ પાણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી  એમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં મિક્સ કરેલ લોટ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે એને બરોબર મિક્સ કરી મસળી લ્યો અને કોર્નફ્લોર વાળો હાથ કરી બાંધેલા લોટ માંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
  • તૈયાર કરેલ ગોલી માં કોર્ન ફ્લોર નો લોટ નાખીમિક્સ કરી એક બાજુ મૂકો. હવે ગેસ પર એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખો અને પાણી નેગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગોલી નાખી દસ પંદર મિનિટ સુધી ચડવાદયો અને વચ્ચે હળવા હાથે મિક્સ કરી લ્યો. પંદર મિનિટ પછી બાફેલી ગોલી ને ગરણી માં કાઢીલ્યો અને વાટકા માં કાઢી લ્યો અને એક બાજુ અથવા ફ્રીઝ માં મૂકી દયો.
  • એક વાટકા માં બે ચાર ચમચી પાણી ,કૉફી અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. અને ફ્રીઝ માં મૂકીઠંડુ કરી લ્યો  અને સાથે ફૂલ ક્રીમ દૂધ ને પણગરમ કરી ઠંડુ કરી ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકી દયો.
  • હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના કટકા ,તૈયાર કરેલ ગોલી જરૂર મુજબ નાખો સાથે તૈયાર કરેલ કૉફી નું પાણી નાખોઅને ઠંડુ કરેલ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો બોબા કૉફી.

Boba Coffee recipe notes

  • અહી જો તમને મળતા હોય તો ગોળ ની જગ્યાએ બ્રાઉનસુગર વાપરી શકો છો અને સાબુદાણા પીસેલા અને કોર્ન ફ્લોર ની જગ્યાએ ટેપિયો ફ્લોર વાપરીશકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જાંબુ શોટ્સ બનાવવાની રીત | Jambu shots banavani rit

જાંબુ નો કાલા ખટ્ટા શરબત | જાંબુ નું શરબત | જાંબુ નો સરબત | જાંબુ નો જ્યુસ | Jambu nu sharbat in Gujarati

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati

ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત  | Crispi rava masala banavani rit

ક્રિસ્પી રવા મસાલા સનેક્સ તમે બાળકો ને નાસ્તા માં અથવા સાંજ ની ચા સાથે નાસ્તા માં કે આવેલા મહેમાનો ને આપી ખુશ કરી શકો છો જે બનાવવો ખૂબ સરળ છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવી તૈયાર કરશો તો ચાલો ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત – Crispi rava masala banavani rit શીખીએ.

રવા મસાલા બનાવવા જરૂરી સામગ્રી

  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • રવો 1 કપ
  • અજમો ¼ ચમચી
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • હિંગ 1-2 ચપટી
  • મીઠા લીમડા ના પાન સુધારેલ 5-7
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત

ક્રિસ્પી રવા મસાલા બનાવવા સૌપ્રથમ સોજી ને મિક્સર જારમાં નાખી પીસી પાઉડર જેવી બનાવી લ્યો ત્યાર બાદ પીસેલી સોજી ને એક વાસણમાં લ્યો અને એમાં ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો, હિંગ, બેકિંગ સોડા, લીલા ધાણા સુધારેલા, મીઠા લીમડા ના પાન સુધારેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે સૂકા મિશ્રણ માં પાણી નાખતા જાઓ અને મીડીયમ નરમ લોટ બાંધી લ્યો . બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી લોટ ને ફરી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.

વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લઈ એમાંથી લુવા બનાવી લ્યો અને હવે કોરા લોટ ને મદદથી લુવા માંથી રોટલી બનાવી લ્યો અને મનગમતા આકાર માં ચાકુ થી કાપી કટકા કરી લ્યો. આમ બધા લુવા ને વણી ચાકુથી કટકા કરી લ્યો.

હવે ગેસ પર મિડીયમ તાપે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કટકા ને નાખો અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.

આમ બધા જ કટકા ને તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર નાસ્તા પર ચાર્ટ મસાલો છાંટી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડા થવા દયો. નાસ્તો બિલકુલ ઠંડો થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ક્રિસ્પી રવા મસાલા.

rava masala recipe notes

  • અહી તમે તમારી પસંદ ના ફ્લેવર્સ વાળા મસાલા પણ છાંટી શકો છો.

Crispi rava masala banavani rit

Video Credit : Youtube/ Indian Tadka

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Tadka ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 rava masala recipe in gujarati

રવા મસાલા - rava masala - ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત - Crispi rava masala banavani rit - rava masala recipe in gujarati

ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત | Crispi rava masala banavani rit

ક્રિસ્પીરવા મસાલા સનેક્સ તમે બાળકો ને નાસ્તા માં અથવા સાંજ ની ચા સાથે નાસ્તા માં કે આવેલામહેમાનો ને આપી ખુશ કરી શકો છો જે બનાવવો ખૂબ સરળ છે અને એક વખત બનાવ્યા પછી વારંવારબનાવી તૈયાર કરશો તો ચાલો ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત – Crispi rava masala banavani rit શીખીએ.
3.84 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

રવા મસાલા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 કપ રવો
  • ¼ ચમચી અજમો
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • 1-2 ચપટી હિંગ
  • 5-7 મીઠા લીમડા ના પાન સુધારેલ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Crispi rava masala banavani rit

  • ક્રિસ્પી રવા મસાલા બનાવવા સૌપ્રથમ સોજી નેમિક્સર જારમાં નાખી પીસી પાઉડર જેવી બનાવી લ્યો ત્યાર બાદ પીસેલી સોજી ને એક વાસણમાંલ્યો અને એમાં ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો,હિંગ, બેકિંગ સોડા, લીલાધાણા સુધારેલા, મીઠા લીમડા ના પાન સુધારેલ અને મીઠું સ્વાદ મુજબનાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે સૂકા મિશ્રણ માં પાણી નાખતા જાઓ અને મીડીયમનરમ લોટ બાંધી લ્યો . બાંધેલા લોટ માં એક બે ચમચી તેલ નાખી લોટ ને ફરી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો.
  • વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લઈ એમાંથી લુવાબનાવી લ્યો અને હવે કોરા લોટ ને મદદથી લુવા માંથી રોટલી બનાવી લ્યો અને મનગમતા આકારમાં ચાકુ થી કાપી કટકા કરી લ્યો. આમ બધા લુવા ને વણી ચાકુથીકટકા કરી લ્યો.
  • હવે ગેસ પર મિડીયમ તાપે એક કડાઈમાં તેલ ગરમકરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કટકા ને નાખો અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધીતરી લ્યો.
  • આમ બધા જ કટકા ને તરી ને તૈયાર કરી લ્યો અનેતૈયાર નાસ્તા પર ચાર્ટ મસાલો છાંટી હલકા હાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડાથવા દયો. નાસ્તો બિલકુલ ઠંડો થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરીલ્યો અને મજા લ્યો ક્રિસ્પી રવા મસાલા.

rava masala recipe notes

  • અહી તમે તમારી પસંદ ના ફ્લેવર્સ વાળા મસાલાપણ છાંટી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બચેલા ભાત ના પકોડા | Bachela bhat na pakoda

પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati

વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe

દૂધીના થેપલા | dudhi na thepla | dudhi na thepla recipe

વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati

જાંબુ શોટ્સ બનાવવાની રીત | Jambu shots banavani rit

આજ કાલ બજારમાં જાંબુ ખૂબ સારા આવે છે જાંબુ ખાવાના ઘણા બધા ફાયદા છે અનેક બિમારીઓ માટે એ લાભકારી માનવામાં આવે છે અને કહેવાય છે કે જાંબુ ની સીઝન માં ઓછામાં ઓછાં ચાર પાંચ જાંબુ તો ખાવા જ જોઈએ જે પેટ માટે ખૂબ સારા છે તો આજ આપણે હેલ્થી જાંબુ માંથી પીણું બનાવશું જે સ્વાદિષ્ટ તો લાગશે સાથે હેલ્થી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાંબુ શોટ્સ બનાવવાની રીત – Jambu shots banavani rit શીખીએ.

જાંબુન શોટ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 2 ચમચી
  • જાંબુ 500 ગ્રામ
  • લીંબુનો રસ 1 ચમચી
  • ફુદીના ના પાંદ 5-7
  • મીઠું સ્વાદ મુજબ

જાંબુ શોટ્સ બનાવવાની રીત

જાંબુ શોટ્સ બનાવવા સૌપ્રથમ પહેલા પાકેલા અને તાજા જાંબુ લ્યો એને એક બે પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો જેથી જાંબુ ઉપર કોઈ કચરો હોય તો દૂર થઈ જાય,

ત્યાર બાદ ચાકુથી જાંબુ ની સ્લાઈસ ને જાંબુના ઠરિયા થી અલગ કરી લ્યો. આમ બધા જાંબુ ની સ્લાઈસ ને કાઢી લ્યો .

હવે જાંબુની સ્લાઈસ ને ફ્રીઝર માં ડબ્બા માં ભરી ને બે થી ત્રણ કલાક મૂકો. ત્રણ કલાક પછી મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં ખાંડ, લીંબુનો રસ, ફુદીના ના પાંદ, મીઠું સ્વાદ મુજબ અને બરફ ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

પીસેલા જાંબુના શરબત ને શોર્ટ સર્વિગ ગ્લાસમાં નાખી ને મજા લ્યો જાંબુ શોર્ટ.

Jambu shots recipe notes

  • ખાંડ અને લીંબુની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

Jambu shots banavani rit

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Jambu shots recipe

જાંબુ શોટ્સ - જાંબુ શોટ્સ બનાવવાની રીત - Jambu shots - Jambu shots banavani rit - Jambu shots recipe gujarati

જાંબુ શોટ્સ બનાવવાની રીત | Jambu shots banavani rit

આજ કાલબજારમાં જાંબુ ખૂબ સારા આવે છે જાંબુ ખાવાના ઘણા બધા ફાયદા છે અનેક બિમારીઓ માટે એલાભકારી માનવામાં આવે છે અને કહેવાય છે કે જાંબુ ની સીઝન માં ઓછામાં ઓછાં ચાર પાંચજાંબુ તો ખાવા જ જોઈએ જે પેટ માટે ખૂબ સારા છે તો આજ આપણે હેલ્થી જાંબુ માંથી પીણુંબનાવશું જે સ્વાદિષ્ટ તો લાગશે સાથે હેલ્થી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો જાંબુ શોટ્સ બનાવવાની રીત – Jambu shots banavani rit શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 5 શોર્ટ ગ્લાસ

Ingredients

જાંબુન શોટ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી ખાંડ
  • 500 ગ્રામ જાંબુ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 5-7 ફુદીના ના પાંદ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Jambu shots banavani rit

  • જાંબુ શોટ્સ બનાવવા સૌપ્રથમ પહેલા પાકેલા અનેતાજા જાંબુ લ્યો એને એક બે પાણી થી બરોબર ધોઇ સાફ કરી લ્યો જેથી જાંબુ ઉપર કોઈ કચરોહોય તો દૂર થઈ જાય,
  • ત્યાર બાદ ચાકુથી જાંબુ ની સ્લાઈસ ને જાંબુનાઠરિયા થી અલગ કરી લ્યો. આમ બધા જાંબુ ની સ્લાઈસ ને કાઢી લ્યો .
  • હવે જાંબુની સ્લાઈસ ને ફ્રીઝર માં ડબ્બા માંભરી ને બે થી ત્રણ કલાક મૂકો. ત્રણ કલાક પછી મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં ખાંડ,લીંબુનો રસ, ફુદીના ના પાંદ, મીઠું સ્વાદ મુજબ અને બરફ ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
  • પીસેલા જાંબુના શરબત ને શોર્ટ સર્વિગ ગ્લાસમાંનાખી ને મજા લ્યો જાંબુ શોર્ટ.

Jambu shots recipe notes

  • ખાંડ અને લીંબુની માત્રા તમારી પસંદ મુજબ વધુઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જવ નું પાણી બનાવવાની રીત | Jav nu paani banavani rit

આ જઉં નું પાણી ને તમે જઉં નો શરબત પણ કહી શકો છો જે વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ છે અને ડાઈબીટીસ માટે ઘણું સારું છે આ સિવાય પથરી માટે, હ્રદય માટે, કિડની માટે અને બીજી ઘણી બીમારીઓ માટે ખૂબ લાભકારી છે અને ઉનાળા માં ગરમી ને દૂર કરે છે અને ઠંડક આપે છે.  આ જઉં નું પાણી બનાવવું ખૂબ સરળ છે સાથે પીવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજે જવ નું પાણી બનાવવાની રીત – Jav nu paani banavani rit શીખીએ.

જવ નું પાણી બનાવવા જરૂરી સામગ્રી

  • સંચળ ¼ ચમચી
  • જઉં ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • ફુદીના ના પાંદ સુધારેલ 1-2 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

જવ નું પાણી બનાવવાની રીત

જઉં નું પાણી બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં સાફ કરેલ જઉં લ્યો એમાં પાણી નાખી બને હાથ થી ઘસી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ પાણી ચોક્ખું થાય ત્યાં સુંધી પાણી નાખી ને ધોઇ ને સાફ કરી લ્યો,

ત્યાર બાદ એમાં બે કપ સાફ પાણી નાખી આખી રાત અથવા તમારા પાસે હોય એટલા સમય માટે પલાળી મુકો ઓછામાં ઓછાં અડધા થી એક કલાક પલાળવું જરૂરી છે.

જઉં બરોબર પલાળી લીધા બાદ એને કુકર મા નાખી દયો અને બીજું વધારા નું બે ચાર કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કૂકર બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

કુકર માંથી હવા નીકળી જાય એટલે ગરણી થી પાણી ને ગાળી ને અલગ કરી લ્યો અને જઉં ને અલગ કરી નાખો.

હવે પાણી થોડું ઠંડું થાય એટલે ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો અને પાણી બરોબર ઠંડુ થાય એટલે એમાં જરૂર મુજબ મીઠું, સંચળ, મરી પાઉડર, લીંબુનો રસ, ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ઠંડુ ઠંડુ સર્વ કરો જઉં નું પાણી.

Jav paani recipe notes

  • જઉં નું પાણી બનાવવા તમે તમારી પસંદ માં ફ્લેવર્સ પણ નાખી શકો છો.
  • બાફી ને બચેલા જઉં ના દાણા માંથી તમે બીજી વાનગીઓ પણ બનાવી શકો છો.

Jav nu paani banavani rit

Video Credit : Youtube/ Homemade Happiness With Manisha

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Jav paani recipe

જવ નું પાણી - Jav nu paani - જવ નું પાણી બનાવવાની રીત -Jav nu paani banavani rit - Jav paani recipe

જવ નું પાણી બનાવવાની રીત | Jav nu paani banavani rit

આ જઉં નું પાણી ને તમે જઉં નો શરબત પણ કહી શકો છો જે વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ છે અને ડાઈબીટીસ માટે ઘણું સારું છે આ સિવાય પથરી માટે,હ્રદય માટે, કિડની માટે અને બીજી ઘણી બીમારીઓ માટેખૂબ લાભકારી છે અને ઉનાળા માં ગરમી ને દૂર કરે છે અને ઠંડક આપે છે.  આ જઉં નું પાણી બનાવવું ખૂબ સરળ છેસાથે પીવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજે જવ નું પાણી બનાવવાની રીત – Jav nu paani banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
soaking time: 7 hours
Total Time: 7 hours 30 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 કુકર
  • 1 ગરણી

Ingredients

જવ નું પાણી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ જઉં
  • ¼ ચમચી સંચળ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી ફુદીના ના પાંદ સુધારેલ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Jav nu paani banavani rit

  • જઉં નું પાણી બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં સાફ કરેલ જઉં લ્યો એમાં પાણી નાખી બનેહાથ થી ઘસી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ પાણી ચોક્ખું થાય ત્યાં સુંધી પાણી નાખી ને ધોઇ ને સાફ કરી લ્યો,
  • ત્યારબાદ એમાં બે કપ સાફ પાણી નાખી આખી રાત અથવા તમારા પાસે હોય એટલા સમય માટે પલાળી મુકો ઓછામાં ઓછાં અડધા થી એક કલાક પલાળવું જરૂરી છે.
  • જઉં બરોબર પલાળી લીધા બાદ એને કુકર મા નાખી દયો અને બીજું વધારા નું બે ચાર કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કૂકર બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે ગરણી થી પાણી ને ગાળી ને અલગ કરી લ્યો અને જઉં ને અલગ કરી નાખો.
  • હવે પાણી થોડું ઠંડું થાય એટલે ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો અને પાણી બરોબર ઠંડુ થાય એટલે એમાં જરૂર મુજબ મીઠું, સંચળ, મરી પાઉડર, લીંબુનો રસ,ફુદીના ના પાંદ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ઠંડુ ઠંડુ સર્વ કરો જઉં નું પાણી.

Jav paani recipe notes

  • જઉંનું પાણી બનાવવા તમે તમારી પસંદ માં ફ્લેવર્સ પણ નાખી શકો છો.
  • બાફી ને બચેલા જઉં ના દાણા માંથી તમે બીજી વાનગીઓ પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત | Biscuit Ice Cream banavani rit

ઘણી વખત આપણે કોઈ પણ જાત ની જંજટ વગર ઠંડુ ખાવાનું મન થાય ત્યાર આજ ની આઈસક્રીમ બનાવી ને મજા લઇ શકો છો. જે બનાવવી ખૂબ સરળ છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત – Biscuit Ice Cream banavani rit શીખીએ.

બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
  • બિસ્કીટ 20-25
  • ખાંડ 5-6 ચમચી
  • મલાઈ ½ કપ
  • કૉફી પાઉડર ½ ચમચી

બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત

બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે અડધું થાય ત્યાં સુંધી ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે હલતા રહો ને દૂધ ને ઉકાળો. દૂધ ઉકળી ને અડધું થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને બિલકુલ ઠંડુ થવા દયો.

દૂધ ઉકળે ત્યાં સુંધી માં મિક્સર જાર માં બિસ્કીટ ને તોડી મિક્સર જાર માં નાખી પીસી લ્યો. પીસેલા બિસ્કીટ માં ખાંડ અને કૉફી નાખી એને પણ બરોબર પીસી લ્યો અને હવે એમાં ઠંડુ થયેલ દૂધ નાખો અને ફરી ઢાંકણ બંધ કરી પીસી ને સ્મુથ કરી લ્યો,

હવે એર ટાઈટ ડબ્બામાં પીસેલું દૂધ બિસ્કીટ નાખી ઢાંકણ બંધ કરી ફ્રીઝર ચાર પાંચ કલાક મૂકો. પાંચ કલાક પછી અડધી જામેલી આઈસ્ક્રીમ ના કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો,

ફરી પીસેલા મિશ્રણ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને ઉપર પ્લાસ્ટિક મૂકી ઢાંકણ બંધ કરી પાંચ સાત કલાક જમાવા મૂકો આઈસક્રીમ જામી જાય ત્યાર બાદ મજા લ્યો બિસ્કીટ આઈસ્ક્રીમ.

Biscuit Ice Cream recipe notes

  • ખાંડ ની જગ્યાએ સાકર પીસી ને નાખી શકો છો.
  • અહી તમે ચોકો ચિપ્સ પણ જમાવતી વખતે નાખી શકો છો.
  • ચોકલેટ બિસ્કીટ થી બનવાથી સ્વાદ સારો આવે છે.

Biscuit Ice Cream banavani rit

Video Credit : Youtube/ Kadian’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kadian’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Biscuit Ice Cream recipe

બિસ્કીટ આઈસ્ક્રીમ - Biscuit Ice Cream - બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત - Biscuit Ice Cream banavani rit - Biscuit Ice Cream recipe

બિસ્કીટ આઈસ્ક્રીમ | Biscuit Ice Cream

ઘણી વખત આપણે કોઈ પણ જાત ની જંજટ વગર ઠંડુ ખાવાનું મન થાય ત્યાર આજ ની આઈસક્રીમ બનાવી ને મજાલઇ શકો છો. જે બનાવવી ખૂબ સરળ છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવાની રીત – Biscuit Ice Cream banavani rit શીખીએ.
4.34 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
1 day
Total Time: 1 day 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 એર ટાઈટડબ્બા
  • 1 મિક્સર
  • 1 તપેલી

Ingredients

બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 500 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ
  • 20-25 બિસ્કીટ
  • 5-6 ચમચી ખાંડ
  • ½ કપ મલાઈ
  • ½ ચમચી કૉફી પાઉડર

Instructions

Biscuit Ice Cream banavani rit

  • બિસ્કીટ આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ ગેસ પર એકતપેલી માં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે અડધુંથાય ત્યાં સુંધી ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે હલતા રહો ને દૂધ ને ઉકાળો. દૂધ ઉકળી નેઅડધું થાય એટલે ગેસ બંધ કરી દૂધ ને બિલકુલ ઠંડુ થવા દયો.
  • દૂધ ઉકળે ત્યાં સુંધી માં મિક્સર જાર માં બિસ્કીટને તોડી મિક્સર જાર માં નાખી પીસી લ્યો. પીસેલા બિસ્કીટ માં ખાંડ અને કૉફી નાખી એનેપણ બરોબર પીસી લ્યો અને હવે એમાં ઠંડુ થયેલ દૂધ નાખો અને ફરી ઢાંકણ બંધ કરી પીસી નેસ્મુથ કરી લ્યો,
  • હવે એર ટાઈટ ડબ્બામાં પીસેલું દૂધ બિસ્કીટનાખી ઢાંકણ બંધ કરી ફ્રીઝર ચાર પાંચ કલાક મૂકો. પાંચ કલાક પછી અડધી જામેલી આઈસ્ક્રીમના કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો,
  • ફરી પીસેલા મિશ્રણ એર ટાઈટ ડબ્બામાં ભરી લોઅને ઉપર પ્લાસ્ટિક મૂકી ઢાંકણ બંધ કરી પાંચ સાત કલાક જમાવા મૂકો આઈસક્રીમ જામી જાયત્યાર બાદ મજા લ્યો બિસ્કીટ આઈસ્ક્રીમ.

Biscuit Ice Cream recipe notes

  • ખાંડ ની જગ્યાએ સાકર પીસી ને નાખી શકો છો.
  • અહી તમે ચોકો ચિપ્સ પણ જમાવતી વખતે નાખી શકોછો.
  • ચોકલેટ બિસ્કીટ થી બનવાથી સ્વાદ સારો આવે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાળી દ્રાક્ષ નો જામ બનાવવાની રીત | Kali drax no jam banavani rit

જામ નાના હોય કે મોટા બધાને ખૂબ પસંદ આવતો હોય છે અને બ્રેડ કે રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગતો હોય છે. અત્યાર સુંધી અલગ અલગ બ્રાન્ડ માંથી આપણે ઘણી વખત જામ લઈ મજા લીધી છે પણ આજકાલ મિલાવટ ના કારણે બજાર માંથી લેવામાં અને ખાવા માં બીક લાગે છે તો આજ આપણે ઘરે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી જામ બનાવી શુદ્ધ અને તાજો જામ બનાવી મજા લેશું. તો ચાલો કાળી દ્રાક્ષ નો જામ બનાવવાની રીત – Kali drax no jam banavani rit શીખીએ.

કાળી દ્રાક્ષ નો જામ બનાવવા જરૂરી સામગ્રી

  • સંચળ ½ ચમચી
  • કાળી દ્રાક્ષ 1 કિલો
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ખાંડ ¾ કપ
  • લીંબુનો રસ 1-2 ચમચી

કાળી દ્રાક્ષ નો જામ બનાવવાની રીત

કાળી દ્રાક્ષ નો જામ બનાવવા સૌપ્રથમ કાળી દ્રાક્ષ લ્યો અને દ્રાક્ષ ને પાણીમાં મીઠી નાખી અડધો કલાક મૂકી દયો જેથી એમાં કોઈ જીવાક હોય તો નીકળી જાય ત્યાર બાદ જો કોઈ ખરાબ દ્રાક્ષ હોય તો એને કાઢી અલગ કરી લ્યો અને સાફ પાણીથી ફરીથી ધોઇ લ્યો.

ત્યાર બાદ સાફ કરેલ દ્રાક્ષ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ગરણી થી ગાળી લ્યો અને દ્રાક્ષ નો પલ્પ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં પીસેલી દ્રાક્ષ નો પલ્પ નાખો અને મીડીયમ તાપે જાળવતા રહો પલ્પ ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી હલવતાં રહો પલ્પ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો અને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુનો રસ, સંચળ, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી હલાવતા રહો અને ઘટ્ટ થવા દયો.

પલ્પ ઘટ્ટ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઠંડો થવા દયો જામ ઠંડો થાય ત્યાં સુંધી સાફ ને કોરી બરણી માં ભરી લ્યો અને મજા લ્યો  કાળી દ્રાક્ષ નો જામ.

Kali drax jam recipe notes

  • ખાંડ ની માત્ર તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • દ્રાક્ષ ના પલ્પ ને ગાળી લીધા બાદ બચેલ પલ્પ સાફ ને બરોબર હોય તો તમે જામ માં મિક્સ કરી શકો છો અને જો ના કરવા માંગો તો પણ વાંધો નથી.

Kali drax no jam banavani rit

Video Credit : Youtube/ Chatpati rasoi with Kavita

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chatpati rasoi with Kavita ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kali drax jam recipe in Gujarati

કાળી દ્રાક્ષ નો જામ - Kali drax no jam - કાળી દ્રાક્ષ નો જામ બનાવવાની રીત - Kali drax no jam banavani rit - Kali drax jam recipe in Gujarati

કાળી દ્રાક્ષ નો જામ | Kali drax no jam

જામ નાના હોય કે મોટા બધાને ખૂબ પસંદ આવતો હોય છે અનેબ્રેડ કે રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગતો હોય છે. અત્યાર સુંધી અલગ અલગ બ્રાન્ડ માંથી આપણે ઘણી વખત જામ લઈ મજા લીધી છે પણ આજકાલ મિલાવટ ના કારણે બજાર માંથી લેવામાં અને ખાવા માં બીક લાગે છે તો આજ આપણે ઘરે અને ઘરમાં રહેલ સામગ્રી માંથીજામ બનાવી શુદ્ધ અને તાજો જામ બનાવી મજા લેશું. તો ચાલો કાળી દ્રાક્ષ નો જામ બનાવવાનીરીત – Kali drax no jam banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 150 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

કાળી દ્રાક્ષ નો જામ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ ચમચી સંચળ
  • 1 કિલો કાળી દ્રાક્ષ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¾ કપ ખાંડ
  • 1-2 ચમચી લીંબુનો રસ

Instructions

Kali drax no jam banavani rit

  • કાળી દ્રાક્ષ નો જામ બનાવવા સૌપ્રથમ કાળી દ્રાક્ષ લ્યો અને દ્રાક્ષ ને પાણીમાં મીઠી નાખીઅડધો કલાક મૂકી દયો જેથી એમાં કોઈ જીવાક હોય તો નીકળી જાય ત્યાર બાદ જો કોઈ ખરાબ દ્રાક્ષ હોય તો એને કાઢી અલગ કરી લ્યો અને સાફ પાણીથી ફરીથી ધોઇ લ્યો.
  • ત્યારબાદ સાફ કરેલ દ્રાક્ષ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ગરણી થી ગાળી લ્યો અને દ્રાક્ષ નો પલ્પ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં પીસેલી દ્રાક્ષ નો પલ્પ નાખો અને મીડીયમ તાપે જાળવતા રહો પલ્પ ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી હલવતાં રહો પલ્પ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો અને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુનો રસ, સંચળ, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી હલાવતા રહો અને ઘટ્ટ થવા દયો.
  • પલ્પ ઘટ્ટ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઠંડો થવા દયો જામ ઠંડો થાય ત્યાં સુંધી સાફ ને કોરી બરણી માં ભરી લ્યો અને મજા લ્યો  કાળી દ્રાક્ષ નો જામ.

Kali drax jam recipe notes

  • ખાંડ ની માત્ર તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • દ્રાક્ષ ના પલ્પ ને ગાળી લીધા બાદ બચેલ પલ્પ સાફ ને બરોબર હોય તો તમે જામ માં મિક્સ કરી શકો છો અને જો ના કરવા માંગો તો પણ વાંધો નથી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી